AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: કાલુપુર રેલવે સ્ટેશન ઉપર બિનધાસ્ત થઈ શકે છે નશીલા પદાર્થોની હેરફેર! જાણો મહત્વનો અહેવાલ

સુરક્ષા અને ચકાસણીની વ્યવસ્થામાં વધારો કરવો તેટલો જ જરૂરી છે. નશીલા તેમજ ગેરકાયદે પદાર્થોની હેરફેર આવી જગ્યાએથી પણ ન થાય તે માટે તંત્રએ સજાગ રહેવું જરૂરી છે. તે પછી રેલવે સ્ટેશન હોય કે અસટી સહિતના જાહેર પરિવહનના સ્થળો હોય.

Ahmedabad: કાલુપુર રેલવે સ્ટેશન ઉપર બિનધાસ્ત થઈ શકે છે નશીલા પદાર્થોની હેરફેર! જાણો મહત્વનો અહેવાલ
Darshal Raval
| Edited By: | Updated on: Mar 28, 2023 | 6:56 PM
Share

રાજ્યમાં ડ્રગ્સ હોય દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થો હોય જેને પકડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને માટે જ રાજ્ય સરકાર દ્વારા બોર્ડર સીમા તેમજ દરિયાઈ સીમા ઉપર મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો પણ પકડવામાં આવ્યા છે, પરંતુ આ મામલે રાજ્યના અંદરની સીમા અસુરક્ષિત લાગી રહી છે. કંઈક આવો જ નજારો જોવા મળ્યો છે કાલુપર રેલવે સ્ટેશન ઉપર.

અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન ઉપર રોજ અસંખ્ય લોકો અવરજવર કરે છે. ત્યારે અહીં આવવા- જવા દરવાજા ઉપર કોઈ જ પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું નથી. ત્યારે ચિંતાનો વિષય એ છે કે બહારના શહેર અને રાજ્યમાંથી આવતા લોકો શું વસ્તુ લઈને આવે છે તે અંગેની કોઈ જાણકારી હોતી નથી.  મુસાફરોના માલસામાનમાં દારૂ હોય, ડ્રગ્સ હોય કે પછી અન્ય નશીલા પદાર્થ કે અન્ય શંકાસ્પદ વસ્તુ હોય. જેની જડતી લેવી જરૂર છે . જોકે શંકાસ્પદ વસ્તુઓ તેમજ વ્યક્તિઓની તપાસ રેલવે પોલીસ કરે છે.

કાલુપર રેલવે સ્ટેશનના ગેટ 4 અને 2 ઉપર જ લગેજ સ્કેનરની વ્યવસ્થા

કાલુપુર રેલવે સ્ટેશન પર કાલુપુર તરફ 4 ગેટ તેમજ એક્સીલેટર અને સીડી દ્વારા લોકો રેલવે સ્ટેશનમાં પ્રવેશી શકે છે અને બહાર આવી શકે છે. તો સરસપુર તરફ આખો ભાગ ખુલ્લો છે. 4 ગેટમાંથી ગેટ નંબર 2 અને ગેટ નંબર 4 ઉપર જ લગેજ સ્કેનર મશીન છે અને તેમાં પણ તે ગેટ ઉપર તમામનું લગેજ સ્કેન ફરજિયાત કરવામાં નથી આવતું. જો તમામનું ચેકીંગ થાય તો ભીડ થવાની પણ સમસ્યા સર્જાય જેને પહોંચી વળવું રેલવે તંત્ર માટે અઘરું છે. આ મર્યાદાને કારણે કોઈ પણ વ્યક્તિ સરળતાથી અહીં કોઈ પણ વસ્તુની ઘુસણખોરી કરી શકે છે.

અધિકારીએ જણાવી CCTV મોનિટરિંગની વાત

આ તમામ પરિસ્થિતિ અંગે પૂછતા રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનમાં પોલીસ નિરિક્ષણની સાથે સાથે CCTV પણ કાર્યરત છે. જેનું સતત મોનિટરિંગ થાય છે.

અગાઉ કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી ઝડપાયા છે નશીલા પદાર્થો

અગાઉ કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી રેલવે પોલીસ દ્વારા નશીલા પદાર્થો ઝડપીને કાર્યવાહી પણ કરવામાં છે. પણ હજારો લાખો મુસાફર ની સંખ્યા સામે આ પ્રકારની વ્યવસ્થા નહિવત્ કહી શકાય. આથી સુરક્ષા અને ચકાસણીની વ્યવસ્થામાં વધારો કરવો તેટલી જ જરૂરી બની જાય છે. નશીલા તેમજ ગેરકાયદે પદાર્થોની હેરફેર આવી જગ્યાએથી પણ ન થાય તે માટે તંત્રએ સજાગ રહેવું જરૂરી છે. તે પછી રેલવે સ્ટેશન હોય કે અસટી સહિતના જાહેર પરિવહનના સ્થળો હોય.

હાલમાં જ્યારે દરિયાઈ સીમાઓ ઉપર સઘન ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે રેલવે સ્ટેશન અને એસટી સહિતના  જાહેર પરિવહનના સ્થળોએ  પણ  સઘન ચેકિંગ  થાય તે અનિવાર્ય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">