AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અંગત અદાવતમાં થયેલા ફાયરિંગમાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો, જાણો ખૂની ખેલની સમગ્ર વારદાત

આ સમગ્ર મામલે ગોમતીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાન્ચની (Ahmedabad Crime Branch) ટીમે બે આરોપીઓની ધરપકડ કરી છે.

Ahmedabad :  અંગત અદાવતમાં થયેલા ફાયરિંગમાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો, જાણો ખૂની ખેલની સમગ્ર વારદાત
Ahmedabad Crime Branch
Harin Matravadia
| Edited By: | Updated on: Sep 20, 2022 | 9:49 AM
Share

અમદાવાદ શહેરમાં (Ahmedabad)  એક રક્તરંજિતની ઘટના બની છે. શહેરમાં જાણે કે પોલીસના (Ahmedabad police) ખોફ વગર ફાયરિંગની ઘટના સામાન્ય બની ગઈ હોય તેવી ગંભીર ઘટના સામે આવતી રહે છે.ગોમતીપુર વિસ્તારમાં બે દિવસ પહેલા અડધી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ (Firing) થયાની ઘટના બની હતી. આ ફાયરિંગમાં એક નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની કરી ધરપકડ

જો વિગતે વાત કરીએ તો અમદાવાદના ગોમતીપુરના (Gomatipur) ગજરા કોલોનીમાં બે દિવસ પહેલા મોડી રાત્રે કારમાં આવેલા ચાર લોકોએ એક યુવક પર છરીથી હુમલો કરી દીધો અને અન્ય એક યુવક પર એક રાઉન્ડ ફાયરિંગ કરતા હિતેશ વાઘેલા નામનો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ છે.આ સમગ્ર મામલે ગોમતીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાન્ચની (Ahmedabad Crime Branch) ટીમે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી મહેશ ઉર્ફે સુલતાન વાઘેલા અને ધર્મેશ વાલેરા નામના આરોપીની ધરપકડ કરી છે.

પુછપરછમાં ચોંકાવનારી માહિતી આવી સામે

તમને જણાવી દઈએ કે, મહેશ ઉર્ફે સુલતાનને અહીં રહેતા ભાવેશ નામના યુવક સાથે અંગત અદાવતમાં બબાલ થઈ હતી. જેને પગલે આરોપી મહેશ ઉર્ફે સુલતાન, ધમો ઉર્ફે ધર્મેશ અને અન્ય બે લોકોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં ભાવેશને કઈ ન થયું પણ હિતેશને ગોળી વાગતા તેનુ મોત થયું અને જીતેન્દ્ર ચાવડાને (jitendra Chavda)  છરી વાગતા તે પણ ઇજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ આરોપીઓએ પહેલા જીતેન્દ્રને છરી મારી બુમાબુમ કરી હતી અને બાદમાં ફાયરિંગ કરી હિતેશની હત્યા કરી નાખી.

આરોપી અને ગુનાને જુનો સંબધ !

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે ગોમતીપુરમાં રહેતા મહેશ ઉર્ફે સુલતાનની પત્નીને ભાવેશ સોલંકી સાથે આડા સબંધ હતા જેને કારણે અગાઉ પણ બંને વચ્ચે ઝગડો પણ થયો હતો. જેથી અંગત અદાવતમાં  ધર્મેશ ઉર્ફે ધમો, અને અન્ય બે મિત્રો સાહિલ તેમજ વિજયે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. તો સાથે પોલીસને એ પણ જાણવા મળ્યું કે, આરોપી મહેશ ઉર્ફે સુલતાન ઘટનાને અંજામ આપવા સુરેન્દ્રનગર (Surendranagar) થી ગેરકાયદેસર રીતે હથિયાર લઈ આવ્યો હતો.જો કે આ પહેલીવાર નથી કે આરોપી મહેશ ઉર્ફે સુલતાને આ પ્રકારનુ કૃત્ય કર્યું હોય કારણ કે તેમનું નામ અનેક વાર પોલીસ ચોપડે નોંધાઈ ચૂકયુ છે. મહેશ વિરૂદ્ધ અગાઉ દારૂ, મારામારી સહિતના કેસોમાં અલગ અલગ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચે  આ બે આરોપીની ધરપકડ કરી અન્ય બે ફરાર આરોપીની શોધવા જહેમત આદરી છે.

Breaking News : ભાજપના સાંસદ હેમાંગ જોષીનું ચોંકાવનારું નિવેદન
Breaking News : ભાજપના સાંસદ હેમાંગ જોષીનું ચોંકાવનારું નિવેદન
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી
પ્રજાસત્તાક પર્વના દિવસે હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
પ્રજાસત્તાક પર્વના દિવસે હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
નાણાકીય પરિસ્થિતિ સુધરશે, અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે
નાણાકીય પરિસ્થિતિ સુધરશે, અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે
ખાતામાં હતા માત્ર 102 રૂપિયા, હવે PMO એ કરાવી ફ્લાઈટની ટિકિટ
ખાતામાં હતા માત્ર 102 રૂપિયા, હવે PMO એ કરાવી ફ્લાઈટની ટિકિટ
અંગદાનના પ્રણેતા નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી
અંગદાનના પ્રણેતા નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી
અમેરિકામાં આર્કટિક પવનો અને હિમવર્ષાથી 24 કરોડ લોકો પ્રભાવિત
અમેરિકામાં આર્કટિક પવનો અને હિમવર્ષાથી 24 કરોડ લોકો પ્રભાવિત
પદ્મ વિજેતા હાજીભાઈની પહેલી પ્રતિક્રિયા સામે આવી - જુઓ Video
પદ્મ વિજેતા હાજીભાઈની પહેલી પ્રતિક્રિયા સામે આવી - જુઓ Video
ગાંધીનગર મહાનગરપાલિકાની મોટી યોજના
ગાંધીનગર મહાનગરપાલિકાની મોટી યોજના
g clip-path="url(#clip0_868_265)">