AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ભીખ મંગાવવાના ઈરાદે બાળકીનું કર્યું અપહરણ, પોલીસે આરોપીને ઝડપી કરી કાર્યવાહી

અમદાવાદમાં આરોપી અરવિદ ચૌહાણ અને સરમન વાઘેલા કે જેમણે ગરીબ પરિવારની 4 વર્ષની બાળકીનું સાણંદ બ્રિજ નજીકથી અપહરણ કર્યું. પરંતુ પોલીસનો ડર લાગતા વિરમગામ નજીક બિનવારસી બાળકીને મૂકીને ફરાર થઇ ગયા હતા.

Ahmedabad: ભીખ મંગાવવાના ઈરાદે બાળકીનું કર્યું અપહરણ, પોલીસે આરોપીને ઝડપી કરી કાર્યવાહી
Mihir Soni
| Edited By: | Updated on: Jun 09, 2023 | 9:18 PM
Share

Ahmedabad: સરખેજમાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરનાર સાળા બનેવીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ પોલીસના ડરથી બાળકીને બિનવારસી મૂકી ફરાર થયા હતા. મહત્વનું છે કે પોલીસે CCTV અને બાતમીના આધારે સાળા બનેવીને ઝડપી પાડ્યા છે. બાળકીને ભીખ મંગાવવાના ઈરાદે અપહરણ કર્યું હોવાની આશંકા છે. પરતું બાળકીનું અપહરણ કરવાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

4 વર્ષની બાળકીનું સાણંદ બ્રિજ નજીકથી આરોપીઓ અપહરણ કરીને રિક્ષામાં લઈ ગયા હતા. બાળકીના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ કરતા બાળકી બિનવારસી હાલતમાં વિરમગામ નજીકથી મળી આવી હતી. બાળકીના અપહરણની તપાસ કરતા ફૂટપાથ પર રહેતા બન્ને આરોપી અરવિંદ ચૌહાણ અને સરમન વાઘેલા ગુમ હતા. જેથી પોલીસે CCTV ફૂટેજ અને બાતમીના આધારે બંને પકડતા અપહરણનો ભેદ ઉકેલાયો હતા. બન્ને દારૂના નશામાં બાળકીનું અપહરણ કર્યું હોવાનું ખુલ્યું હતું.

પકડાયેલ આરોપી અરવિંદ ચૌહાણ અને સરમન વાઘેલા સાળા બનેવી થાય છે. આરોપી અરવિંદ કચ્છનો રહેવાસી છે. જ્યારે સરમન મોરબીનો રહેવાસી છે. તેઓ સાવરણી બનાવવાના ધંધા માટે અમદાવાદ આવ્યા હતા. સરખેજ નજીક ફૂટપાથ પર રહીને તેઓ સાવણી બનાવીને વેચતા હતા. આ બાળકી પણ પોતાના પરિવાર સાથે ફૂટપાથ નજીક રહેતી હતી. બાળકીને ભીખ મંગાવવાના ઈરાદે બંને આરોપી નશામાં બાળકીને લઈ ગયા હતા. પરંતુ પોલીસના ડરથી બાળકીને સલામત છોડી દીધી હતી. સરખેજ પોલીસે અપહરણ કેસમાં સાળા બનેવી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીમાંથી 17 AC ગુમ થવા મામલે સિક્યોરિટી એજન્સીને ફટકારાઇ નોટિસ

સરખેજ પોલીસે અપહરણ કેસમાં પકડેલા બન્ને આરોપીની પૂછપરછ શરૂ કરી છે. આ બાળકીના અપહરણ પાછળ હ્યુમન ટ્રાફિકિંગ, ભીખ મંગાવવા કે અન્ય કોઈ અદાવતની શંકાને લઈને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે બાળકીનું મેડિકલ કરાવી તપાસ કરાશે કે આરોપીઓ બાળકી સાથે કોઈ અડપલાં કે કોઈ કૃત્ય આચર્યું છે કે કેમ જેને લઈ વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">