Ahmedabad Rath Yatra 2025 : 27 જૂનના રોજ જગન્નાથ રથયાત્રા દરમ્યાન BRTS રૂટમાં ફેરફારની સંપૂર્ણ વિગતો અહીં જાણો
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રાનું આયોજન 27 જૂનના રોજ કરવામાં આવ્યું છે. જમાલપુરથી પરંપરાગત રીતે શરૂ થનારી આ યાત્રામાં લાખો ભક્તો જોડાય છે, જેને ધ્યાનમાં રાખીને શહેરના BRTS બસના વિવિધ રૂટમાં એક દિવસ માટે પરિવર્તન કરવામાં આવ્યો છે.

ભગવાન જગન્નાથજીની 148મીં રથયાત્રા નીકળવાની છે. જગતના નાથ તેમના ભક્તોને દર્શન દેવા માટે નગરચર્યાએ નીકળવાના છે, ત્યારે વ્હાલાના વધામણા કરવા માટે તમામ નગરજનોનો ઉત્સાહ ક્યાંય સમાતો નથી. તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે અહીં કયા રસ્તાથી જગતનો નાથ નગરચર્યાએ નીકળશે તેણી સંપૂર્ણ વિગત અહીં આપવામાં આવી છે.
જો તમે રોજિંદા BRTS દ્વારા મુસાફરી કરો છો, તો તમારા મુસાફરના સમય અને રૂટમાં આવતા ફેરફારને ધ્યાનમાં રાખવો જરૂરી છે. નીચે આપેલા રીવિઝડ રૂટ અનુસાર મુસાફરીની યોજના બનાવશો તો અસુવિધાથી બચી શકો છો.
BRTS ના રાબેતા મુજબ આ રૂટ રહેશે કાર્યરત :
-
રૂટ નં. 01: મણિનગરથી ઘુમા ગામ
લગ્નના 7 વર્ષ બાદ અલગ થયું આ સ્ટાર કપલ,જુઓ પરિવાર10 વર્ષ ડેટ કરી લગ્ન કર્યા, હવે 7 વર્ષ બાદ અલગ થવાનો લીધો નિર્ણય જુઓ સાયના નહેવાલનો પરિવારઆજનું રાશિફળ તારીખ : 14-07-2025ઋષભ પંતને છોડો... ઉર્વશી રૌતેલાના દિલમાં કોણ છે? જાણોVideo : વિદેશી મહિલાએ તાજમહેલની વાસ્તવિકતા બતાવી, કેમેરામાં કેદ થયેલું આઘાતજનક દ્રશ્યબોલીવુડના કિંગ શાહરુખ ખાનના 10 સૌથી ફેમસ ડાયલોગ, જુઓ -
રૂટ નં. 03: આરટીઓ સર્કલથી મણિનગર
-
રૂટ નં. 04: એલડી એન્જિનિયરિંગ કોલેજથી ઝુંડાલ સર્કલ / અંબા ટાઉનશીપ
-
રૂટ નં. 05: વાસણાથી હંસપુરા રીંગ રોડ
-
રૂટ નં. 06: નારોલથી નરોડા એસટી વર્કશોપ
-
રૂટ નં. 07: નારોલથી સારંગપુર દરવાજા અને ઝુંડાલ સર્કલથી સરકારી લિથો પ્રેસ (કેબિન)
-
રૂટ નં. 12: આરટીઓ સર્કલથી રબારી કોલોની
-
રૂટ નં. 14: સાણંદ સર્કલથી સારંગપુર દરવાજા
-
રૂટ નં. 15: ઇસ્કોન ક્રોસરોડ્સથી આરટીઓ સર્કલ / એરપોર્ટ
-
રૂટ નં. 16: સાણંદ સર્કલથી નહેરુનગર
-
રૂટ નં. 17: સાઉથ બોપલ ટર્મિનસથી નહેરુનગર
આંશિક ફેરફારો સાથેના રૂટ :
-
રૂટ નં. 02: SP રીંગ રોડથી ઇસ્કોન ક્રોસરોડ્સ સુધી ન જઈને, ઇસ્કોન ક્રોસરોડ્સથી લો ગાર્ડન સુધી સેવા આપશે.
-
રૂટ નં. 08: ભાડજ સર્કલથી નરોડા ગામની બદલે, હવે ભાડજ સર્કલથી સરકારી લિથો પ્રેસ (કેબિન) સુધી બસ ચલાવાશે.
-
રૂટ નં. 09: મણિનગરથી ગોતા વસંતનગર ટાઉનશીપ જવાને બદલે હવે બસ ગોતા વસંતનગર ટાઉનશીપથી એલડી એન્જિનિયરિંગ કોલેજ સુધી ચાલશે.
-
રૂટ નં. 11: ઓઢવ SP રીંગ રોડથી એલડી એન્જિનિયરિંગ કોલેજ ન જઈને હવે બસ ઓઢવ SP રીંગ રોડથી આસ્ટોડિયા દરવાજા સુધી સેવા આપશે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો