Ahmedabad: દિલ્લી જેવી સ્માર્ટ શાળાઓ કરવામાં ગુજરાતને લાગ્યો 27 વર્ષનો સમય, આમ આદમી પાર્ટીનો આક્ષેપ

ગોપાલ ટાલિયાએ વીડિયો માધ્યમ દ્વારા ભાજપ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની 27 વર્ષથી સરકાર છે, પરંતુ દિલ્લી જેવી સ્માર્ટ સરકારી શાળા બનાવવામાં ગુજરાતને 27 વર્ષનો સમય લાગ્યો છે.

Ahmedabad: દિલ્લી જેવી સ્માર્ટ શાળાઓ કરવામાં ગુજરાતને લાગ્યો 27 વર્ષનો સમય, આમ આદમી પાર્ટીનો આક્ષેપ
ગોપાલ ઇટાલિયાએ જાહેર કરી નવા ઉમેદવારોની યાદી
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 05, 2022 | 8:48 AM

ગુજરાતમાં ચૂંટણી (Gujarat Election 2022) નજીક આવતા જ વિવિધ રાજકીય પક્ષોના મંત્રીઓ તેમજ અધિકારીઓ વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે તેમજ રાજકીય પક્ષોના આરોપ પ્રત્યારોપને કારણે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ (Gopal Italiya) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) અમદાવાદની સરકારી શાળાની મુલાકાત લીધી તે અંગે આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહે સરકારી શાળાની મુલાકાત લીધી, પરંતુ ગુજરાતના લોકોએ આ નજારો જોવા માટે 27 વર્ષ રાહ જોવી પડી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલનો જાદુ અને ઝાડૂ ના પ્રભાવને કારણે હવે ભાજપના તમામ નેતાઓ પણ શાળાએ જવા લાગ્યા છે.

ગોપાલ ટાલિયાએ વીડિયો માધ્યમ દ્વારા ભાજપ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની 27 વર્ષથી સરકાર છે, પરંતુ આજ દિવસ સુધી એક પણ ધારાસભ્ય, મંત્રીએ ક્યારેય પણ કોઈ સરકારી સ્કૂલની ચિંતા કે દરકાર કરી નથી. પરંતુ ગૃહમંત્રીની  (Home Minister) મુલાકાતનું દ્રશ્ય જોઈને ખુશી થાય છે, સારું લાગે છે કે, નેતાઓ સ્કૂલમાં જાય તો સ્કૂલની શિક્ષણ વ્યવસ્થા સુધરે, પરંતુ અસલ અને નકલમાં ફરક હોય છે.

અરવિંદ કેજરીવાલની દ્વારકા મુલાકાતમાં સર્જાયો વિવાદ

ગુજરાતના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriiwal)ની દ્વારકા મુલાકાત વિવાદમાં આવી છે. કૃષ્ણભૂમિ દ્વારકા(Dwarka)માં અરવિંદ કેજરીવાલે ભગવાન શ્રીકૃષ્ણને લઈને કરેલા નિવેદનને લઈને વિવાદ થયો છે. આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જ્યારે જ્યારે પૃથ્વી પર ગરબડ થાય ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ઝાડુ ફેરવવુ પડે છે. દ્વારકાની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલ પહેલા સંસ્કૃતનો અડધો શ્લોક બોલ્યા હતા. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ(Krishna)ને લઈને વિવાદી ટિપ્પણી કરી.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

આ સમયે ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને પ્રવિણ રામ સહિતના ગુજરાતની સંસ્કૃતિને જાણનારા નેતાઓ કેજરીવાલ સાથે ઉપસ્થિત હતા. જો કે કોઈએ તેમને ભગવાન શ્રીકૃષ્ણ વિશે બફાટ કરતા અટકાવ્યા ન હતા. અરવિંદ કેજરીવાલે કહ્યુ, જ્યારે જ્યારે પૃથ્વી પર કોઈ ગરબડ થાય છે ત્યારે ભગવાને તેમનુ ઝાડુ ચલાવવુ પડે છે અને ભગવાન તેમનુ ઝાડુ ચલાવે છે.

પ્રભુના અપમાનનો જનતા જવાબ આપશે- ભાજપ

આ અંગે ભાજપના નેતા ભરત ડાંગરે ટ્વીટ કરી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યો તેમણે જણાવ્યુ કે કેજરીવાલને ભગવદગીતાનો શ્લોક ન આવડે તે સમજી શકાય પરંતુ શ્રીકૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર હોય છે સાવરણો નહીં. ભાજપના ભરત ડાંગરે આરોપ લગાવ્યો કે નિમ્ન કક્ષાની બુદ્ધિ કે સ્વાર્થ માટે ભગવાન દ્વારકાધિશનું અપમાન કરવામાં આવ્યુ. ભાજપના નેતાઓએ કેજરીવાલના આ નિવેદનને ભગવાન શ્રીકૃષ્ણ અને કરોડો ભક્તોનું અપમાન ગણાવ્યુ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">