Ahmedabad: ટ્રાન્સસ્ટેડિયામાં 36મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થેમનું અમિત શાહે કર્યુ લોન્ચિંગ, કહ્યું ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રે દેશમાં પરિવર્તનનું સારથી બન્યુ
Ahmedabad: અમદાવાદમાં કાંકરિયામાં બનેલા ટ્રાન્સ સ્ટેડિયા એકા એરેના ખાતે યોજાયેલા 36મા નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થેમનું લોન્ચિંગ કર્યુ. આ પ્રસંગે તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં આંરભેલા રમતગમત ક્ષેત્રના વિકાસને પરિણામે આજે ખેલમહાકુંભના ખેલાડીઓનું રજિસ્ટ્રેશન 55 લાખે પહોંચ્યુ છે.
અમદાવાદ(Ahmedabad)માં કાંકરિયા વિસ્તારમાં આવેલા ટ્રાન્સસ્ટેડિયા, એકા અરેના ખાતે યોજાયેલા ખેલ મહાકુંભની 11મી કડીના સમાપન અને 36મી નેશનલ ગેમ્સના કર્ટન રેઈઝરનો રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આરંભેલા રમતગમત ક્ષેત્રના વિકાસની સુવાસના પરિણામે જ દસ વર્ષ પહેલાં ખેલમહાકુંભમાં 11 લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન આજે 55 લાખે પહોંચ્યું છે. અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયામાં આયોજિત ભવ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે 36મા રાષ્ટ્રીય રમતોત્સવ (National Games)ના મૅસ્કોટનું અનાવરણ કર્યુ. ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેઈમ્સના મેસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ કર્યુ હતુ.
ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રે દેશમાં પરિવર્તનનું સારથી બન્યું છે- અમિત શાહ
આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરવામાં આવી. આ દરમિયાન અમિત શાહે 36મા નેશનલ ગેમ્સ માટે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યુ કે છેલ્લા 20 વર્ષમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે તમામ ક્ષેત્રે ઘણો વિકાસ કર્યો છે. અનેક એવા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે જે આવનારા દસકાઓ સુધી કોઈ તોડી નહીં શકે. અમિત શાહે જણાવ્યુ કે વર્ષ 2014નું રમત-ગમતનું 866 કરોડ રૂપિયાનું બજેટ આજે વડાપ્રધાન નરેન્દ્ર મો઼દીના નેતૃત્વમાં 2000 કરોડે પહોંચ્યુ છે.
ગુજરાતના ખેલાડીઓએ પોતાની આગવી પ્રતિભાથી દેશ અને દુનિયાના નક્શા પર અમિટ છાપ છોડી છે. તેમણે અમદાવાદમાં આકાર પામેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનો સંદર્ભ આપતા જણાવ્યું કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે અમદાવાદ શહેરમાં અન્ય સ્પોર્ટસ ફેસીલીટીના નિર્માણ બાદ અમદાવાદ વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરી આવશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે ગુજરાતને બદનામ કરનારા તત્વોને ગુજરાતની પ્રજા ક્યારેય સાંખી નહીં લે.
11માં ખેલ મહાકુંભનું વિધિવત સમાપન
ટ્રાન્સસ્ટેડિયાના એકા એરેના ખાતે યોજાઈ રહેલા આ સમારોહમાં રાજ્યમાં નેશનલ ગેમ્સના આયોજન માટે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર વચ્ચે કરાર થશે. ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલા 11માં ખેલ મહાકુંભનું વિધિવત સમાપન કરવામાં આવ્યુ. જેમાં 55 લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા ખેલાડીઓને 30 કરોડના ઈનામો એનાયત કરવામાં આવ્યા. આ દરમિયાન 4 પેરાએથ્લેટ્સનું પણ સન્માન કરવામાં આવ્યુ. ટ્રાન્સસ્ટેડિયામાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.