AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તપાસ ટીમની રચના, એક અઠવાડિયા માં ચાર્જશીટ રજૂ કરશે, જુઓ Video

અમદાવાદમાં સર્જાયેલા ઇસ્કોન બ્રીજ અકસ્માત( Iskcon Bridge Accident)  કેસમાં તપાસ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં એક ડીસીપી,એક એસીપી અને પાંચ પીઆઇની ટીમ બનાવવામાં આવી છે. જેમાં ટ્રાફિક પશ્ચિમ વિભાગના ડીસીપી નીતા દેસાઈ,ટ્રાફિક વિભાગના એસીપી એસ.જે.મોદી અને SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશન પીઆઇ અપૂર્વ પટેલનો સમાવેશ કર્યો છે.

Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તપાસ ટીમની રચના, એક અઠવાડિયા માં ચાર્જશીટ રજૂ કરશે, જુઓ  Video
iskcon bridge accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 11:41 PM
Share

Ahmedabad : અમદાવાદમાં સર્જાયેલા ઇસ્કોન બ્રીજ અકસ્માત( Iskcon Bridge Accident)  કેસમાં તપાસ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં એક ડીસીપી,એક એસીપી અને પાંચ પીઆઇની ટીમ બનાવવામાં આવી છે. જેમાં ટ્રાફિક પશ્ચિમ વિભાગના ડીસીપી નીતા દેસાઈ,ટ્રાફિક વિભાગના એસીપી એસ.જે.મોદી અને SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશન પીઆઇ અપૂર્વ પટેલ,

SG 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ-વી.બી.દેસાઈ,A ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ-પી.બી.ઝાલા,N ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ- કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ- એચ.જી.કટારીયા તપાસ કરશે. તેમજ આ ટીમ દ્વારા એક અઠવાડિયા માં ચાર્જશીટ રજૂ કરશે

જો કે આ કેસમાં સામે આવેલી માહિતી મુજબ નબીરો તથ્ય પટેલની પૂછપરછ પોતે કબુલ્યું કે તેની સ્પીડ 120 ઉપર હતી.જગુઆર કારમાં પાંચ સીટીંગ હોવા છતાં ગાડીમાં 6 યુવક યુવતીઓ બેઠા હતા.

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત( ISKCON Bridge Accident)  કેસમાં આરોપી તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.  જેમાં ટ્રાફિક શાખામાં પોલીસ ઇન્સ્પેકટર ફરિયાદી બન્યા છે. જેમાં તથ્ય પટેલ જેગુઆર કાર પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો. જેગુઆર કારથી 9 જેટલા લોકોને 120 ફૂટ જેટલા ઢસડયા હતા.

જ્યારે અકસ્માત બાદ આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળે આવી અનેક લોકોને ધાક ધમકીઓ આપી ગાળો આપી હતી. તેમજ પિતા પ્રજ્ઞેશ પટેલે પુત્ર તથ્યને અકસ્માત સ્થળેથી ભગાડ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ કેસમાં પોલીસે પિતા પુત્ર બંનેની કરી ધરપકડ કરી છે.

આ ઉપરાંત, અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ (ISKCON bridge) પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ અને તેની કારમાં હાજર તેના મિત્રોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે કુલ 6 લોકોની અટકાયત કરીને તેમની પુછપરછ શરુ કરી છે. મળતી માહિતી પ્રમાણે તથ્ય પટેલ ઉપર IPCની 304 કલમ એટલે સદોષ મનુષ્ય વધની કલમ લગાવવામાં આવી છે. તો તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલી અકસ્માતની ઘટનાની પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ તપાસ થશે. એક સપ્તાહમાં ચાર્જશીટ રજુ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.મહાનગરોમાં વાહન ઓવરસ્પીડીંગ સામેની ડ્રાઈવ વધુ સઘન અને વ્યાપક બનાવવા દિશા નિર્દેશો અપાયા છે. આવી ઘટનાઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તેવા દાખલારૂપ કડક સખત પગલા કસુરવારો સામે લેવા મુખ્યમંત્રીએ તાકીદ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કઈ રાશિના જાતકોને ધનલાભ અને કઈ રાશિના જાતકોને પારિવારિક સુખ મળશે?
કઈ રાશિના જાતકોને ધનલાભ અને કઈ રાશિના જાતકોને પારિવારિક સુખ મળશે?
અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી ! રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા
અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી ! રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા
પાટીદાર યુવક યુવતીઓને જયેશ રાદડિયાએ આપી આ મોટી સલાહ
પાટીદાર યુવક યુવતીઓને જયેશ રાદડિયાએ આપી આ મોટી સલાહ
વડોદરા: કસરત કરવા આવતા લોકો માટે તઘલખી નિયમ શા માટે?
વડોદરા: કસરત કરવા આવતા લોકો માટે તઘલખી નિયમ શા માટે?
ચાંદલોડિયામાં કપડાના શોરૂમમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓએ કર્યો હાથફેરો
ચાંદલોડિયામાં કપડાના શોરૂમમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓએ કર્યો હાથફેરો
આ રાશિના જાતકોને નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, જુઓ Video
સરમુખત્યારશાહી સામે સવાલ, અધિકારીઓની કરતૂત પાછળનું શું છે કારણ?
સરમુખત્યારશાહી સામે સવાલ, અધિકારીઓની કરતૂત પાછળનું શું છે કારણ?
500 કરોડનો રોડ 4 મહિનામાં બિસ્માર! NHAI મૌન શા માટે?
500 કરોડનો રોડ 4 મહિનામાં બિસ્માર! NHAI મૌન શા માટે?
અમરેલી સાવરકુંડલા-મહુવા રોડ પર ટ્રક ફસાતા હાઈ-વે બ્લોક
અમરેલી સાવરકુંડલા-મહુવા રોડ પર ટ્રક ફસાતા હાઈ-વે બ્લોક
હપ્તા ભર્યા છતાં દાદાગીરીથી કાર સીઝ; રિકવરી એજન્ટો સીસીટીવીમાં કેદ
હપ્તા ભર્યા છતાં દાદાગીરીથી કાર સીઝ; રિકવરી એજન્ટો સીસીટીવીમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">