Ahmedabad : ઇસનપુરમાં ફક્ત 50 રૂપિયાની ઉઘરાણીની માંગણીમાં યુવકની હત્યા કરાઇ, પોલીસે બે આરોપીની ધરપકડ કરી

અમદાવાદમાં(Ahmedabad) ઇસનપુર પોલીસે માત્ર 50 રૂપિયાની ઉઘરાણીમાં નાણાં ન આપતા બે યુવકે એક યુવકની હત્યાના કેસમાં આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad : ઇસનપુરમાં ફક્ત 50 રૂપિયાની ઉઘરાણીની માંગણીમાં યુવકની હત્યા કરાઇ, પોલીસે બે આરોપીની ધરપકડ કરી
Isanpur Murder
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Aug 31, 2022 | 10:33 PM

અમદાવાદમાં (Ahmedabad) ઇસનપુર(Isanpur)  પોલીસે માત્ર 50 રૂપિયાની ઉઘરાણીમાં નાણાં ન આપતા બે યુવકે એક યુવકની હત્યાના(Murder)  કેસમાં આરોપીની ધરપકડ કરી છે. જેમાંઆરોપી શુભમ રાજપૂત અને શિવમ બાથમ છે. જેમાં ફક્ત 50 રૂપિયાની લેતી દેતી મામલે એક યુવકની હત્યા કરી હોવાનો આરોપ છે. આ ઘટનાની વિગત મુજબ ઇસનપુર વિસ્તારમાં 30 વર્ષિય નિલેષ બાથમ પરિવાર સાથે રહેતો હતો અને ઓટો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નિલેષને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી મારીને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત નિલેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન નિલેશનું મૃત્યુ થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી CCTV ચેક કરતા બાઈક પર આવેલા આરોપીને મૃતકની બહેન ઓળખી જતા હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને સગીર સહિત 3 ની ધરપકડ કરી.

આરોપી શુભમ અને શિવમ શાકભાજીની લારીમાં ધંધો કરે છે

જેમાં પકડાયેલા આરોપી શુભમ અને શિવમ શાકભાજીની લારીમાં ધંધો કરે છે. મૃતક નિલેશ આરોપી પાસે 50 રૂપિયા લેવા ગયો હતો પરંતુ આરોપી પૈસા આપતો નહતો જેથી નિલેશ રોજ ઉઘરાણી કરવા જતો હતો. જેની અદાવત રાખીને આરોપીએ હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું અને પોતાના ભાઈ સાથે મળીને નિલેશ પર છરીના ઘા ઝીકી દીધા, પરંતુ આરોપી અને મૃતક કુટુંબમાં સંબંધી થતા હોવાથી મૃતકની બહેન તેઓને ઓળખી ગઈ હતી. આ આરોપીઓ સામાન લઈને ઉત્તરપ્રદેશ ફરાર થઇ જવાના પ્રયાસમાં જ હતા પરંતુ પોલીસે તેઓને ઝડપી લીધા હતા.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

ફક્ત 50 રૂપિયા માટે એક યુવકની હત્યા કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને હત્યા માટે ઉપયોગમાં લીધેલું હથિયાર જપ્ત કરવાની કાર્યવાહી કરી છે. આ હત્યા ફક્ત 50 રૂપિયા માટે જ થઈ કે હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">