Ahmedabad: બેંગ્લોરથી ટ્રાવેલ્સની બસમાં નશીલી સીરપની હેરાફેરીનો પર્દાફાશ, મંગાવનાર સામે ગુનો નોંધી શોધખોળ શરૂ

|

Aug 10, 2022 | 8:09 PM

અમદાવાદમાં(Ahmedabad)બેંગ્લોરથી ટ્રાવેલ્સની બસમાં નશીલી સીરપની હેરાફેરી સામે આવી છે.જેમાં છેલ્લા 3 મહિનાથી નશીલી સીરપ પાર્સલમાં આવતી હતી.જે બેંગ્લોરની ડ્રગ કંપની બાવળા એક શખ્સને મોકલતા હતા

Ahmedabad: બેંગ્લોરથી ટ્રાવેલ્સની બસમાં નશીલી સીરપની હેરાફેરીનો પર્દાફાશ, મંગાવનાર સામે ગુનો નોંધી શોધખોળ શરૂ
Ahmedabad Luxury Bus
Image Credit source: File Image

Follow us on

અમદાવાદમાં(Ahmedabad)બેંગ્લોરથી ટ્રાવેલ્સની બસમાં નશીલી સીરપની(intoxicating syrup) હેરાફેરી સામે આવી છે.જેમાં છેલ્લા 3 મહિનાથી નશીલી સીરપ પાર્સલમાં આવતી હતી.જે બેંગ્લોરની ડ્રગ કંપની બાવળા એક શખ્સને મોકલતા હતા.માધુપુરા પોલીસે એનડીપીએસનો (NDPS)ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં ઘટનાની વિગત મુજબ શાહીબાગ નમસ્તે સર્કલ પાસે આવેલ એમ.આર.ટ્રાવેલ્સ મારફતે છેલ્લા 3 મહિનાથી બેંગ્લોરથી નશીલા દ્રવ્યનું તત્વ ધરાવતી કફ સીરપ દવાઓ જથ્થો મંગાવે છે.થોડા દિવસ પહેલા જ પોલીસને માહિતી મળી હતી જેના આધારે રેડ કરી ચેક કરતા પાર્સલમાં કફ સીરપનો જથ્થો મળી આવ્યો હતો

 592 બોટલ કફ સીરપ મળી હતી

જે એફએસએલ અને ડ્રગ્સ અધિકારીની હાજરી માં પાંચ બોક્ષ ખોલતા તેમાંથી 592 બોટલ કફ સીરપ મળી હતી..તપાસ કરતા મુંબઈની અજન્તા લખેલા પાંચ પાંચ બોક્ષ કફ સીરપની 73 હજાર કિંમતની બોટલો કબ્જે કરવામાં આવી..જે તપાસમાં બિલ સાથે લખેલા લાઇસન્સ નંબરની ઔષધ નિયમન તંત્રમાં તપાસ કરતા બાવળા મેડિકલ સ્ટોરી નામ સામે આવ્યું..જે પાર્સલમાં કફ સીરપ મગાવનાર કિરણસિંહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

બાવળામાં નાકોર્ટિકસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો

પોલીસ તપાસમાં બાવળા કિરણસિંહ નામનો શખ્સ વોટ્સએપ થી બીલ્ટી મોકલતો તે બતાવીને શાહીબાગથી તુલસી મેડિકલ અને શિવ મેડિકલ નામના પાર્સલ ઓટો રિક્ષામાં બાવળા લઈ જવાતા હતા..બાવળા નજીક પહોંચતા તુલસી હોટલ પાસે કિશનસિંહ કારમાં આવી પાર્સલ લઈ જતો હતો..એક ફેરાના 2000 ભાડા લેખે અત્યાર સુધીમાં 30 થી 40 વખત એમ.આર.ટ્રાવેલ્સમાં પાર્સલ આવ્યા હતા…જોકે પોલીસ તપાસમાં છેલ્લા 3 મહિનાથી 30 થી વધુ વખત પાર્સલ આવ્યા હોવાનું સામે આવ્યું છે. વોન્ટેડ કિરણસિંહ ચૌહાણ નામના વ્યક્તિ સામે બાવળા પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ બાવળામાં નાકોર્ટિકસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.આમ નશીલા સિરપનો જથ્થો બિનઅધિકૃત રીતે ટ્રાવેલ્સની બસમાં મગવવા અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..

Published On - 8:07 pm, Wed, 10 August 22

Next Article