AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: શિક્ષણ યોજનાઓનો મહત્તમ વાલીઓ લાભ લે તે માટે ઘનિષ્ટ વાલી સંપર્ક ઝૂંબેશ

રાજય સરકાર દ્વારા દરેક વિદ્યાર્થીને ઉત્તમ અને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તાજેતરમાં રાજય સરકાર દ્વારા એપ્રિલ, મે માસમાં ધો. 5 ના વિદ્યાર્થીઓની કોમન એન્ટન્સ ટેસ્ટ લેવામાં આવી. કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓને જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ આપવામાં આવશે.

Ahmedabad: શિક્ષણ યોજનાઓનો મહત્તમ વાલીઓ લાભ લે તે માટે ઘનિષ્ટ વાલી સંપર્ક ઝૂંબેશ
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 12, 2023 | 11:52 PM
Share

Education: ધોરણ-8 ના વિદ્યાર્થીઓ માટે લેવાયેલી પરીક્ષામાં મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ આપવામાં આવશે. ન.પ્રા.શિ.સમિતિ, અમદાવાદની જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજનામાં 1006 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તેમજ જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ યોજનામાં 1220 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ રાજય સરકારની આ યોજનાઓનો લાભ મેળવી શકે તેમજ અન્ય વિદ્યાર્થીઓ તેમજ વાલીગણને આ યોજનાઓ લાભ મળી શકે તે હેતુથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તકની 449 શાળાઓમાં આજરોજ વાલી મિટિંગ યોજાઇ.

શાળાઓમાં પ્રવેશ મેળવશે તેવા વિધાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ 6 થી શરૂ કરી ધોરણ 12 પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવા પાત્ર રહેશે.

  • ધોરણ 9 થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 22,000
  • ધોરણ 11 થી 12નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 25000

જે વિધાર્થીઓ સસ્કારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ માં પ્રવેશ મેળવીને ધોરણ 6થી 12નો અભ્યાસ આ શાળાઓમાં વિનામૂલ્યે મેળવવાનું ચાલુ રાખે તેવા વિદ્યાર્થીઓને ની:શુલ્ક અભ્યાસ ઉપરાંત નીચે મુજબની વધારાની સ્કોલરશીપ આપવામાં આવશે.

  • ધોરણ 6 થી 8ની અભ્યાસ કરવા માટે વાર્ષિક 5,000
  • ધોરણ 9થી 10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 6,000
  • ધોરણ 11  થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 7,000

જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત મળતા લાભ A જે વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ ૯માં પ્રવેશ મેળવશે તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ હથી શરૂ કરીને ધોરણ ૧૨ પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવા પાત્ર રહેશે,

  • ધોરણ 9 થી10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 22,000
  • ધોરણ 11  થી 12નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 25,000

જે વિધાર્થીઓ સરકારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવીને ધોરણ હથી 12નો અભ્યાસ આ શાળાઓમાં વિનામૂલ્યે મેળવવાનું ચાલુ રાખે તેવા વિધાર્થીઓને નોંશુલા અભ્યાસ ઉપરાંત નીચે મુજબની વધારાની સ્કોલરશીપ આપવામાં આવશે.

  • ધોરણ 9 થી 10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 6000
  • ધોરણ 11થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 7,000

સ્કૂલ બોર્ડના અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષક દ્વારા 14000 જેટલા વાલીગણને હાજર રાખી આ બન્ને યોજનાઓની માહિતી આપવામાં આવી. આ ઉપરાંત વાલીગણને બાલવાટિકા, રાજય સરકારના સ્કૂલ્સ ઓફ એકસલન્સ, વિદ્યાદિપ યોજના, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની સ્માર્ટ શાળા યોજના વગેરેની માહિત આપવામાં આવી.

આ પણ વાંચો : સરદાર સરોવરમાં પાણીની આવક1.35 લાખ પહોંચી, 124 મીટરની જળસપાટી વટાવી

ગુજરાત સરકારે શિક્ષણ માટે ગરીબ અને મધ્યમવર્ગના વાલીના બાળકો પણ ઉચ્ચ શિક્ષણ લઇ શકે તે માટે રાજય સરકારની કરોડો રૂપિયાની યોજનાઓ જાહેર કરી છે ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓએ રાજયસરકારની આ યોજનાઓ માટે સારા પ્રતિસાદ આપી યોજનાઓને આવકારી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">