AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ભારતની સૌથી મોટી ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0 ‘નવી પેઢીની નવી સફર’ની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ, આ રાજ્યની ટીમ રહી પ્રથમ ક્રમાંકે

Ahmedabad: ગુજરાત સાયન્સ સિટી ખાતે દેશની સૌથી મોટી સ્ટેમ ક્વિઝ-2.0ની ગ્રાન્ડ ફિનાલેનું યોજાઈ હતી. ભારતની સૌથી મોટી ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0- ‘નવી પેઢીની નવી સફર’ની ગ્રાન્ડ ફિનાલેમાં દેશભરના 5.45 લાખ વિદ્યાર્થીઓ પૈકી 1000 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયુ હતુ.

Ahmedabad: ભારતની સૌથી મોટી ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0 ‘નવી પેઢીની નવી સફર’ની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ, આ રાજ્યની ટીમ રહી પ્રથમ ક્રમાંકે
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 30, 2023 | 10:11 PM

Ahmedabad: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં દેશની સૌથી મોટી સ્ટેમ ક્વિઝ-2.0 “The journey of new Generation” ની ફાઈનલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી નોંધાયેલા 5.45 લાખ વિદ્યાર્થીઓ પૈકી 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ક્વિઝની ગ્રાન્ડ ફિનાલેમાં મહારાષ્ટ્ર અને ગોવાની ટીમ રહી પ્રથમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ કામ કરતી સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા ગુજરાત સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં આ ફાઈનલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ક્વીઝની ફાઈનલમાં પ્રથમ નંબરે મહારાષ્ટ્ર અને ગોવાની ટીમ આવી હતી. જ્યારે બીજા નંબરે વડોદરા કોર્પોરેશનની ટીમ અને ત્રીજા નંબરે અમદાવાદ મહાનગર પાલિકાની ટીમ આવી હતી. ફાઈનલમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મંત્રી ઋષિકેશ પટેલે પોતાના વરદ હસ્તે ઈનામો એનાયત કર્યા હતા. સાથે સાથે તમામ વિજેતા વિદ્યાર્થીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

સારા તેંડુલકર અને સના ગાંગુલીમાંથી નાનું કોણ છે?
દુનિયાનો આ દેશ, જ્યાં મંગળવાર અને શુક્રવારે નથી થતા લગ્નો ! જાણો કેમ?
પંડિત અને બ્રાહ્મણ વચ્ચે શું તફાવત છે?
Vastu tips: ઘર બનાવતી વખતે નવા દરવાજા પર શું બાંધવામાં આવે છે?
સવાર-સવારમાં કબૂતરને જોવું કઈ વાતનો સંકેત આપે છે?
Health Tips : પિરામિડ વોક કરવાથી થાય છે અઢળક ફાયદા, જાણો આ શું છે

21મી સદી એ વિજ્ઞાન અને ટેક્નોલોજીની સદી છે- ઋષિકેશ પટેલ

આ પ્રસંગે સંબોધન કરતાં મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે 21મી સદી એ વિજ્ઞાન અને ટેક્નોલોજીની સદી છે. અને ગુજરાતે તેમાં હરણફાળ ભરી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ગુજરાત સાયન્સ સિટીમાં આવેલા પ્રકલ્પોમાં વિજ્ઞાનને લગતાં જે કાંઈ સવાલ છે એ તમામના જવાબો લોકોને મળી જાય છે. તેથી એકવાર ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લેવા તેમણે હાજર વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને અપીલ કરી હતી.

સ્ટેમ ક્વિઝમાં 2 કરોડથી વધુ રકમના ઈનામો એનાયત કરવામાં આવ્યા

આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સેક્રેટરી વિજય નેહરા, ગુજકોસ્ટના સલાહકાર ડો. નરોત્તમ સાહુ, ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે.બી. વદર ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેમક્વિઝમાં કુલ 2 કરોડથી વધુ રકમના ઈનામો જુદી જુદી કક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad : મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિમોન્સૂનના દાવા પોકળ, શહેરમાં 4 સ્થળોએ ભુવા પડ્યા હોવાની ઘટના, જુઓ Video

ઓક્ટોબર 2022 થી ‘નવી પેઢીની નવી સફર’ ક્વિઝની શરૂઆત

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2022 થી ગુજરાત સ્ટેમ ક્વીઝ-2.0 “ The journey of new Generation” ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 5,45, 764 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રથમ તાલુકા સ્તરે ત્યાર બાદ જિલ્લા સ્તરે અને પછી 9 મેથી 12 મે દરમિયાન રાજ્ય કક્ષાની સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. અને છેલ્લે 30 મેના રોજ રાષ્ટ્રીય કક્ષાની ફાઈનલ ક્વિઝનું આયોજન કરાયું. સ્ટેમ ક્વિઝની ફાઈનલમાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓએ ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરીની પણ મુલાકાત કરાવવામાં આવી હતી. જે જોઈને વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">