Ahmedabad : આઝાદી પર્વની જિલ્લા કલેકટર દ્વારા અનોખી રીતે ઉજવણી કરાઇ

સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ નવતર અભિગમના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટરે શહેરના બે સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને તેમનું સન્માન કર્યું હતું.

Ahmedabad : આઝાદી પર્વની જિલ્લા કલેકટર દ્વારા અનોખી રીતે ઉજવણી કરાઇ
Ahmedabad Independence Day was celebrated in a unique way by the District Collector
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Aug 14, 2021 | 9:40 PM

75માં આઝાદી પર્વ(Independence Day)ની ઉજવણી રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લા કલેકટર(Collector)સંદીપ સાગલે(Sandeep Sangle) દ્વારા આઝાદી પર્વની ઉજવણી અનોખી રીતે કરવાનું નક્કી કરવામાં આવ્યું. જીલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા 75માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવ્યું હતું.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઇને આપણા દેશને આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવાની પરંપરા છે. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ નવતર અભિગમના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટરે શહેરના બે સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને તેમનું સન્માન કર્યું હતું.

જેમાં નરોડાના સંજયનગર વિસ્તારમાં રહેતા ૯૮ વર્ષીય લક્ષ્મણભાઈ ચૌહાણ જેમણે આઝાદીની લડતમાં પોતાની મહત્વની ભાગીદારી નોંધાવી હતી તેમના ઘરે જઈને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પરંપરા ને જાળવવા માટે સ્વાતંત્ર્ય સેનાની ના ઘરે પહોંચેલા જિલ્લા કલેકટર સંદિપ સાગલે એ સ્વાતંત્ર્ય સેનાની લક્ષ્મણભાઇ ચૌહાણ ના પરિવારજનો સાથે વાતચીત કરી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જેમાં કલેકટરને જાણવા મળ્યું કે લક્ષ્મણભાઇની નાદુરસ્ત તબિયતના કારણે હવે તેમને સાંભળવાની ખુબ મોટી તકલીફ થઈ રહી છે અને જો તેમને સાંભળવાનું મશીન એટલે કે હિયરિંગ એઈડ કાનમાં બેસાડવામાં આવે તો તેમની તકલીફ દૂર થઈ શકે તેમ છે. આ સાંભળતા જ જિલ્લા કલેકટરે તેમનો સંવેદનશીલ અભિગમ દર્શાવીને સ્વાતંત્ર્ય સેનાનીના ઘરેથી જ અસારવા સિવિલ હોસ્પિટલમા ફોન જોડ્યો અને સંલગ્ન ડોકટર સાથે વાત કરી અને તુંરત જ લક્ષ્મણભાઇના ઘરે પહોંચીને તેમને સારવાર આપવાની સૂચના આપવામાં આવી.

જિલ્લા કલેકટર સંદિપ સાગલેના ફોન બાદ ગણતરીના કલાકોમાં જ સિવિલના તબીબો દ્વારા લક્ષ્મણભાઈ ચૌહાણના ઘરે પહોંચીને તેમની તપાસ કરવામાં આવી અને તપાસ કર્યા બાદ કાનની તકલીફ હોય તેવા દર્દીઓને સાંભળવા માટે જરૂરી ડિજિટલ હિયરિંગ એઇડ મશીન તેમના કાનમાં ફીટ કરવામાં આવ્યું.

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માનની પરંપરા જાળવી રાખનાર જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા માત્ર એક ફોનથી લક્ષ્મણભાઈ ને ત્વરિત સારવાર મળી જતા લક્ષ્મણભાઇનો પરિવાર ખુબ જ ખુશ થયો અને જિલ્લા કલેકટરના સંવેદનશીલ અભિગમ બદલ કલેકટર અને વહીવટી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Bombay Highcourt: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં નામાંકન વિવાદ, બોમ્બે હાઈકોર્ટે રાજ્યપાલને કરી ટકોર

આ પણ વાંચો :  Ahmedabad : ખાનગી શાળાઓનું નવું કારસ્તાન, સ્કૂલો રહી બંધ પણ ખર્ચાઓ થઈ ગયા બમણા !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">