PM Modi ના માતા હીરા-બા ના નિધન પર મોરારી બાપુએ કહ્યું પરિવારને મારા 'જય શ્રી રામ', સાંભળો VIDEO

PM Modi ના માતા હીરા-બા ના નિધન પર મોરારી બાપુએ કહ્યું પરિવારને મારા ‘જય શ્રી રામ’, સાંભળો VIDEO

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 12:23 PM

મોરારી બાપુએ ભગવાન શ્રી રામનું નામ લઈને હીરાબાને શ્રદ્ધાંજલી આપી હતી તેમણે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપુરુષ PM કહીને સંબોધતા કહ્યું કે નરેન્દ્ર મોદી અને તેમના સમગ્ર પરિવારને મારા જયશ્રી રામ કહીને હીરાબાને શ્રદ્ધાંજલી આપી હતી.

PM મોદીના માતા હીરાબાનું સવારે 3:30 કલાકે 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન મોદીએ જાતે જ આ અંગે ટ્વિટ કરીને માહિતિ આપી હતી. શતાયુ હીરાબાના નિધનના સમાચાર મળતા જ PM નરેન્દ્ર મોદી તાત્કાલિક ગાંધીનગર પહોંચી ગયા હચા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રાયસણ સ્થિત તેમના ભાઇ પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચીને માતા હીરાબાના અંતિમદર્શન કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાને જોઇને ભાવુક થઇ ગયા હતા. વડાપ્રધાને માતાને શીષ ઝુકાવીને નમન કર્યા હતા. હીરાબાને શ્રદ્ધાંજલી પાઠવવામાં દેશ દુનિયાના નેતાથી લઈ આમ અને ખાસ તમમા લોકો અગ્રેસર રહ્યા હતા. પ્રખર કથાકાર મોરારી બાપૂએ પણ ભાવભીની શ્રદ્ધાંજલી આપી હતી.

મોરારી બાપુએ આપી શ્રદ્ધાંજલી

મોરારી બાપુએ ભગવાન શ્રી રામનું નામ લઈને હીરાબાને શ્રદ્ધાંજલી આપી હતી , તેમણે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપુરુષ કહીને સંબોધતા કહ્યું કે, ” નરેન્દ્ર મોદી અને તેમના સમગ્ર પરિવારને મારા જયશ્રી રામ” . તેમને હીરાબાને શ્રદ્ધાંજલી આપતા કહ્યું કે “હું અત્યારે  લાઠી રામ કથામા છું અને મને સમાચાર મળ્યા કે પૂજ્નીય હીરાબા નિર્વાણ પામ્યા છે તેમને હું શ્રદ્ધાંજલી આપુ છું આ સાંભળીને કોને પીડા ન થાય , તેમને કહ્યું કે દેશને , લોકોને તેમના સપૂતને સમર્પિત કરનાર પૂજ્યનીય હીરાબાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી સાથે એ પણ કહ્યું કે ” એક સાધુ તરીકે મારા હીરાબાના પ્રણામ , આપ અને આપના પરિવારને તેમના અને તેમના વ્યાસપીઠ સાથે જોડાયેલ સમગ્ર તરફથી દિલથી પ્રણામ.”

હીરાબા છેલ્લા ત્રણ – ચાર દિવસથી બિમાર હતા અને તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતાં જેમને મળવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે આવ્યાં હતા. PM મોદીના માતા હીરાબાનું અવસાન આજે સવારે 3:30 કલાકે થયું હતું.

Published on: Dec 30, 2022 12:22 PM
g clip-path="url(#clip0_868_265)">