Ahmedabad: એક તો બહારની ગરમી અને એમાં 6 દિવસથી AC બંધ ! કોર્પોરેશનના અધિકારીઓ અને નેતાઓ આમને સામને આવી જવાથી માહોલ ગરમ
Ahmedabad: અદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની કેબિનમાં 6 દિવસથી એસી બંધ થતા ઉકળી ઉઠ્યા હતા. ગરમીને કારણે અકળાયેલા નેતાઓએ અધિકારીઓનો ઉધડો લીધો અને જણાવ્યુ કે અધિકારીઓની કેબિનમાં સેન્ટ્રલ એસી અને સ્પિલીટ એસીની સવલતો સહિતની સવલતો છે જ્યારે જનતાની સમસ્યા સાંભળતા નેતાઓના એસી 6-6 દિવસથી બંધ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચોથા માળે સેન્ટ્રલ AC VRV સિસ્ટમ બંધ થતા નેતાઓ પરસેવે રેબજેબ થઈ ગયા. 6 દિવસ થી AC બંધ હોવાથી નેતાઓ અધિકારીઓ પર વીફર્યા. તમામ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની કેબિનમાં AC બંધ થતાં ઉકળી ઉઠ્યા હતા.
કોર્પોરેશન દ્વારા બે દિવસ યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ કોર્પોરેશનના ચેરમેન ડેપ્યુટી ચેરમેન સહિતના પદાધિકારીઓની ઓફિસના AC 6 દિવસ થી બંધ હોવાના કારણે પરેશાન થઈ ગયા. અધિકારીઓની ઓફિસમાં સેન્ટ્રલ AC સિસ્ટમ સહિત સ્પલિટ AC પણ લગાવવામાં આવ્યા છે. અધિકારીઓને ગરમીથી બચાવવા માટે એક જ કેબિનમાં બબ્બે પ્રકારના એસીની સવલત સામે નેતાઓ રોષે ભરાયા.
AMC અધિકારીઓ તેમજ કમિટીઓના ચેરમેન આમને સામને આવી ગયા. કોર્પોરેશન દ્વારા યેલો એલર્ટની જાહેરાત કરાઈ તો બીજી તરફ એસી બંધ થતા ગરમીના પ્રકોપમાં કમિટીના ચેરમેન ઉકળી ઉઠ્યા હતા.
અમદાવાદ શહેરમાં ગરમી પારો વધી રહ્યો છે. લોકો ગરમીમાં પરેશાન થઇ રહ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આવતીકાલથી બે દિવસ યલો એલર્ટની આગાહી કરાઈ છે. પરંતુ અમદાવાદ મહાનગર પાલિકાની ઓફિસમાં બેસતા ચેરમેન અને ડે પ્યુટી ચેરમેનની ઓફિસમાં એસી બંધ થતા, એએમસીના પદાધિકારીઓ લાલઘૂમ થયા છે. એએમસીની મુખ્ય બિલ્ડીંગ શહેરના મધ્ય વિસ્તાર ખમાસામાં આવેલી છે. અહીં કમિશનર, મેયર અને ચેરમેન સહિત વિપક્ષ અને ઉચ્ચ અધિકારીઓની બેઠક વ્યવસ્થા છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી એએમસી બિલ્ડીગના ચોથા માળે આવેલા ફ્લોર પર આવેલી તમામ ઓફિસમાં સેન્ટ્રલ એસી બંધ થતા તમામ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન અકળાયા હતી.
એક ચેરમેને તો અધિકારીઓને ખખડાવતા કહ્યું હતું કે એએમસીના કમિશનર અને ડેપ્યુટી કમિશનર ઓફિસમાં બે બે એસી મુકાય છે. એક સેન્ટ્રલ એસી હોય છે અને બીજી સ્પ્લીટ એસી પણ મુકાયા છે. તો પછી પદાધિકારીઓની ઓફિસમાં કેમ સ્પ્લીટ એસી મુકાતા નથી. છેલ્લા એસ સપ્તાહથી એસી રિપેર કરવા માટે સતત સુચનાઓ અપાઇ છે છતા પણ કોઇ યોગ્ય જવાબ મળતો નથી.
આ પણ વાંચો: Breaking News: Gujarat weather : યલો એલર્ટની આગાહી! ગરમીનો પારો વધી શકે છે? જાણો શું છે હવામાન વિભાગની આગાહી
ગરમીના કારણે એક કમિટીના ચેરમેને તો ત્યાં સુધી જણાવ્યુ કે જો એસી સત્વેર રિપેર નહી થાય તો અધિકારીઓની જ ઓફિસ ચેમ્બરમાં લઈ જઇ કાઉન્સિલર તરીકે લોકોની સમસ્યા સાંભળવા સુધીની ચીમકી ઉચ્ચારી.
અમદાવાદ શહેરની દાણાપીઠ ખાતેની એએમસીની મુખ્ય બિલ્ડીગમાં છ ફ્લોર આવેલા છે. જેમા ચોથા ફ્લોરમાં એએસમીના 12 કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન તેમજ કોંગ્રસ અને ભાજપ પક્ષની ઓફિસ આવેલી છે. પણ ઓફિસમાં સેન્ટ્રલ એસી બંધ થતા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ગરમીમાં અકળાયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…