AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Gujarat weather : યલો એલર્ટની આગાહી! ગરમીનો પારો વધી શકે છે? જાણો શું છે હવામાન વિભાગની આગાહી

સામાન્ય રીતે અમદાવાદમાં માર્ચ મહિનાથી તાપમાન ઉચું જવા લાગતું હોય છે પરંતુ આ વર્ષે વારંવાર  ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠા થવાને કારણે એપ્રિલ માસમાં તાપમાનનો પારો ઉંચો  જવાની શરૂઆત થઈ છે.

Breaking News: Gujarat weather : યલો એલર્ટની આગાહી! ગરમીનો પારો વધી શકે છે? જાણો શું છે હવામાન વિભાગની આગાહી
| Updated on: Apr 10, 2023 | 9:04 PM
Share

હવામાન વિભાગ દ્વારા  અમદાવાદમાં ગરમી વધવાની આગાહી અંગેના અહેવાલ વહેતા થયા હતા. જોકે  હાલ તો ગુજરાતમાં વરસાદની વકી છે  જોકે હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હાલમાં તો  હીટ વેવ અને યલો એલર્ટ અંગેની કોઈ આગાહી નથી.   જોકે  વરસાદના કારણે વાતાવરણમાં ફેરફાર નોંધાઈ શકે છે.

અમદાવાદીઓ બળબળતી ગરમી માટે રહો તૈયાર

સામાન્ય રીતે અમદાવાદમાં માર્ચ મહિનાથી તાપમાન ઉચું જવા લાગતું હોય છે પરંતુ આ વર્ષે વારંવાર  ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠા થવાને કારણે એપ્રિલ માસમાં તાપમાનનો પારો ઉંચો  જવાની શરૂઆત થઈ છે.

એક તરફ ગરમી  અને એક તરફ વરસાદ

હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાઈકલોનીક સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં વરસાદ આવશે. ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ બે દિવસ બાદ ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે.

ગુજરાતમાં આ સ્થળોએ વરસાદ થવાની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલ રહેશે. 12, 13 અને 14 એપ્રિલે અમરેલી ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડમાં વરસાદ થવાની આગાહી છે. આગાહી અનુસાર નવસારીમાં પણ વરસાદ રહેશે.

બે દિવસ પહેલા કચ્છમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો

મહત્વનું છે કે બે દિવસ પહેલા કચ્છના માંડવીના ગઢશીશા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. નાની મઉ વાડી વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. માંડવીના ભૈરયા, દુજાપર સહિતના ગામોમાં માવઠું પડ્યુ હતુ.

સમગ્ર માર્ચ મહિનામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન

આ પહેલા પણ ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી ચુક્યો છે. સમગ્ર માર્ચ મહિના દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોએ મહામહેનતથી પકવેલા પાકમાં નુકસાન થયુ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘઉં, લસણ અને ડુંગળી સહિતના પાકને નુકસાન થયુ છે. ખેડૂતોને થયેલા નુકસાન સામે ગુજરાત સરકારે સહાયની પણ જાહેરાત કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">