અમદાવાદ- વિવિધ ક્લબમાં નવા વર્ષની ઉજવણીમાં યુવાધન હિલોળે ચડ્યુ, ડીજે અને ડાન્સ સાથે નવા વર્ષને આવકારવા થનગનાટ
Ahmedabad: શહેરના વિવિધ ક્લબ અને પાર્ટી પ્લોટમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી છે. યુવાધન હિલોળે ચડ્યુ છે. નવા વર્ષ 2023ને આવકારવા માટે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો છે.
નવા વર્ષને ગણતરીની મિનિટો બાકી છે. ત્યારે અમદાવાદમાં ન્યુ યર 2023ને આવકારવા માટે યુવાધન હિલોળે ચડ્યુ હતુ. યુવક યુવતિઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ક્લબ હાઉસ અને પાર્ટી પ્લોટમાં યુવાધન નાચગાનમાં મસ્ત બન્યુ છે. મોટાભાગના જાહેર સ્થળોએ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. કોરોનાના 2 વર્ષ બાદ પ્રથમવાર કોઈપણ પ્રતિબંધો વગર છૂટથી યુવાનો મન મુકીને ડાન્સ પાર્ટીમાં ઝુમતા જોવા મળ્યા હતા.
નવા વર્ષના વર્ષના આગમનને આડે ગણતરીની મિનિટો બાકી, 2023ના આગમનને વધાવવા યુવાધનમાં ભારે ઉત્સાહ | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/jz09W1akAy
— Tv9 Gujarati (@tv9gujarati) December 31, 2022
રાજકોટમાં વિવિધ ક્લબમાં 31stની ઉજવણી
આ તરફ રાજકોટમાં પણ વિવિધ ક્લબમાં યુવક યુવતિઓ નાચગાન અને મસ્તીમાં ઝુમતા જોવા મળ્યા હતા. વર્ષ 2022 વિદાય લઈ રહ્યુ છે અને ગણતરીની મિનિટોમાં જ નવા વર્ષનો પ્રારંભ થઈ જશે ત્યારે વિવિધ ક્લબોમાં ભારે ભીડ જોવા મળી હતી. રસ્તાઓ પર પણ ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા છે.
ડીજેના તાલે હિલોળે ચડ્યા સુરતી લાલાઓ
રાજ્યના તમામ મહાનગરોમાં ક્લબ હાઉસ અને પાર્ટી પ્લોટમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી છે. જેમા સુરતમાં સુરતીલાલાઓ હિલોળે ચડ્યા હતા. અને નવા વર્ષને આવકારવા સજીધજીને ડાન્સ પાર્ટીમાં આવ્યા હતા. સુરત હોય, રાજકોટ હોય, ભાવનગર હોય કે વડોદરા હોય તમામ શહેરોમાં નવા વર્ષની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. કેટલાક સ્થળોએ આતશબાજીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. વર્ષ 2023ને આવકારવા લોકોના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કર્ણાવતી ક્લબમાં બે વર્ષ બાદ 31stની પાર્ટીનુ આયોજન
અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે બે વર્ષ બાદ આયોજન કરવામાં આવ્યુ છે. જો કે અહીં માસ્ક અને સેનેટાઈઝર ફરજિયાત રાખવામાં આવ્યા છે. તેમજ નશાની હાલતમાં કોઈ અંદર ન આવે તેની તપાસ માટે બ્રેથ એનલાઈઝરથી પણ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ખાનગી સિક્યોરિટી સહિત પોલીસ બંદોબસ્ત પણ રખાયો છે. ધમાકેદાર પાર્ટી મ્યુઝિક, ડીજે સાથે પાર્ટીનું આયોજન કરાયુ છે અને લોકો પણ પુરેપુરા પાર્ટી કરવાના મૂડમાં જોવા મળ્યા છે. યુવક યુવતિઓ ડાન્સના અવનવા સ્ટેપ્સ સાથે ઝુમતા જોવા મળી રહ્યા છે.
છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે છૂટથી ઉજવણી કરવા ન મળી હોવાથી આ વર્ષે યુવાનો કોઈ કસર બાકી રાખવા માગતા ન હોય તેમ ઉમંગ ઉલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યી છે. જો કે આ પાર્ટીઓમાં પણ ગરબાના સ્ટેપ્સ અને ડાન્સના વિવિધ સ્ટેપ્સનું ફ્યુઝન જોવા મળી રહ્યુ છે અને લોકો ફુલ મસ્તીના મૂડમાં જોવા મળ્યા છે.