અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કરાટે ટુર્નામેન્ટનું આયોજન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના ખેલાડીઓ સામેલ

અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કરાટે ટુર્નામેન્ટનું આયોજન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના ખેલાડીઓ સામેલ
Ahmedabad hosts karate tournament

આ ટુર્નામેન્ટ માં ભારત સાથે નેપાળ. બાંગ્લાદેશ અને શ્રીલંકાથી ખેલાડીઓ બોલાવાયા. જોકે કોરોનાને કારણે અન્ય દેશના ખેલાડીને બોલાવવાનું  ટાળવામાં  આવ્યુ છે.

Darshal Raval

| Edited By: Chandrakant Kanoja

Dec 26, 2021 | 1:33 PM

અમદાવાદમાં(Ahmedabad)  કોરોના(Corona)  કાળમાં અનેક વેપાર ધંધાને અસર પડી. જન જીવનને અસર પડી તેમજ બાળકોના અભ્યાસ સાથે એક્ટિવિટી પણ બંધ પડી. જે એક્ટિવિટી છૂટછાટ આપતા ફરી શરૂ થઈ છે. ત્યારે આજે અમદાવાદના કાંકરિયા વિસ્તાર માં આવેલ ટ્રાન્સ્ટેડિયા ખાતે કરાટે ટુર્નામેન્ટનું (Karate Tournament) આયોજન કરવામાં આવ્યું. જે ટુર્નામેન્ટ ગત વર્ષે કોરોનાને કારણે યોજાઈ ન હતી. પણ રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ અપાતા આ વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

કાંકરિયા ખાતે આવેલ ટ્રાન્સ્ટેડિયા માં 16 મી isku ઇન્ટરનેશનલ કરાટે કપ 2021 ટુર્નામનેટ યોજાઈ. ઇન્ટરનેશનલ સોટોકન કરાટે યુનાઇટેડ ( isku ) આ આયોજન કર્યું હતું. જે ટુર્નામેન્ટ માં ભારત સાથે નેપાળ. બાંગ્લાદેશ અને શ્રીલંકાથી ખેલાડીઓ બોલાવાયા. જોકે કોરોનાને કારણે અન્ય દેશના ખેલાડીને બોલાવવાનું  ટાળવામાં  આવ્યુ છે.

ટ્રાન્સ્ટેડિયા ખાતે 600 ખેલાડી વચ્ચે ટુર્નામેન્ટ યોજાઈ હતી. જે ટુર્નામેન્ટ 4 કેટેગરીમાં યોજાઈ. જેમાં સબ જુનિયર કેટેગરી. 13 વર્ષથી નીચે. જુનિયર કેટેગરી. 13 થી 15 વર્ષની વચ્ચે. કેડેટ કેટેગરી 15 થી 17 વર્ષ વચ્ચે અને સિનિયર કેટેગરી 17 વર્ષ ઉપર ની યોજાઈ. જેમાં 600 ખેલાડીએ ભાગ લીધો.

જે ટુર્નામેન્ટના અંતમાં 80 મેડલ ટ્રોફી સાથે ખેલાડીને સન્માનિત કરાયા. જ્યારે ટુર્નામેન્ટ જીતનાર ને મેઈન ચેમ્પીયન ટ્રોફી આપી સન્માનિત કરાયા.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે યોજાતી ટુર્નામેન્ટ ગત વર્ષે કોરોનાને કારણે યોજાય ન હતી. જોકે આ વર્ષે છૂટછાટ મળતા ટુર્નામેન્ટ યોજાઈ. જે ટુર્નામેન્ટ યોજાતા ખેલાડીઓ માં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.

તો તરફ ટુર્નામેન્ટમાં હાજર મુખ્ય મહેમાન કલ્પેશ મકવાણા કે જેઓ કરાટે ફેડરેશન ગુજરાતના પ્રેસિડેન્ટ છે તેઓએ અને ટુર્નામેન્ટ આયોજક શાહીન તારીકના મત પ્રમાણે બાળકોની એક્ટિવિટી. સ્વાસ્થ્ય અને સ્વ બચાવ માટે કરાટે જરૂરી છે. અને તેમાં બાળકીઓ માટે ખૂબ જરૂરી હોવાથી લોકોએ તેમાં ભાગ લેવો જોઈએ તેવી અપીલ કરી ટુર્નામેન્ટ નું આયોજન કર્યા હોવાનું જણાવ્યું. તો સાથે જ મુખ્ય અતિથિ કલ્પેશ મકવાણાએ ક્રિકેટ બાદ કરાટે સ્પોર્ટ્સમાં આગળ હોવાનું પણ જણાવ્યું.

આ પણ વાંચો : સુરતની તાપીના તટ પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી નદી ઉત્સવનો શુભારંભ કરાવ્યો

આ પણ વાંચો :  Year Ender 2021 : ગુજરાતના રાજકારણની મહત્વની ઘટનાઓ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati