AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર જીમ ટ્રેઈનર ઝડપાયો, જાણો સમગ્ર મામલો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર જિમ ટ્રેનર સામે ફરિયાદ નોંધાઈ છે. પતિ સાથે મનમેળ ન થતા યુવતીએ યુવકને પોતાનો જીવનસાથી બનાવવાનો પ્રયાસ કર્યો જેમાં પ્રેમીએ દગો આપતા યુવતીને અંતે નિષ્ફળતા મળી હતી.

Ahmedabad: યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર જીમ ટ્રેઈનર ઝડપાયો, જાણો સમગ્ર મામલો
ફોટો - આરોપી
Mihir Soni
| Edited By: | Updated on: May 20, 2022 | 7:05 PM
Share

Ahmedabad: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ (Rape) આચરનાર જિમ ટ્રેનર સામે ફરિયાદ નોંધાઈ છે. પતિ સાથે મનમેળ ન થતા યુવતીએ યુવકને પોતાનો જીવનસાથી બનાવવાનો પ્રયાસ કર્યો જેમાં પ્રેમીએ દગો આપતા યુવતીને અંતે નિષ્ફળતા મળી હતી. ચાંદખેડા પોલીસની (Gujarat Police) કસ્ટડીમાં દેખાતા આ યુવકનું નામ છે ક્રિશ્ના જોશી. મૂળ હિંમતનગરના રહેવાસી આ આરોપીએ અમદાવાદની યુવતીને લગ્નની લાલચ આપી અમદાવાદ અને માઉન્ટ આબુ સહિતની જગ્યાઓ પર અલગ અલગ સમયે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ચાંદખેડા વિસ્તારમાં એકલવાયું જીવન વિતાવતી 30 વર્ષીય યુવતીને પહેલા લગ્ન વર્ષ 2019માં થયા હતા.

જોકે મનમેળ ન થતા યુવતીએ પતિ સાથે છુટાછેડા લીધા હતા. જે બાદ યુવતી પોતાની મિત્ર સાથે રહેતી હતી અને ઉદયપુર ખાતે જન્મદિવસની પાર્ટીમાં ગઈ હતી ત્યારે તેની મિત્રએ ક્રિષ્ના જોશી સાથે તેનો પરિચય કરાવ્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા ઉપર ક્રિષ્ના અને ભોગ બનનાર યુવતીને અવારનવાર ચેટિંગ થતી હતી. જેથી આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના ઘરે અને અલગ અલગ જગ્યા ઉપર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ભોગ બનનાર યુવતીને ગાડી પસંદ આવતા આરોપીએ તેને ગાડી લઈ અપાવવાનું કહીને ચાર લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. તેમજ યુવતીના ઘરે અવારનવાર રોકાઈને શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે થોડા દિવસ પહેલા યુવતીએ પ્રેમી ક્રિષ્ના જોશીનો ફોન ચેક કરતા તેમાં આરોપીના અન્ય યુવતીઓ સાથે પણ અનૈતિક સંબંધ હોવાનું ખુલ્યું હતું. જેથી યુવતીએ વધુ તપાસ કરતા પ્રેમીના લગ્ન અન્ય એક યુવતી સાથે થઇ ગયા હોવાની જાણ થઈ હતી. જે મામલે બંને વચ્ચે ઝઘડો થતા આરોપીએ યુવતીને બ્લોક કરી વાતચીત કરવાનું બંધ કર્યું હતું.

પ્રેમીએ દગો આપ્યો હોવાનું યુવતીને ધ્યાન આવતા આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ ગુનામાં પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. ત્યારે પોલીસે આરોપીએ યુવતીને જે જગ્યા ઉપર લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે તે તમામ જગ્યાઓ પરથી પુરાવાઓ એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">