Ahmedabad: જેલમાં બેસી ખંડણીનું નેટવર્ક ચલાવતા ગેંગસ્ટર અઝહર કીટલીની પોલીસે કરી ધરપકડ
જેલમાં બેસી ખંડણીનું નેટવર્ક ચલાવતા ગેંગસ્ટર અઝહર કીટલીની પોલીસે ધરપકડ કરી છે. 20 જેટલા ગંભીર ગુના આચરી ચૂકેલા અઝહર કીટલીએ જેલમાં બેઠા બેઠા જ પાંચ લાખ માંગવા ધમકી ભર્યા ફોન કરી વેપારીના ઘરે માણસો મોકલ્યા અને તોડફોડ કરી હતી.

Ahmedabad: જેલમાં બેસી ખંડણીનું નેટવર્ક ચલાવતા ગેંગસ્ટર અઝહર કીટલીની પોલીસે ધરપકડ કરી છે. 20 જેટલા ગંભીર ગુના આચરી ચૂકેલા અઝહર કીટલીએ જેલમાં બેઠા બેઠા જ પાંચ લાખ માંગવા ધમકી ભર્યા ફોન કરી વેપારીના ઘરે માણસો મોકલ્યા અને તોડફોડ કરી હતી. જેમાં ટ્રાન્સફર વોરંટના આધારે અઝહર કીટલી અને તેના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે.
ફોટોમાં દેખાતો આ છે કુખ્યાત અઝહર કીટલી. જે અગાઉ જુહાપુરામાં રહી અનેક ગુના આચરી ચુક્યો છે. અઝહર કીટલીએ સાબરમતી જેલમાં બેસીને એક વેપારીને ફોન કર્યો. અને વેપારીએ જવાબ ન આપતા અઝહર આવેશમાં આવી ગયો. બાદમાં તેણે તેના સાગરીતો મોકલી તોડફોડ કરાવી. અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અઝહર સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે. છતાંય જેલમાં બેસીને તે ખંડણીનું રેકેટ ચલાવતો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી ટ્રાન્સફર વોરંટના આધારે તેની ધરપકડ કરી છે. આરોપી અઝહર કીટલીનું જુહાપુરામાં જાહેરમાંરઘસ કાઢ્યું હતું.
અઝહર કીટલી અગાઉ અનેક ગુનામાં ઝડપાઇ પણ ચુક્યો છે. છતાંય જેલમાં બેસીને તે જેલના અધિકારીઓના આશીર્વાદથી ફોન કરી લોકોને ધમકાવી રહ્યો છે. આ મામલે વેજલપુર પોલીસે અઝહર કીટલી, અઝહર કબુતર, બબલુ સહિતના છ લોકો સામે ફરિયાદ નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. તાજેતરમાં અઝહર કીટલી પાસેથી ફોન મળી આવ્યો હતો. અને તે બાબતે રાણીપમાં ગુનો પણ નોંધાયો હતો. જે મામલે એસઓજી ક્રાઈમ તપાસ કરી રહી છે. તેવામાં જેલમાં રહીને વેપારીઓને ધમકાવતા અઝહર કીટલીના અન્ય સાગરીતોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.