AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વાસણામા 500 રૂપિયાની નજીવી રકમ માટે છરીના ઘા ઝીકી મિત્રની હત્યા કરાઇ, પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદના વાસણામાં માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરી છે. જેમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા કરી છે. જ્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ હત્યાના ત્રણ આરોપી દિનેશ ઉર્ફે બુઘો કોચરા, અજય મકવાણા અને વિજય મકવાણાની પોલીસે ધરપકડ કરી છે.

Ahmedabad : વાસણામા 500 રૂપિયાની નજીવી રકમ માટે છરીના ઘા ઝીકી મિત્રની હત્યા કરાઇ, પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
Ahmedabad Vasna Police Arrest Murder Accused
Mihir Soni
| Edited By: | Updated on: Nov 14, 2022 | 5:32 PM
Share

અમદાવાદના વાસણામાં માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરી છે. જેમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા કરી છે. જ્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ હત્યાના ત્રણ આરોપી દિનેશ ઉર્ફે બુઘો કોચરા, અજય મકવાણા અને વિજય મકવાણાની પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીએ રૂપિયા 500 માટે મિત્રની જ હત્યા કરી છે. આ સમગ્ર ઘટના વિગત મુજબ વાસણા વિસ્તારમાં આવેલા સોરાઇ નગરમાં રહેતા દેવેન્દ્ર રાજપુત નામના યુવકની મોડીરાતે ઘાતકી હત્યા કરવામાં આવી છે. દેવેન્દ્ર રાજપુત મુળ યુપીનો છે અને છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદના વાસણા ખાતે પરિવાર સાથે રહે છે અને સોરાઇ નગર ખાતે પાનપાર્લર ચલાવે છે.

દેવેન્દ્રએ તેના મિત્રોને ગાળો બોલીને લાકડી મારી દીધી હતી

દેવેન્દ્ર રાજપુતે થોડાક સમય પહેલા તેના મિત્ર દિનેશ પાસેથી 500 રૂપિયા ઉધાર લીધા હતા. ગઇકાલે પાર્લર પર તેના મિત્રો બેઠા હતા ત્યારે રૂપિયાની લેતીદેતી મામલે બબાલ થઇ હતી. મિત્રોએ દેવેન્દ્ર પાસે 500 રૂપિયા પરત માંગ્યા હતા જે મૃતકે આપવાનો ઇન્કાર કરી દેતા મામલો બીચક્યો હતો. દેવેન્દ્રએ 500 રૂપિયા આપવાની ના પાડી દીધી હતી જેથી મિત્રોએ તેને થપકો આપ્યો હતો. જોતજોતામાં મામલો એટલી હદે ગરમાયો કે દેવેન્દ્રએ તેના મિત્રોને ગાળો બોલીને લાકડી મારી દીધી હતી.ત્રણેય મિત્રો પૈકી એકને લાકડી વાગતા તમામ લોકોએ દેવેન્દ્રને મારમાર્યો હતો અને બાદમાં છરી ના ઘા ઝીંકી હત્યા કરી દીધી.

ઉઘરાણીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મિત્રએ હત્યા કરી દીધી

આ હત્યાની જાણ વાસણા પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને દેવેન્દ્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. તપાસમાં સામે આવ્યું કે દેવેન્દ્રએ 2009માં પ્રેમ લગ્ન કર્યા હતા. અને તેને સંતાનમાં 2 બાળકો છે. પત્ની મોરયા ખાતે કારખાનામાં સિલાઈ કામ કરે છે.. જ્યારે દેવેન્દ્ર પાન પાર્લર દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે.. મૃતક દેવેન્દ્ર, દિનેશ, વિજય અને અજય ચારેય મિત્રો હતા.. તેઓ દરરોજ પાન પાર્લર પર મળતા હતા. જેમાં થોડા દિવસ પહેલા દેવેન્દ્રએ રૂપિયા 500 ઉછીના લીધા હતા.જેથી દિનેશ પૈસાની ઉઘરાણી કર્યા કરતો હતો.. આ ઉઘરાણીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મિત્રએ હત્યા કરી દીધી. વાસણા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.

આ હત્યા કેસમાં વાસણા પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી. આ આરોપી હથિયાર ક્યાંથી લાવ્યા અને તેમનો ગુનાહિત ઇતિહાસને લઈને પોલીસે તપાસ શરૂ કરી.

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">