AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન રોકવા ચૂંટણી પંચે Cvigil એપ્લિકેશન કાર્યરત કરી

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન રોકવા માટે ચૂંટણી કમિશન દ્વારા Cvigil એપ્લિકેશન કાર્યરત કરાઈ છે. જે એપ્લિકેશનમાં અત્યાર સુધી 850 ઉપર ફરિયાદ આવી છે. તો એપ્લિકેશન શરૂ કરાયાના આજ સુધીના સમયમાં 19,000 જેટલા લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે

Gujarat Election 2022 : ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન રોકવા ચૂંટણી પંચે Cvigil એપ્લિકેશન કાર્યરત કરી
Election Commission Cvigil Application
Darshal Raval
| Edited By: | Updated on: Nov 14, 2022 | 5:04 PM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન રોકવા માટે ચૂંટણી કમિશન દ્વારા Cvigil એપ્લિકેશન કાર્યરત કરાઈ છે. જે એપ્લિકેશનમાં અત્યાર સુધી 850 ઉપર ફરિયાદ આવી છે. તો એપ્લિકેશન શરૂ કરાયાના આજ સુધીના સમયમાં 19,000 જેટલા લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. જેમાં વિધાનસભા 2022 ચૂંટણીને લઈને વિવિધ પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો એ પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો છે. સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પણ પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. ત્યારે આ ચૂંટણી માહોલ વચ્ચે વિવિધ પાર્ટીઓ ચૂંટણીના નિયમનું પાલન કરે તે જોવું તેટલું જરૂરી છે. અને જો ઉલ્લંઘન થાય તો તેની જાણ તંત્રને થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગુજરાત ઇલેકશન 2022 : જે  વ્યવસ્થાના ભાગરૂપે ચૂંટણી કમિશન દ્વારા Cvigil એપ્લિકેશન કાર્યરત કરી છે. જે એપ્લિકેશનના મારફતથી રાજકીય પાર્ટી દ્વારા જો ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય તો તેની ફરિયાદ નાગરિકો એપ્લિકેશન મારફતે કરી શકે. અને તેના પરથી વહીવટી તંત્ર તેના ઉપર કાર્યવાહી કરી શકે. જે એપ્લિકેશન લોકો પ્લે સ્ટોર મારફતે ડાઉનલોડ કરી શકે છે. જેમાં સૌપ્રથમ ભાષા પસંદગી કરીને બાદમાં પોતાનો મોબાઈલ નંબર એડ કરીને ઓટીપી મળ્યા થી ઓટીપી એડ કરીને પોતાની જરૂરી વિગતો ભરીને એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેરાત થતાની સાથે તંત્રએ હરકતમાં આવીને ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી. સાથે જ લોકોની ફરિયાદો અને રજૂઆતો સાંભળવા માટેની પણ વ્યવસ્થા કરી. જેમાં ચૂંટણીની જાહેરાત થયા બાદ થી cvigil નામની એપ્લિકેશન પણ શરૂ કરી છે. જે એપ્લિકેશન શરૂ કરાયાના અત્યાર સુધીના સમયગાળા દરમિયાન અંદાજે 19000 જેટલા લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. અને તેમાં પણ સૌથી વધુ સુરત અને અમદાવાદમાં નાગરિકોએ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી છે.

33 જિલ્લામાંથી 850 ઉપર ફરિયાદો આવી

Cvigil એપ્લિકેશન મારફતે 33 જિલ્લામાંથી 850 ઉપર ફરિયાદો આવી છે. જેમાં સૌથી વધુ ફરિયાદ સુરતમાંથી અંદાજે 300 જેટલી જ્યારે અમદાવાદ માંથી અંદાજે 80 જેટલી ફરિયાદ નોંધાય છે. જે ફરિયાદોનો નિકાલ કરવા માટે તંત્ર દ્વારા 600 ઉપર ફ્લાઈંગ સકોર્ડ ટીમની પણ રચના કરવામાં આવી છે. જે ફ્લાઇંગ સ્કોર્ડ ફરિયાદ મળતાની સાથે સ્થળ પર પહોંચે છે અને કાર્યવાહી કરે છે.

ચૂંટણી કમિશન દ્વારા બનાવવામાં આવેલી એપ્લિકેશનમાં 16 જેટલી વિવિધ ફરિયાદો કરી શકાય

ચૂંટણી કમિશન દ્વારા બનાવવામાં આવેલી એપ્લિકેશનમાં 16 જેટલી વિવિધ ફરિયાદો કરી શકાય છે. જો તેમાની કેટલીક ફરિયાદની વાત કરવામાં આવે તો રૂપિયા વિતરણ થાય એટલે કે ગિફ્ટ કે કોઈપણ વિતરણ થાય દારૂનું વિતરણ થાય તે બાબતની ફરિયાદ. મંજૂરી વગર પોસ્ટર કે બેનર લગાવવામાં આવે તેની ફરિયાદ. ધાક ધમકી કે હથિયારનો ઉપયોગ થાય તો તેની ફરિયાદ. મંજૂરી વગર વ્હીકલ કે કોનવેય નીકળતા હોય તેની ફરિયાદ આચાર સંહિતા લાગુ થયા બાદ કેમ્પેન થાય તેમજ અન્ય બાબતો ની પણ ફરિયાદ આ એપ્લિકેશન મારફતે કરી શકાય છે.

Cvigil એપ્લિકેશન અત્યાર સુધી અંદાજે 19000 લોકોએ ડાઉનલોડ કરી

Cvigil એપ્લિકેશન અત્યાર સુધી અંદાજે 19000 લોકોએ ડાઉનલોડ કરી છે. જેમાં સુરતમાં 2500 ઉપર લોકોએ જ્યારે અમદાવાદમાં પણ 2500 ઉપર લોકોએ તેમજ રાજકોટમાં 1000 ઉપર વડોદરામાં 900 ઉપર જ્યારે બનાસકાંઠામાં 800 ઉપર લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. તો આ એપ્લિકેશનમાં સુરતમાંથી 250 ઉપર અમદાવાદમાં 80 જેટલી રાજકોટમાં 40 ઉપર વડોદરામાં 25 ઉપર બનાસકાંઠામાં 25 ઉપર જેટલી ફરિયાદો મળી છે. અને તેમાં પણ એપ્લિકેશન શરૂ થયા ના અત્યાર સુધીમાં મંજૂરી વગર પોસ્ટર કે બેનર લગાવ્યા  અંગેની 550 ઉપર ફરિયાદ મળી છે.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">