Ahmedabad : ઘરના ઘરનું સ્વપ્ન રોળાયું, ગ્રાહકોને નવા ફ્લેટ તેમજ લોનની લાલચ આપી છેતરપિંડીની ફરિયાદ

Ahmedabad : ઘરના ઘરનું સ્વપ્ન રોળાયું, ગ્રાહકોને નવા ફ્લેટ તેમજ લોનની લાલચ આપી છેતરપિંડીની ફરિયાદ
Ahmedabad Builder Fraud Complaint

અમદાવાદમાં (Ahmedabad) આ ઠગ ટોળકીએ જુદી-જુદી સ્કીમમા લોભામણી લાલચ આપતી હતી. લોકોને પુરાવા વિના હોમલોન કરાવી આપવાની લાલચ આપી એડવાન્સ પેટે અલગ અલગ રકમ પડાવી લઈ તેમને મકાન નહીં આપી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસની જુદી જુદી ટીમોએ આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Harin Matravadia

| Edited By: Chandrakant Kanoja

May 24, 2022 | 8:00 PM

અમદાવાદમાં(Ahmedabad) આંખોમા પોતાના ઘરના સપના(Home)સાથે પોલીસ સ્ટેશન પહોંચેલા આ પરિવાર ન્યાયની માંગ કરી રહયો છે. નારોલમા લોભામણી લાલચ આપીને ફલેટ બુકીંગ કરીને બિલ્ડર અને તેના માણસોએ છેતરપિડી(Fraud)આચરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઘટનાની વિગત મુજબ લાંભા ઇન્દીરાનગરમાં રહેતા 56 વર્ષીય સુર્યકાંતભાઈ પરમાર વકીલાત કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 30 ઓકટોબરના 2020ના રોજ સુર્યકાંતભાઈ અને તેમની પત્ની નારોલ ભંમરીયા કુવા પાસેથી પસાર થતા હતા તે સમયે તેમણે ડી.જી.ગૃપ દ્વારા ફલેટની સ્કીમની જાહેરાત જોઈ હતી જેમાં નારોલ, વટવા રામોલ વસ્ત્રાલ નરોડા વગેર વિસ્તારોમાં મકાન ખરીદવા માટે આવકના પુરાવા વિના હોમલોન મેળવીને મકાનના માલિક બનવાની લોભામણી જાહેરાત જોઈ હતી.

જેથી બંને પતિ પત્ની ડી જી ગૃપ દ્વારા આયોજીત આ પ્રોપર્ટી શો માં ગયા હતાં, જેનુ આયોજન દિપાલીબેન પટેલ અને ગંભીરભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યુ હતુ.. જેમા ડી જી ગ્રૃપ દ્રારા ફલેટ બુકીંગ પર ફર્નીચર, એકટીવા અને એક તોલા સોનાની ભેટની લાલચ આપી હતી. સુર્યકાંતભાઈએ બુકીગ તો કરાવ્યુ પરંતુ સપનાનુ ઘર તો સપનુ જ રહયુ.

બુકિંગના રૂપિયા મેળવી રૂ.55.54 લાખની ઠગાઇ કરી

નારોલમાં ઠગ ટોળકીએ ડી.જી. ગ્રુપ નામથી વેદિકા રેસીડેન્સી નામની લોભામણી સ્કીમ મુકી લોકો પાસે બુકિંગના રૂપિયા મેળવી રૂ.55.54 લાખની ઠગાઇ કરી છે. આ અંગે નારોલ પોલીસે દિપાલી પટેલ, ગંભીરભાઇ ડાભી, પ્રતિકકુમાર કેજરીવાલ, હાર્દિકભાઇ ડોડીયા અને સદ્દામહુસૈન મન્સુરી વિરુધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકીએ 20થી વધુ લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાનુ ખુલ્યુ છે.

ટીમોએ આરોપીની શોધખોળ શરૂ કરી

મહત્વનુ છે કે આ ઠગ ટોળકીએ જુદી-જુદી સ્કીમમા લોભામણી લાલચ આપતી હતી. લોકોને પુરાવા વિના હોમલોન કરાવી આપવાની લાલચ આપી એડવાન્સ પેટે અલગ અલગ રકમ પડાવી લઈ તેમને મકાન નહીં આપી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસની જુદી જુદી ટીમોએ આરોપીની શોધખોળ શરૂ કરી છે.

મહત્વનું છે કે અનેક લોકો એવા પણ હોય છે જે અલગ અલગ વિસ્તારમાં જઇને નવી ફ્લેટ કે મકાનની સ્કીમ જોઈ શકતા નથી ત્યારે આવા પ્રોપર્ટી એક્સ્પો યોજવામાં આવતા હોય છે જેનાથી લોકોને એક જ જગ્યા પર અનેક નવી સ્કીમોમાં જાણકારી મળી રહે છે ત્યારે આવી જ રીતે ગ્રાહકોને પોતાના ઘરના ઘર માટેના સપના પર પાણી ફેરવી દેનારી આ ટોળકી સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવું ભોગ બનનારા ઈચ્છી રહ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati