Ahmedabad: ગજબની છેતરપિંડી, ટ્રાન્સપોર્ટરો જોડે સામાન બુક કરીને ખાતામાં નાણાં જમાં કરાવી સીમ કાર્ડ બંધ કરી દેતો આરોપી ઝડપાયો

Harin Matravadia

|

Updated on: Mar 22, 2023 | 11:55 PM

પોલીસે ટેકનીકલ સર્વેલન્સ, હ્યુમન રીસોર્સીસ આધારે તપાસ કરતા આરોપી સંદીપ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં હોવાનું સામે આવતા પોલીસની એક ટીમ મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે આરોપીને પકડવા રવાના થઈ હતી અને આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સંદીપની પુછપરછ દરમ્યાન સંદીપે અલગ અલગ રાજ્યોમાં ઘણા બધા ટ્રાન્સપોર્ટર તેમજ કંપનીઓ સાથે આ રીતે છેતરપીડી વિશ્વાતઘાત કરેલાની કબુલાત પણ કરી હતી.

Ahmedabad: ગજબની છેતરપિંડી, ટ્રાન્સપોર્ટરો જોડે સામાન બુક કરીને ખાતામાં નાણાં જમાં કરાવી સીમ કાર્ડ બંધ કરી દેતો આરોપી ઝડપાયો
Ahmedbadad Fraud Accused Arrested

Follow us on

અમદાવાદમાં ગત તારીખ 6 માર્ચના રોજ અસલાલી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઈ જતી જેમાં મહેદીપુર બાલાજી રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટના માલીકે સંદીપ સોરેને સેફ એન્ડ સિક્યોર લોજીસ્ટીક પ્રા.લી કંપની માંથી નવ ટ્રક સામાન ભરી કુલ 3,84,000 રૂપિયા ભાડા પેટે નક્કી કરી ટ્રક માલીકો પાસે નવ ટ્રક મંગાવી ભાડા પેટેના સંપુર્ણ રૂપીયા પોતાના ખાતામાં જમા થયા બાદ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દઇ અને ટ્રક માલીકોને ભાડા પેટેની રકમ આપી નહી .જેથી સેફ એન્ડ સિક્યોર લોજીસ્ટીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીના કર્મચારીએ સંદીપ સોરેન વિરુધ્ધ અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ટ્રક માલીકોને ભાડા પેટે નક્કી થયેલી રકમ આપતો નથી

જેમાં સમગ્ર મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સંદીપ સોરેન અગાઉ પણ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા જેવા અલગ અલગ રાજ્યમાં ટ્રાન્સપોર્ટર પાસે થી ટ્રક બુક કરી કંપનીનો સામાન ભરી પોતે બ્રોકર તરીકે કામ કરી ભાડા પેટે નક્કી થયેલ સંપુર્ણ રકમ પોતાના ખાતામાં જમા થયા બાદ ફોન સ્વીચ ઓફ કરી ટ્રક માલીકોને ભાડા પેટે નક્કી થયેલી રકમ આપતો નથી અને પોતાનો ફોન સ્વીચ ઓફ કરી નવુ સીમ કાર્ડ ખરીદી લેતો હતો. આરોપી સંદીપ મુળ હરિયાણાનો છે હાલમાં તેની કોઇ ઓફીસ નથી અને પોતે અલગ અલગ નંબર થી ટ્રાન્સપોર્ટર તેમજ કંપનીઓ સાથે સંપર્ક કરી પોતે બ્રોકર તરીકેની ઓળખ આપી લોકો સાથે છેતરપીડી કરી વિશ્વાતઘાત કરતો હોવાનુ સામે આવ્યું છે.

આરોપી સંદીપ સોરેન અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે છે અને આ પ્રકારનું ફ્રોડ કરતો રહે છે

અસલાલી પોલીસે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ આરોપી સંદીપ સોરેનને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી અને આરોપી મુળ હરિયાણા રાજ્યનો હોવાથી તેના ઘરે તપાસ કરતા હાજર મળી આવ્યો નો હતો. સંદીપ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના વતનમાં આવતો ન હોવાનુ પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા આરોપી સંદીપની સાસરી રાજસ્થાન હનુમાનગઢ ખાતે હતી ત્યા પણ તપાસ કરતા મળ્યો નો હતો. જે બાદ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે આરોપી સંદીપ સોરેન અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે છે અને આ પ્રકારનું ફ્રોડ કરતો રહે છે.

જેથી પોલીસે ટેકનીકલ સર્વેલન્સ, હ્યુમન રીસોર્સીસ આધારે તપાસ કરતા આરોપી સંદીપ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં હોવાનું સામે આવતા પોલીસની એક ટીમ મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે આરોપીને પકડવા રવાના થઈ હતી અને આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સંદીપની પુછપરછ દરમ્યાન સંદીપે અલગ અલગ રાજ્યોમાં ઘણા બધા ટ્રાન્સપોર્ટર તેમજ કંપનીઓ સાથે આ રીતે છેતરપીડી વિશ્વાતઘાત કરેલાની કબુલાત પણ કરી હતી. હાલતો અસલાલી પોલીસે આરોપી સંદીપ સોરનની ધરપકડ કરી અલગ અલગ છેતરપિંડીના ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :Rajkot : વાવડી ગ્રામ પંચાયતના દસ્તાવેજો ગુમ થવાના કેસમાં કલેકટરની કાર્યવાહી, તલાટીને કર્યા સસ્પેન્ડ

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati