Ahmedabad : બ્રાન્ડેડ કંપનીના સનફ્લાવર તેલના નામે બનાવટી તેલના વેચાણનું કૌંભાંડ ઝડપાયુ

|

Apr 20, 2022 | 6:22 PM

અમદાવાદના શાહપુરમાં આવેલ ગણેશ કિરાણા સ્ટોરમાં બ્રાન્ડેડ કંપનીનું બનાવટી સનફ્લાવર ઓઇલ વેચાઈ રહ્યું છે. જેના આધારે કંપની ના લીગલ એક્ઝિક્યુટિવ એ પોલીસને જાણ કરીને રેડ કરી હતી.

Ahmedabad : બ્રાન્ડેડ કંપનીના સનફ્લાવર તેલના નામે બનાવટી તેલના વેચાણનું કૌંભાંડ ઝડપાયુ
Ahmedabad Police Arrest Four Accused In Duplicate Oil Scam

Follow us on

અમદાવાદના(Ahmedabad)શાહપુર વિસ્તાર માં બ્રાન્ડેડ કંપનીના સનફ્લાવર તેલ(Sunflower Oil)ના નામે બનાવટી  તેલ વેચતા દુકાનદારને ઝડપી અલગ અલગ જગ્યા એ રેડ કરીને ઝોન 2 એલ સી બી સ્કોર્ડ એ બનાવટી તેલ(Duplicate Oil)વેચવામાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ઝોન 2 એલ સી બી સ્કોર્ડ એ કુલ 4 આરોપી ઓને ઝડપી બનાવટી તેલ ના 15 લિટર ના કુલ 37 ડબ્બા જપ્ત કર્યા છે. શાહપુરના એક જાગૃત નાગરીકે કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી કે શાહપુર માં આવેલ ગણેશ કિરાણા સ્ટોરમાં બ્રાન્ડેડ કંપનીનું બનાવટી સનફ્લાવર ઓઇલ વેચાઈ રહ્યું છે. જેના આધારે કંપની ના લીગલ એક્ઝિક્યુટિવ એ પોલીસને જાણ કરીને રેડ કરી હતી.

તેની બાદમાં તેઓ પાલડી માં આવેલ યોગીરાજ ડિસ્ટ્રીબ્યુટર અને નારાયણ પ્રોવિઝન સ્ટોરમાંથી આ જથ્થો લાવતા હોવાનુ જાણવા મળતા પોલીસ એ ત્યાં પણ રેડ કરી હતી.

તેલના ડબ્બા પર પ્રખ્યાત કંપનીનું સ્ટીકર લગાવી વેચી રહ્યા હતા

આ બંને દુકાનદારો આસ્ટોડિયાના અસ્ફાક પાસે થી તેલ નો જથ્થો લાવતા હોવાનુ જાણવા મળતા પોલીસ એ તપાસ દરમિયાન કુલ 15 લિટર નો એક એમ કુલ 37 ડબ્બા જપ્ત કરીને ચારેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ શરૂ કરી છે. જેમાં પકડાયેલ આરોપી અસ્ફાકની પુછપરછ કરતા સામે આવ્યું કે ઓઢવનો મહેશ પટેલ આ પ્રખ્યાત તેલના ડબ્બા નામે નકલી તેલના ડબ્બા સપ્લાય કરી રહ્યો છે.ચારેય આરોપીએ કબૂલાત કરી છે કે છેલ્લા 4 મહિનાથી નકલી તેલના ડબ્બા પર પ્રખ્યાત કંપનીનું સ્ટીકર લગાવી વેચી રહ્યા છે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

પોલીસ પ્રાથમિક તપાસમાં આરોપીઓ 2300 રૂપિયા તેલ ડબ્બો ખરીદીને બજારમાં 2900 રૂપિયાનો ડબ્બો વેંચતા હતા..હાલ ફરાર આરોપી મહેશ પટેલ પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે બીજી બાજુ તેલ ડબ્બામાં કેવી રીતે ભેળસેળ કરી પ્રખ્યાત કંપની નામે વેંચતા હતા તે દિશામાં તપાસ ચક્રોગતિમાન કર્યા છે.ત્યારે તેલના ડબ્બા ખરીદતા પહેલા ગ્રાહકો ચેતી જવાની જરૂર છે.

આ પણ વાંચો : સુરત પોલીસનું ‘NO Drugs in Surat city’ કેમ્પેઇન, 10 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લીધો

આ પણ વાંચો :  સુરત : કુખ્યાતની ધરપકડ દરમિયાન પોલીસ ટીમ પર ટોળાનો પથ્થરમારો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Next Article