Ahmedabad : અમદાવાદમાં વિકાસલક્ષી કાર્યો માટે, ગુજરાત સરકારે ફાળવી 702 કરોડ રૂપિયાની ગ્રાન્ટ

Ahmedabad Municipal Corporation : ગુજરાત સરકારે અમદાવાદ શહેરમાં વિવિધ પ્રજાલક્ષી કાર્યો માટે રૂપિયા 702 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. આ નાણાંમાંથી, શાળા, બોર્ડ ઓફિસ, મલ્ટીલેવલ પાર્કિગ, રેલવે ઓવરબ્રીજ, રેલવે અંડરબ્રિજ, પ્રદુષણ નિયંત્રણ માટે ખર્ચ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 4:11 PM

Ahmedabad Municipal Corporation : ગુજરાત સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વિકાસના કામો (developmental work) માટે 702 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ ગ્રાન્ટથી અમદાવાદ કોર્પોરેશનની હદમાં આવતા વિસ્તારોમાં વિવિધ પ્રજાલક્ષી વિકાસના કામો કરવામાં આવશે.

રાજ્ય સરકારે ફાળવેલ રૂપિયામાંથી,  અમદાવાદ શહેરમાં રોડ રિસરફેસિગ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ( Strome water drainage ) સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા વિકાસના કામો કરવામાં આવશે. આ ઉપરાંત પાણી પૂરવઠા, ફાયરના સાધનો, તળાવ ડેવલપમેન્ટ ( Development) વગેરેના કામો માટે 354.80 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

ઉપરાંત બિલ્ડીંગ, શાળા, બોર્ડ ઓફિસ, મલ્ટીલેવલ પાર્કિગ જેવા સામાજિક આંતરમાળખાકીય વિકાસના(Infrastructural Growth) કામો માટે 85 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે શહેરમાં બે રેલવે ઓવરબ્રીજ અને એક રેલવે અંડરબ્રિજ બનાવવા માટે રૂ.8 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 300ને પાર પહોંચી ગયો છે ,ત્યારે આ સ્થિતિમાં શહેરની હવાને શુદ્ધ કરવા મ્યુનિસિપલને કેન્દ્ર તરફથી 91 કરોડની ગ્રાન્ટ મળી છે. આ ગ્રાન્ટની મદદથી શહેરમાં મુખ્યત્વે પ્રદુષણને ઘટાડવા માટે 6 પ્રકારની કામગીરી કરવામાં આવશે. જેમાં, પ્રદૂષણ રોકતાં ટાવર ઉભા કરાશે,પબ્લિક ટ્રાન્સપોર્ટમાં (Public Transport) સુધારો કરવામાં આવશે,15 કરોડના ખર્ચે શહેરમાં વધુ વૃક્ષો વાવવા, ગ્રીન કવર તૈયાર કરવું. ઉપરાંત એર ક્વોલિટીના તમામ ધારાધોરણ જળવાઈ રહે તે માટે વિશેષ સેલ સ્થાપવા 5 કરોડની જોગવાઈ કરાશે.

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">