AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે ફૂડ ફેસ્ટિવલ, રોયલ ભોજન સાથે પ્રાદેશિક વાનગીઓની થીમ રહેશે

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ, પુસ્તક મેળો, ફ્લાવર શો બાદ હવે ફૂડ ફેસ્ટિવલનુ પણ આયોજન અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત 'ફૂડ ફોર થૉટ ફેસ્ટ' ઉજવવામાં આવશે. સંપૂર્ણ શાકાહારી અવતારમાં 8 થી 10 માર્ચ સુધી ત્રણ દિવસીય ફૂડ ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે ફૂડ ફેસ્ટિવલ, રોયલ ભોજન સાથે પ્રાદેશિક વાનગીઓની થીમ રહેશે
Narendra Rathod
| Edited By: | Updated on: Feb 29, 2024 | 1:29 PM
Share

સ્વાદપ્રિય અમદાવાદીઓ માટે પ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા ત્રણ દિવસીય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 8 થી 10મી માર્ચ સુધી સાબરમતી રિવરફ્રન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે .જેમાં ‘લક્ઝરી સ્વાદ’ અને ‘પ્રાદેશિક સ્વાદ’ એમ બે થીમ પર ફૂડકોર્ટ હશે. કોફી લવર્સ માટે અલગ કોફી કોર્ટ પણ બનાવવામાં આવશે.

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ, પુસ્તક મેળો, ફ્લાવર શો બાદ હવે ફૂડ ફેસ્ટિવલનુ પણ આયોજન અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ‘ફૂડ ફોર થૉટ ફેસ્ટ’ ઉજવવામાં આવશે. સંપૂર્ણ શાકાહારી સ્વરુપમાં 8 થી 10 માર્ચ સુધી ત્રણ દિવસીય ફૂડ ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે.

બે લાખ ચોરસ ફૂટમાં યોજાનાર ફેસ્ટિવલમાં વાર્તાલાપ, કુકીંગ સ્કીલ અને વિચારોના આદાનપ્રદાન અને દક્ષિણ એશિયાના વિવિધ કુકીંગ વારસાની ઉજવણી થશે. જેમાં કેટલીક મોટી હસ્તીઓ અને નિષ્ણાતો, માસ્ટર શેફ સાથેની વાનગીઓની શોધ સાથે સમગ્ર પરિવાર માટે અનુભવો દર્શાવતા ઇન્ફોટેનમેન્ટથી ભરપૂર રહેશે.

માસ્ટર શેફ અને નિષ્ણાતો ઉપસ્થિત રહેશે

ફૂડ ફેસ્ટિવલમાં જાણીતા શેફ અને નિષ્ણાતો લાઈવ ડેમો અને આહાર અંગે સમજણ આપતા કાર્યક્રમો પણ યોજાશે. જેમાં લંડનની નેટફિલેક્સ સ્ટાર શેફ અસ્મા ખાન, બાંગ્લાદેશ ટીવી સ્ટાર શેફ નાહિદ ઉસ્માન, આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલી લેખક અને ખાદ્ય વિવેચક રશ્મિ ઉદય સિંહ, લિજેન્ડરી શેફ મનજીત ગિલ, શેફ સુવીર સરન, સેલિબ્રિટી શેફ અનાહિતા ઘોડી, નેપાળના રોહિણી રાણા. પદ્મશ્રી ડૉ. પુષ્યેશ પંત, સુપર મોડલ લક્ષ્મી રાણા, ફેશન ડિઝાઇનર નિખિલ મેહરા, પત્રકાર પૂજા તલવાર, નવાબ કાઝિમ અલી ખાન રામપુર, મહારાણી રાધિકા રાજે ગાયકવાડ બરોડાના કેટલાક નામ પણ સામેલ છે.

લક્ઝરીનો સ્વાદ અને ‘પ્રાદેશિક સ્વાદ’ની થીમ

દક્ષિણ એશિયાના દેશોના પ્રાદેશિક ભોજન અને લક્સ્ઝરી ભોજન માટેની બે અલગ અલગ થીમ નક્કી કરવામાં આવી છે. તો મુલાકાતીને જીવંત કોફી પ્લાન્ટ, લણણી કરેલ લીલી કોફી બીન્સ, શેકવાની પ્રક્રિયા, અરેબિકા અને રોબસ્ટાની જાતો વચ્ચેનો તફાવત અને છેલ્લે તાજી ઉકાળેલી કોફીનો સ્વાદ માણવાથી લઈને કોફીની મુસાફરીનો અનુભવ થાય એ માટે કોફી પેવેલિયન પણ હશે.

રોયલ ભોજન અને મંદિરોનો BHOG પણ હશે

ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ અલાગબલાગ પેવેલિયન બનાવવામાં આવશે. જેમાં અલગ અલગ પ્રકારના ભોજન મળશે. જનરલ એન્ટ્રી ફી 50 રૂપિયા જ્યારે સ્પેશિયલ પેવેલીયનની એન્ટ્રી ફી 1500 થી 3000 હશે. જેમાં જમવાનું પણ આવી જશે. ત્રણ પેવેલિયનની વાત કરવામાં આવે તો બાલાસિનોર, ગોંડલ, ઢેંકનાલ, લીંબડી, ગ્વાલિયર જેવા રાજવી પરિવારોના વંશજો દ્વારા પ્રસ્તુત ‘કિચન ઓફ ધ કિંગ્સ’ના સહયોગમાં શાહી પરિવારોની વાનગીઓનું પ્રદર્શન હશે.

  • એક વેલનેસ પેવેલિયન કે જે સેલિબ્રિટી શેફ ગીતમ મેહર્ષિ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.જે આધુનિક ભારતીય ભોજન પીરસશે, જે આયુર્વેદ દ્વારા નિર્ધારિત ત્રણ પ્રકારના શરીરના આધારે બનાવવામાં આવશે.
  • એક આધ્યાત્મિક મંડપ કે જે ભારતમાંથી બે આદરણીય મંદિરોમાં BHOG તરીકે ઓફર કરવામાં આવતા ભોજન પીરસશે, પુરીમાં આવેલ જગન્નાથ મંદિર અને વૃંદાવનમાં રાધા રમણ મંદિર કે જેમાં રાસ લીલા અને કીર્તનીયાઓના આત્માપૂર્ણ જીવંત પ્રદર્શન સાથે હશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">