Ahmedabad: ગલૂડિયાની સુરક્ષાના સાયકોલોજીકલ કારણથી માદા શ્વાનના કરડવાની ઘટના વધી!

જે શ્વાન હડકાયું હોય તે દસેક દિવસમાં મોતને ભેટે છે જો આવું લાગતું હોય તો તેવા શ્વાનને અલાયદું રાખવું જોઈએ. જે શ્વાન હડકાયું થયું હોય તો તે સ્ટેબલ રહેતુ નથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગ્યા કરતું હોય છે આ સ્થિતિમાં રક્ષણ મેળવવા શ્વાન સાથે માનવીય વ્યવહાર કરવો જોઈએ.

Ahmedabad: ગલૂડિયાની સુરક્ષાના સાયકોલોજીકલ કારણથી માદા શ્વાનના કરડવાની ઘટના વધી!
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Feb 26, 2023 | 2:10 PM

અમદાવાદ સહિત રાજયભરમાં રખડતાં શ્વાન લોકોને બચકાં ભરી લેતા હોય તેવી ઘટનામાં ખૂબ જ વધારો થયો છે, છેલ્લા થોડા દિવસોમાં આ આંકડો ચિંતાજનક રીતે વધ્યો છે. ત્યારે AMCના આંકડા મુજબ વર્ષ 2022માં પણ શ્વાન કરડવાના કેસ ખૂબ નોંધાયા હતા. વર્ષ 2022માં કુલ 58 હજાર 125 કેસ કૂતરાં કરડી જવાના નોંધાયા હતા.

શ્વાન સાથે માનવીય વ્યવહાર જરૂરી

અચાનક આ પ્રકારની ઘટનાઓ વધવા અંગે વેટરનરી તબીબોએ જણાવ્યું હતું કે શ્વાનના આ પ્રકારના વર્તન પાછળ એક સાયકોલોજી કામ કરે છે. વળી ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાના સમયગાળામાં માદા શ્વાન બચ્ચાઓને જન્મ આપતા હોવાથી તેમના રક્ષણને લઈને થોડા વધારે આક્રમક બનવાથી આવા બનાવો વધે છે.

શ્વાનની સાયકોલોજી હોય છે કે કઈ ગાડી તેના પગ કે તેની આસપાસના શ્વાનના પગ ઉપર ફરી વળી હોય તો તે બીજી કારને કે વાહનને જોતા જ દોટ મૂકે છે. જે શ્વાન હડકાયું હોય તે દસેક દિવસમાં મોતને ભેટે છે જો આવું લાગતું હોય તો તેવા શ્વાનને અલાયદું રાખવું જોઈએ. જે શ્વાન હડકાયું થયું હોય તો તે સ્ટેબલ રહેતુ નથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગ્યા કરતું હોય છે આ સ્થિતિમાં રક્ષણ મેળવવા શ્વાન સાથે માનવીય વ્યવહાર કરવો જોઈએ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

એક જ દિવસમાં શ્વાનના હુમલાની જીવલેણ ઘટનાઓ બની

રાજ્યમાં શ્વાનનો હાહાકાર મચ્યો છે અને સાબરકાંઠામાં બે વર્ષના બાળક ઉપર હુમલો કર્યો હતો તો સુરતમાં બે બાળકીઓ પર હુમલો થયો હતો અને જામનગરમાં પણ શ્વાને 4 લોકોને નિશાન  બનાવ્યા હતા. સુરતના ભેસ્તાન વિસ્તારમાં ફરીથી શ્વાને ઘર પાસે રમતી બે બાળકીઓને બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી છે. શ્વાને બાળકીઓને માથા ઉપર, ગાલ તેમજ પગ ઉપર બચકાં ભરતા ગંભીર ઈજાઓ થઈ છે. વારંવાર થતા શ્વાનના હુમલાને લીધે નાના બાળકોના વાલીઓમાં ભય ફેલાઈ ગયો છે અને હવે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

તો જામનગરમાં ધુતારપર-ધુળશિયા સીમ વિસ્તારમાં શ્વાને કેટલાક લોકો પર બચકા ભર્યા. જેના કારણે બે બાળક, વૃદ્ધા સહિત ચાર વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને હાલ જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જ્યારે બીજી તરફ સાબરકાંઠામાં જિલ્લાના ઈડર તાલુકાના ગોરલ ગામે 2 વર્ષના બાળકને શ્વાને બચકા ભરીને ગંભીર રીતે ઘાયલ કરી દીધો છે. બાળકને શ્વાને હુમલો કરતા માતાએ આખરે બે પગ ખેંચીને બાળકને શ્વાનના મોંઢામાંથી છોડાવી લઈને બચાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યા સુધીમાં બાળકના ચહેરા અને શરીર પર અનેક ઘા કરી દીધા હતા. માસૂમ બાળકના ચહેરાની એટલી હદે વિચલીત કરી દે તેવા ઘા કર્યા હતા કે, બાળકને જીવ બચવા બાદ પણ તેના માસૂમ ચહેરા પરથી નિશાન મટવા મુશ્કેલ બની રહેશે.

g clip-path="url(#clip0_868_265)">