Ahmedabad: બાપુનગરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પિતા-પુત્રએ યુવકને ઉતાર્યો મોતને ઘાટ, અંગત અદાવતમાં કરી હત્યા

Ahmedabad: બાપુનગરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પિતા-પુત્રએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. અંગત અદાવતમાં પિતા-પુત્રએ મળી યુવકની હત્યા કરી છે. મૃતક યુવકે લાફો માર્યો હોવાની અદાવત રાખી હત્યાને અંજામ આપ્યો. સમગ્ર મામલે પોલીસે બંને પિતા-પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Ahmedabad: બાપુનગરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પિતા-પુત્રએ યુવકને ઉતાર્યો મોતને ઘાટ, અંગત અદાવતમાં કરી હત્યા
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: May 12, 2023 | 11:50 PM

શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોય તેમ એક બાદ એક હત્યાની ઘટના સામે આવી રહી છે. બાપુનગર વિસ્તારમાં રહેતા પિતા-પુત્રએ અંગત અદાવતમાં એક યુવકની હત્યા કરી દીધી હોવાનુ સામે આવ્યુ છે. બાપુનગરમાં રહેતા મોહમદ શાહિદ ઉર્ફે ટીટોડીની હત્યા કરવામાં આવી. જેમાં પિતા અને ત્રણ પુત્રોએ ભેગા મળી યુવકને છરી અને લાકડીના ફટકા મારી હત્યા કરી.

લાફો મારવાની બોલાચાલીમાં હત્યાને આપ્યો અંજામ

ઘટનાની વિગત અનુસાર મૃતક અને આરોપી બાપુનગરની મણિલાલ મધુરદાસની ચાલીમાં રહે છે. બે દિવસ પહેલા જ મૃતક મોહમદ શાહિદે આરોપી જમાલ એહમદના પુત્ર છોટુ અહેમદને સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં શાહિદએ છોટુને લાફો માર્યો હતો. જેની અદાવત રાખીને આરોપી પિતા જમાલ અહેમદ અને ત્રણ પુત્રોએ ભેગા મળીને ગત મોડી રાત્રે મોહમદ શાહિદને રોડ પર તેની સાથે ઝઘડો કરી મારમારી કરી હત્યા કરી ફરાર થઈ ગયા. બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.

પોલીસે હત્યા કરનારા બે પુત્રોની કરી અટકાયત

આરોપી જમાલ અહેમદ શેખ અને તેના ત્રણ પુત્રો છોટુ, મુંજ જમાલ અને અલ્તમસ જમાલએ ભેગા મળી બાપુનગર રોડ પર મોહમદ શાહિદની હત્યા કરવા રાહ જોઇને બેઠા હતા. તેવામાં જ મૃતક શાહિદ ઘર પાસેથી પસાર થયો અને આરોપી પિતા-પુત્રોએ બીભત્સ ગાળો બોલી ઝપાઝપી કરવાની શરૂ કરી હતી. જે બાદ આરોપી પિતા જમાલ અહેમદ તેનો પુત્ર છોટુ જમાલ પોતાની પાસેના લાકડાના દંડાથી મોહમદ શાહિદ માથામાં એક એક ફટકો મારી નીચે પાડી દઈ આરોપી મુજા જમાલ એહમદ તથા અલ્તમસ જમાલ બન્ને જણાએ પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢી મોહમદ સાહિદ પર ઉપરા છાપરી છરીના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે હત્યા કરનાર બે પુત્રોની અટકાયત કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો: Ahmedabad : માધુપુરા ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં ઉત્તરાખંડમાંથી વધુ એક આરોપી ઝડપાયો, જુઓ Video

પોલીસ તપાસ કરતા મૃતક મોહંમદ શાહિદ વિરુદ્ધ એન.ડી.પી.એસ, ચોરી સહિતના અન્ય ગુના નોંધાઇ ચુક્યા છે ત્યારે આરોપીઓ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીને પકડવા અલગ અલગ ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">