Ahmedabad : ઉતરાયણ પર્વને કોરોનાનું ગ્રહણ, પોળમાં ધાબા ભાડે રાખવાની ડિમાન્ડમાં ઘટાડો
ખાડિયા અને રાયપુરમાં રહેતા અનેક મકાન માલિકો પતંગરસિકોને ધાબા રેન્ટ પર આપી રહ્યા છે. જોકે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓ જ નહીં, પરંતુ દેશ-વિદેશથી ઇન્કવાયરીઓ આવી રહી છે.
અમદાવાદ શહેરની પોળોમાં ઉત્તરાયણનો માહોલ જ કંઇક ઓર હોય છે. “એ કાઇપો છે” ના અવાજો વચ્ચે પોળોમાં ઉત્તરાયણ માણવાનો અમદાવાદીઓમાં જાણે એક ટ્રેન્ડ જામ્યો છે. જેમાં પોળના ધાબા ભાડે લેવા માટેની એક ડિમાન્ડ હોય છે. પરંતુ વધતા જતા કોરોના કેસોને લઈ ભાડે આપેલા ધાબા લોકો કેન્સલ કરી રહ્યાં છે. જોકે ગત વર્ષ કરતા આ વર્ષે ધાબા ભાડે રાખવાની ડિમાન્ડ પણ ઓછી જોવા મળી છે.
ઉત્તરાયણની મજા માણવા ખાસ લોકો પોળમાં આવે છે. બહારગામથી આવતાં ટુરીસ્ટ અને વિદેશી મહેમાનો ઉત્તરાયણ માટે પોળોને પસંદ કરી રહ્યા છે. જેમાં ખાડિયા, ગાંધીરોડ, પાંચકૂવા, રિલિફરોડ, રાયપુર સહિત કોટ વિસ્તારની પોળમાં ઉત્તરાયણ મનાવવા માટે ધાબાની ડિમાન્ડ દર વર્ષે હોય છે. જોકે ફરી એક વખત કોરોના કેસમાં વધારો થતાં ધાબા ભાડે આપવાની ડિમાન્ડ ઘટી છે. સાથે જ ધાબા ભાડે આપનાર પણ જે ધાબા ભાડે આપ્યા હતા એ કેન્સલ કરી દીધા છે. કારણકે બહારથી આવતા લોકોને લીધે કોરોના સંક્રમણ વધી શકવાના ડરના લીધે ધાબા ભાડે નથી આપી રહ્યા. જોકે પોળના ધાબાનું ભાડું 10 હજારથી 25 હજાર સુધી લેવામાં આવે છે. અને એક મહિના પહેલાં જ લોકો ધાબાનું બુકિંગ કરાવી દે છે. આ વર્ષે ઘણા પતંગરસિકો ધાબા બુકીંગ કરાવી દીધું છે પરંતુ ગત વર્ષ કરતા આ ફરી ડિમાન્ડ ઓછી છે.
ખાડિયા અને રાયપુરમાં રહેતા અનેક મકાન માલિકો પતંગરસિકોને ધાબા રેન્ટ પર આપી રહ્યા છે. જોકે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓ જ નહીં, પરંતુ દેશ-વિદેશથી ઇન્કવાયરીઓ આવી રહી છે. પરંતુ કોરોના કેસ વધતા આ વર્ષે કોટ વિસ્તારના તમામ રહેવાસીઓ ધાબુ ભાડે ન આપવાનો વિચાર કર્યો છે. આમ ઘણા લોકોએ ધાબુ ભાડે આપ્યું છે. પણ ગત વર્ષ જેવો માહોલ જોવા નહીં મળે તેવું પોળના રહીશો કહી રહ્યાં છે. નોંધનીય છેકે કોરોના મહામારીના પગલે આ વરસે સરકારે પતંગોત્સવનું આયોજન રદ કર્યું છે. જેને લઇને પણ પતંગરસિકોમાં નિરાશા વ્યાપી છે.
આ પણ વાંચો : વાઈબ્રન્ટ બાદ રાજ્યમાં પ્રાથમિક સ્કૂલો પણ બંધ થવાની સંભાવના, જોકે સરકાર હજુ અવઢવમાં
આ પણ વાંચો : AHMEDABAD : NSUIના કાર્યકરોએ PPE કીટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું, જાણો શું છે મામલો