AHMEDABAD : NSUIના કાર્યકરોએ PPE કીટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું, જાણો શું છે મામલો
CORONA : રાજ્યભરની શાળાઓમાં કોરોનાના કેસ આવી રહ્યા છે ત્યારે સરકાર સામે પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની માગ થઈ રહી છે.
સરકાર ધોરણ 1થી 8ની સ્કૂલો ઓફલાઇન સંપૂર્ણ બંધ કરી ઓનલાઇન ચાલુ રાખી શકે છે.
AHMEDABAD : શહેરમાં NSUIના કાર્યકરોએ PPE કીટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતા સ્કૂલો બંધ કરવાની માગ સાથે NSUIએ હલ્લાબોલ કર્યો હતો. શહેરની જિલ્લા શિક્ષણ કચેરી ખાતે NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. NSUIના કાર્યકરોએ PPE કીટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું અને શહેરની તમામ સ્કૂલોમાં ઓફલાઈન વર્ગો બંધ કરવાની માંગ કરી હતી.
રાજ્યભરની શાળાઓમાં કોરોનાના કેસ આવી રહ્યા છે ત્યારે સરકાર સામે પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની માગ થઈ રહી છે. અમદાવાદમાં NSUIના કાર્યકરોએ PPE કીટ પહેરીને સ્કૂલોમાં શિક્ષણ બંધ કરવાની માગ કરી છે. જેના પગલે સરકાર ધોરણ 1થી 8ની સ્કૂલો ઓફલાઇન સંપૂર્ણ બંધ કરી ઓનલાઇન ચાલુ રાખી શકે છે. જ્યારે 9થી 11ની સ્કૂલો ઓડ ઇવન પદ્ધતિથી 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખે તેવી સંભાવના છે.
કોરોનાના કેસો વધી રહ્યાં હોવાથી ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળે કોલેજમાં પણ શૈક્ષણિક કાર્યવાહી ઓફલાઈન બંધ કરીને ઓનલાઇન શરૂ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. અધ્યાપક મહામંડળે લખેલા પત્રમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે વિદ્યાર્થીઓ અધ્યાપકો સહિત શૈક્ષણિક સ્ટાફને કોરોના ન ફેલાય તે માટે વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો : PM MODIની સુરક્ષામાં ચૂકના મામલે GUJARAT BJPએ તમામ જિલ્લા પ્રમુખોને આપ્યા આ આદેશ
આ પણ વાંચો : સલૂન અને બ્યુટી પાર્લરને 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખવા નિર્ણય, હેર સલુન ધારકોની સરકારને રજૂઆત