Ahmedabad: હાઉસિંગ સ્કીમના નામે છેતરપિંડી, પ્લોટ ધારકોના નામે કરોડો રૂપિયાની લોન લેનારા ચારની ધરપકડ

|

Apr 20, 2022 | 7:50 PM

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના(Crime Branch)  આર્થિક ગુના નિવારણ શાખામા ગુનો નોંધવામાં આવ્યો છે જેમાંથી પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી અન્ય ફરાર 4 ની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જેમાં બિલ્ડર પરબત રબારીની સાથે ઇન્ડિયા હોમ લોનના તત્કાલીન મેનેજર ઋષભ યાજ્ઞિક અને વેલ્યુયર કલ્પેશ પ્રજાપતિએ દલાલ દિલીપ શાહની મદદથી 32 લોકોના બનાવટી દસ્તાવેજ અને પ્લોટના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી જમીનની ખોટી વેલ્યુ બતાવી લોન મેળવી હતી

Ahmedabad: હાઉસિંગ સ્કીમના નામે છેતરપિંડી, પ્લોટ ધારકોના નામે કરોડો રૂપિયાની લોન લેનારા ચારની ધરપકડ
Ahmedabad Crime Branch Arrested Four Person In Fraud in name of housing scheme

Follow us on

ઇન્ડિયા હોમ લોન લિમિટેડ(India Home Load Limited)  નામની હાઉસિંગ સ્કીમ મૂકી 32 પ્લોટ ધારકોના નામે 4 કરોડ 60 હજારની લોન મેળવી  છેતરપિંડી(Fraud) કરવામાં  આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે દિલીપ શાહ, કલ્પેશ પ્રજાપતિ, પરબત રબારી અને ઇન્ડિયા હોમ લોન કંપનીના તત્કાલીન મેનેજર ઋષભ યાજ્ઞિકની ધરપકડ કરી છે. આ ગુનાના મુખ્ય આરોપી પરબત રબારીએ બનાસકાંઠાના ભાભોરમાં પ્લોટની સ્કીમો મૂકી ઓછી કિંમતે મકાન બનાવવાની લાલચ આપી 32 લોકોના બનાવટી ડોક્યુમેન્ટના આધારે કરોડો રૂપિયાની લોન મેળવી છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું હતું.

જેમાં લોન લઇ ભરપાઈ નહી કરનાર 8 લોકો વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામા ગુનો નોંધવામાં આવ્યો છે જેમાંથી પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી અન્ય ફરાર 4 ની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જેમાં બિલ્ડર પરબત રબારીની સાથે ઇન્ડિયા હોમ લોનના તત્કાલીન મેનેજર ઋષભ યાજ્ઞિક અને વેલ્યુયર કલ્પેશ પ્રજાપતિએ દલાલ દિલીપ શાહની મદદથી 32 લોકોના બનાવટી દસ્તાવેજ અને પ્લોટના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી જમીનની ખોટી વેલ્યુ બતાવી લોન મેળવી હતી. જે લોનના 6 કરોડ 18 લાખ ભરપાઈ કરવાના બાકી હોવાની તપાસ કરતા આ છેતરપીંડી થયી હોવાનું સામે આવ્યું છે. જોકે કેસમાં ઝડપાયેલ આરોપી ઋષભ યાજ્ઞિક અને કલ્પેશ પ્રજાપતિને કેટલા ટકા કમિશન મળ્યું અને ગુનામાં કેવી રીતે સડોવાયા તે અંગે ક્રાઇમ બ્રાન્ચ તાપસ કરી રહી છે.

હાલતો બેન્ક સાથે કરોડોની ઢગાઈના ગુનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરવમાં આવી પરંતુ બનાવટી દસ્તાવેજો કોની મદદથી તૈયાર કરવામાં આવ્યા અને અન્ય ફરાર 4 આરોપીના બેન્ક એકાઉન્ટમાં જમા થયેલ લોનના રૂપિયા કયા અને કોને વાપર્યા તે અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો :  Amreli : કસોમસી વરસાદની આગાહીને પગલે વાદળછાયું વાતાવરણ, ખેડૂતોની ચિંતા વધી

આ પણ વાંચો : Surat: વિદેશમાં પુત્રીના લગ્ન કરવાની ઘેલછા રાખતા પરિવાર માટે ચેતવણીરૂપ કિસ્સો, મહિલા પોલિસ સ્ટેશનમાં દહેજ માંગણીની ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 7:41 pm, Wed, 20 April 22

Next Article