અમદાવાદ : હવામાન વિભાગની બે દિવસ વરસાદની આગાહી, જાણો કયાં પડશે વરસાદ ?
હવામાન વિભાગે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbances)કારણે વાતાવરણમાં ફેરફાર સર્જાયો છે. જેમાં અરબી સમુદ્રથી પવન આવતો હોવાથી તાપમાનમાં બદલાવ આવ્યો છે.
અમદાવાદ શહેર (Ahmedabad)અને રાજ્યમાં ગરમીમાં(HeatWave) ઉતરોતર વધારો થઈ રહ્યો છે. જે ગરમીથી રાજ્યવાસીઓ પરેશાન હતા. જે ગરમીમાં રાહતના સમાચાર આવ્યા છે કે બે દિવસ ગરમીના પારામાં ઘટાડો થશે. પણ સાથે જ કમોસમી વરસાદની (Rain) પણ આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ એટલે કે 20 અને 21 એપ્રિલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ નોંધાશે. જેમાં ગુજરાત રિઝયનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી અને થંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, કચ્છમાં તો ગુજરાત રિજયનમાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણામાં અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને વડોદરામાં વરસાદ અને થંડર સ્ટ્રોમની અસર રહેશે. વધુમાં આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગુજરાતમાં દાહોદ અને મહીસાગર, વડોદરા અને ભરૂચમાં અસર થશે.
હવામાન વિભાગે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર સર્જાયો છે. જેમાં અરબી સમુદ્રથી પવન આવતો હોવાથી તાપમાનમાં બદલાવ આવ્યો છે. જેના કારણે હાલ બે દિવસ થંડર સ્ટોર્મ વોર્નિંગ પણ જાહેર કરાઈ છે. 20 થી 40 કિલો મીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. તો સાથે જે તાપમાન આજે સૌરાષ્ટ્રમાં 3 ડિગ્રી ઘટી શકે અને ગુજરાત રિજયનમાં 1 ડિગ્રી ઘટી શકવાની આગાહી કરાઈ. તેમજ બે દિવસ બાદ તાપમાનમાં બે ડિગ્રી તાપમાનમાં વધારો થશે.
અમદાવાદને લઈને પણ હવામાન વિભાગે જણાવ્યું કે અમદાવાદમાં હવામાન વાદળછાયુ રહેશે. થંડર સ્ટોર્મ એક્ટિવિટી પણ રહેશે અને અમદાવાદમાં વરસાદ પણ પડી શકે તેવી આગાહી કરાઈ છે.
આ પણ વાંચો :પહેલા ફી ભરો પછી જ પરીક્ષા આપો, અમદાવાદમાં ઓઢવની તક્ષશિલા શાળાની મનમાની
આ પણ વાંચો :Ahmedabad: સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટને મળ્યો વેગ, ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશે રુબરુ મુલાકાત લઇ મેળવી જાણકારી