Ahmedabad : વર્ષ 2001માં પાટણમાંથી હથિયારો મળવાના કેસમાં અદાલતે બે આરોપીને 10 વર્ષની સજા ફટકારી
સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું, 'અખ્તર હુસૈન બશીર અહેમદ તપાસ દરમિયાન ફરાર હતો. તેણે 30 મે 2012ના રોજ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. આરોપીને જામીન પર છોડવામાં આવ્યો ન હતો.
Ahmedabad :અમદાવાદની વિશેષ સીબીઆઇ અદાલતે(CBI Court) વર્ષ 2001 માં હથિયારો(Arms) અને વિસ્ફોટક પદાર્થો મળવાના કેસમાં મુખ્ય આરોપી આફતાબ અંસારી અને અન્ય એક આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે. આ કેસની વિગત મુજબ 29 ઓક્ટોબર 2001ના રોજ પાટણના સાંતલપુરમાંથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટક પદાર્થ પકડાયા હતા. જેમાં તપાસ દરમિયાન ચાર લોકોને ધરપકડ થઈ હતી .
આરોપી અખ્તર હુસેન બસીર તપાસ દરમિયાન ફરાર થયો હતો
જેમાં આ તપાસ દરમિયાન આફતાબ અન્સારી નામના આરોપીની હથિયારો સહિતના વિસ્ફોટક પદાર્થોની હેરાફેરીમાં મુખ્ય રોલ તરીકેની ભૂમિકા સામે આવી હતી. જ્યારે આરોપી અખ્તર હુસેન બસીર તપાસ દરમિયાન ફરાર થયો હતો જે બાદ 30 મે 2012 ના રોજ સરન્ડર કર્યું હતું.
જેમાં 27-10-2001ની રાત્રે ટ્રક નંબર આરજે ૦૨ જી – 0560 માં ઘાતક હથિયારોનો મોટો જથ્થો પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે ઉતારવામાં આવ્યો હતો. જેમાં એક AK 56 રાઈફલ, પિસ્તોલના કારતૂસો અને મેગેઝિન, 14 કિલો આરડીએક્સ,4 કિલો વિસ્ફોટક ઉપરાંત અન્ય કેટલાય ઘાતક હથિયારો આ કન્સાઇન્મેન્ટમાં સામેલ હતા.
આ કેસમાં પાકિસ્તાની નાગરિક એડમ ચીમા ફરાર
સીબીઆઈએ 29 ઓક્ટોબર 2001ના રોજ કેસ સંભાળ્યો હતો. ત્યારબાદ કોલકાતામાં અમેરિકન સેન્ટર પરના હુમલાના માસ્ટરમાઇન્ડ આફતાબ અંસારી સહિત ચાર લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા. અંસારીને 2002માં દુબઈથી દેશમાં લાવવામાં આવ્યો હતો. આ કેસમાં પાકિસ્તાની નાગરિક એડમ ચીમા ફરાર છે.
જ્યારે વિશેષ ન્યાયાધીશ સી. જી. મહેતાએ સોમવારે અખ્તર હુસૈન બશીર અહેમદને દોષિત ઠેરવ્યો હતો અને મંગળવારે તેને સજા સંભળાવી હતી.
8 નવેમ્બર 2012ના રોજ અખ્તર હુસૈન બશીર અહેમદ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.
સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું, ‘અખ્તર હુસૈન બશીર અહેમદ તપાસ દરમિયાન ફરાર હતો. તેણે 30 મે 2012ના રોજ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. આરોપીને જામીન પર છોડવામાં આવ્યો ન હતો. એજન્સીએ 8 નવેમ્બર 2012ના રોજ અખ્તર હુસૈન બશીર અહેમદ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો