AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ફિલ્મ ડાયરેકટર અવિનાશ દાસના અદાલતે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ફિલ્મ ડાયરેક્ટર અવિનાશ દાસની(Avinash Das) તાજેતરમાં વેબ સિરીઝ 'શી' ખુબજ ચર્ચામાં રહી હતી. ફિલ્મી દુનિયામાં સારી પ્રસિદ્ધિ મેળવવા અવિનાશ દાસે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મુકવાનું શરૂ કર્યું હતું

Ahmedabad : ફિલ્મ ડાયરેકટર અવિનાશ દાસના અદાલતે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
Ahmedabad Crime Branch Arrest Film Director Avinash Das
Mihir Soni
| Edited By: | Updated on: Jul 20, 2022 | 8:22 PM
Share

સોશિયલ મીડિયા(Social Media)  પર ખોટા ટ્વીટ વાયરલ કરનાર ફિલ્મ મેકર અવિનાશ દાસની (Avinash Das)  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે(Crime Branch)  મુંબઈથી ધરપકડ કરીને અમદાવાદ લાવ્યા છે. તેમજ તેમને અદાલતમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે અદાલતે તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં રીલની લાઈફમાં રોલ નક્કી કરતો ફિલ્મ મેકર રિયલ લાઈફમાં ગુનેગારના રોલમાં આવી ગયા છે. જેમાં રાષ્ટ્ર ધ્વજને અપમાનિત કરતી પોસ્ટ વાયરલ કરતા ક્રાઇમ બ્રાન્ચે અવિનાશ દાસની ધરપકડ કરી હતી.

અવિનાશ દાસ આમ, તો ફિલ્મ ડાયરેક્ટર છે. પરંતુ વિવાદોમાં રહીને પોતાની પબ્લિસિટી મેળવે છે. આવી જ રીતે રાષ્ટ્રીય ધ્વજનું પણ તેને અપમાન કર્યું હતું. આ રીતના બીજા પણ અનેક વિવાદસ્પદ ટ્વીટ કર્યા છે જેમાં હિન્દૂ ધર્મ ના દેવી દેવતાઓનું પણ અપમાન જનક લખાણ લખેલું છે, એટલું જ નહીં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મની લોન્ડરિંગ કેસમાં પકડાયેલી આઈએસ પૂજા સિંઘલ સાથેનો ફોટો ટ્વીટ કરીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.આ પ્રકારે સોશિયલ મીડિયા પર ખોટા ટ્વીટ વાયરલ કરનાર ફિલ્મ મેકર અવિનાશ દાસની ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરીને અમદાવાદ લાવ્યા હતા.

ફિલ્મ ડાયરેક્ટર અવિનાશ દાસની તાજેતરમાં વેબ સિરીઝ ‘શી’ ખુબજ ચર્ચામાં રહી હતી. ફિલ્મી દુનિયામાં સારી પ્રસિદ્ધિ મેળવવા અવિનાશ દાસે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મુકવાનું શરૂ કર્યું.ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ સતત સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી હતી. આ દરમ્યાન અવિનાશ દાસની વિવાદાસ્પદ પોસ્ટ ધ્યાન પર આવી હતી. જેને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુના અંતર્ગત અવિનાશ દાસ ની ધરપકડ કરીને તેના ટ્વીટર એકાઉન્ટ,ફેસબુક સહિતના સોશિયલ મીડિયા એકાઉન્ટ ને લઈને તપાસ શરૂ કરી.નોંધનીય છે કે આરોપી અવિનાસ દાસ અગાઉ મીડિયા પણ કામ કરી ચુક્યો છે.

ક્રાઇમ બ્રાન્ચે અવિનાશ દાસે ઇન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ સાથે જ પ્રિવેનશન ઓફ ઇન્સલટ્સ ટુ નેશનલ ઓનર એકટ 1971 ની કલમ 2 મુજબ ગુનો રજીસ્ટર કર્યો છે.હાલમા ક્રાઇમ બ્રાન્ચે અવિનાશ દાસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી.

g clip-path="url(#clip0_868_265)">