AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે કોર્પોરેશનની ઝીરો ટોલરન્સની નીતિ, મિલકતને ટાંચમાં લઈ સીલ કરવા સહિતની થશે કામગીરી

Ahmedabad: પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઝીરો ટોલરન્સની નીતિથી કામ લેશે. આવા ટેક્સ નહીં ભરનારા કરદાતાઓને છેલ્લી વોર્નિંગ નોટિસની બજવણી કરવામાં આવ્યા બાદ GPMC એક્ટની કલમ 42, 43 મુજબ ટાંચ અને જપ્તની કાર્યવાહી કરી મિલકત સીલ કરવામાં આવે છે.

Ahmedabad: પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે કોર્પોરેશનની ઝીરો ટોલરન્સની નીતિ, મિલકતને ટાંચમાં લઈ સીલ કરવા સહિતની થશે કામગીરી
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 09, 2023 | 11:54 PM
Share

Ahmedabad:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં આવેલ તમામ મિલકતો પાસેથી પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવામાં આવે છે. દરેક મિલકતધારકોને પ્રોપર્ટી ટેક્સનું બીલ તેમજ ડિમાન્ડ નોટિસ આપવામાં આવે છે તેમ છતાં ઘણા કરદાતાઓ દ્વારા પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આવતો નથી. આવા પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર કરદાતાઓને છેલ્લી ચેતવણી નોટિસ બજાવવામાં આવે છે તેમજ GPMC એક્ટની કલમ 42, 43 મુજબ ટાંચ અને જપ્તી ની કાર્યવાહી હાથ ધરી મિલકત સીલ કરવામાં આવે છે. ત્યારપછી GPMC એક્ટની જોગવાઇ હેઠળ મિલકતની હરાજી સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

પ્રોપર્ટી ટેક્સ ન ભરનારની મિલકત પર કલેકટરની બોજાની નોંધણી

આ પ્રકારની કામગીરી નિયમિત રીતે ટેક્સ ખાતા દ્વારા કરવામાં આવે છે. પરંતુ હાલમાં આ ઉપરાંત એક વધારાનો પ્રયોગ પણ કરવામાં આવેલ છે જેમાં મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા સ્વરૂપે મિલકત કલેક્ટરના રેકર્ડમાં બાકી પ્રોપર્ટી ટેક્સની રકમ બોજો તરીકે નોંધવામાં આવે છે. જેના કારણે પ્રોપર્ટી ટેક્સની રકમ વ્યાજ તથા અન્ય પેનલ્ટી સહિત ભરપાઇ ન થાય ત્યાં સુધી ક્લેક્ટરના રેવન્યુ રેકર્ડમાં જે-તે મિલક્તમાં કોઈ ફેરફાર થઈ શકશે નહિ.

હજુ સુધી ટેક્સ ખાતાનાં અલગ-અલગ ઝોન દ્વારા નીચે દર્શાવ્યા મુજબ કુલ 21 બોજા નોંધાયેલા હતા.

હજુ પણ અનેક મિલકતધારકો દ્વારા હજુ સુધી ટેક્સ ભરપાઈ કરવામાં આવેલ નથી. તેથી ઝોનલ ડે.મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા બોજો નોંધાવવાનો ઓર્ડર કરવામાં આવેલ છે અને તેને આધારે સદર મિલકત પર રેવન્યુ રેકર્ડમાં બોજો (કાચી નોંધ ) દાખલ કરવામાં આવેલ છે. આ બોજો નોંધાયાના 30 થી 60 દિવસની અંદર કરદાતાએ મામલતદારને જવાબ આપવાનો રહે છે અને જો આ સમયગાળા દરમ્યાન સદર મિલકતનો ટેક્સ ભરી દેશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા NOC ઇસ્યુ કરવામાં આવશે અને નહી ભરવામાં આવે તો રેવન્યુ રેકર્ડમાં પાકી નોંધ કરવામાં આવશે.

આમ હવેથી પ્રોપર્ટી ટેક્સની મોટી રકમ બાકી હોય અને જેઓએ પ્રોપર્ટી ટેક્સ ભરેલ નથી તેઓની મિલકત પર કલેક્ટરના રેવન્યુ રેકર્ડમાં બોજો દાખલ કરવામાં આવશે. પ્રોપર્ટી ટેક્સની ઓછી રકમ બાકી હોય તેવા નાના કરદાતાઓ પર સદર કાર્યવાહી હજુ સુધી કરવામાં આવેલ નથી. હવે પછી આજ રીતે દરેક ઝોનમાં ટેક્સની મોટી રકમ બાકી હોય તેવા ડિફોલ્ટરની મિલકત પર બોજો નોંધવવામાં આવશે. આથી વધુ રકમ બાકી છે તેવા કરદાતાઓની મિલકત પર બોજો દાખલ જેવી કાર્યવાહી થી બચવા પોતાનો પ્રોપર્ટી ટેક્સ ચૂક્વી દેવા અપીલ કરવામાં આવે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">