અમદાવાદ કોર્પોરેશનનું રૂપિયા 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ, જાણો શહેરમાં ક્યા કેટલો વિકાસ થશે

ગત વર્ષના બજેટ કરતા આ વર્ષે 636 રૂ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે ડ્રાફ્ટ બજેટ રૂપિયા 7475 કરોડનું હતુ. આ વખતના બજેટમાં સ્વચ્છતા તેમજ પ્રદુષણ મુક્ત શહેર માટે વિશેષ ધ્યાન આપવમાં આવ્યુ છે.

Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Feb 02, 2022 | 12:18 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation)નું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા(Municipal Commissioner Lochan Sehra) દ્વારા રજૂ કરવામાં આવ્યુ. કમિશનર દ્વારા ઓનલાઈન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રૂપિયા 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ.

ગત વર્ષના બજેટ કરતા આ વર્ષે 636 રૂ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે ડ્રાફ્ટ બજેટ રૂપિયા 7475 કરોડનું હતુ. આ વખતના બજેટમાં સ્વચ્છતા તેમજ પ્રદુષણ મુક્ત શહેર માટે વિશેષ ધ્યાન આપવમાં આવ્યુ છે. બજેટમાં ઝોન દીઠ 7 સ્માર્ટ સ્કૂલ બનાવવાનો ઉલ્લેખ છે. તો ટ્રાફિકની કામગીરી માટે 60 કરોડ ફાળવાયા છે.

હેલ્થ અને હોસ્પિટલ માટે રૂ.128 કરોડ

હેલ્થ અને હોસ્પિટલ માટે આ વર્ષે રૂ. 128 કરોડ ફાળવવા માં આવશે. 10 નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે, જેના માટે રુ. 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. CHCના નવા 2 સેન્ટરો બનશે..જે માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હાઉસિંગ માટે રૂ.355.70 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. શહેરીજનો માટે 95043 મકાનો બનાવવાનું આયોજન છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કરવેરામાં કોઇ વધારો નહીં

આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં કરવેરો વધારવામાં ન આવ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. આ વખતે રજૂ થયેલા બજેટમાં સામાન્ય વેરા મા કોઈજ વધારો કરવામાં આવ્યો નથી, વોટરવેરામાં, વાહનવેરામાં પણ કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

શહેરના રસ્તા અને બ્રિજ માટે જોગવાઇ

અમદાવાદ શહેરના બ્રિજ માટે 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જુના બ્રિજના કામ પૂર્ણ કરવામાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.અમદાવાદમાં 13 નવા બ્રિજ બનશે.જેમાં 3 રેલવે ઓવરબ્રિજ, 8 રેલવે અન્ડર પાસ, 2 ફ્લાય ઓવર બ્રિજ બનશે. આ બ્રિજ ક્યા બનશે તેવી વાત કરીએ તો.

ફ્લાય ઓવર

સત્તાધાર ચાર રસ્તા પાસે ફ્લાય ઓવર નરોડા પાટિયા પાસે ફ્લાય ઓવર

રેલવે ઓવરબ્રિજ

પુનિત નગરમાં રેલવે ઓવર બ્રિજ વસ્ત્રાપુર રેલવે સ્ટેશન ઓવર બ્રિજ થલતેજ હેબતપુર રેલવે ઓવર બ્રિજ

રેલવે અંડરબ્રિજ

ત્રાગડ ગામ રેલવે અંડરબ્રિજ આઇઓસી ચાંદખેડા રેલવે અંડરબ્રિજ સાબરમતી ડીકેબીન રેલવે અંડરબ્રિજ ઓમ નગર રેલવે અંડરબ્રિજ વટવા વિંઝોલ રેલવે અંડરબ્રિજ ઉમા ભવાની રેલવે અંડરબ્રિજ ગાંધી ગ્રામ રેલવે અંડરબ્રિજ ગોતા ક્રોસિંગ રેલવે અંડરબ્રિજ

શહેરમાં નવા 275 કરોડના રોડ બનાવવા માટે આયોજન છે. તો અર્બન ટ્રાન્સપોર્ટ માટે 490 કરોડની જોગવાઈ છે. શહેરમાં 275 કરોડના ખર્ચે નવા રોડ બનાવવા માટે આયોજન છે. નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ માટે રુ. 590 કરોડની જોગવાઈ છે.

સિટી બસો માટે ખાસ જોગવાઇ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 નવી એસી બસો ખરીદવામાં આવશે. નવા 100 રૂટ માટે 600 નવી ઇ રીક્ષા કનેક્ટિવિટી માટે પણ રાખવામાં આવશે. BRTS માટે રુ. 100 કરોડની અને AMTS માટે રુ. 390 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સ્માર્ટ સીટી માટે રુ. 53 કરોડની જોગવાઈ

રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે રુ. 90 રૂ કરોડ ફાળવાશે. સોલિડ વેસ્ટ માટે 297 કરોડની જોગવાઈ છે. તો શહેરમાં નવી 3 ફાયર ચોકી બનશે. કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયલ માટે 21 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં 14 નવા બગીચા, 10 અર્બન ફોરેસ્ટ, 5 જિમ્નેશિયમ, 8 લાઇબ્રેરી, 2 સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન છે.

આ પણ વાંચો-

Surat: કાપોદ્રામાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો, બે કર્મચારી ઇજાગ્રસ્ત

આ પણ વાંચો-

Rajkot: યુવકે આર્થિક ભીંસથી કંટાળીને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત, જો કે પરિવારજનોએ એક મહિલા પર આક્ષેપ લગાવ્યો

g clip-path="url(#clip0_868_265)">