Surat: કાપોદ્રામાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો, બે કર્મચારી ઇજાગ્રસ્ત
કાપોદ્વા વિસ્તારમાં ઘણા સમયથી ભારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી હતી. જેના પગલે ગેરકાયદે દબાણ હટાવી લઇ રસ્તો ખુલ્લો કરવા માટેની માગ કરવામાં આવી રહી હતી.
સુરત (Surat)ના કાપોદ્રા વિસ્તારમાં દબાણો (kapodra) દૂર કરવા ગયેલી કોર્પોરેશન (Municipal Team Surat)ની ટીમ પર હુમલો થયો છે. દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન SMCની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા SMCની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે.
સુરતમાં દબાણની સમસ્યામાં ખુબજ વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે ટ્રાફિક જામની સમસ્યા પણ ખૂબ થતી હોય છે. જેના પગલે સુરત મહાનગરપાલિકાની ટીમ કાપોદ્રા વિસ્તારમાં દબાણ હટાવવા ગઈ હતી. લીંબાયત ઝોનની કોર્પોરેશનની ટીમ ગુરુકુલ માર્કેટ પાસે દુકાનની બહાર દબાણ હટાવવાની કામગીરી કરવા ગઈ હતી. ત્યારે મામલો ઉગ્ર બની ગયો હતો. કામગીરી દરમિયાન કોર્નીપોરેશનની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં દબાણખાતાના બે કર્મચારીઓને ઇજાઓ પણ પહોંચી હતી.
કાપોદ્વા વિસ્તારમાં ઘણા સમયથી ભારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી હતી. જેના પગલે ગેરકાયદે દબાણ હટાવી લઇ રસ્તો ખુલ્લો કરવા માટેની માગ કરવામાં આવી રહી હતી. જેથી સુરતના લીંબાયત ઝોનની કોર્પોરેશનની ટીમ કાપોદ્રામાં દબાણ હટાવવા ગઇ હતી. જ્યાં તેમના પર હુમલો થયો હતો.
સુરતમાં પાલિકાની ટીમ ઉપર કરવામાં આવતા હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ વરાછા ઝોનની દબાણ ખાતાની ટીમ ઉપર પણ કાપોદ્રા વિસ્તારમાં જ હુમલો થયો હતો.
આ પણ વાંચો-
Ahmedabad: 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં જજ કોરોના સંક્રમિત, સુનાવણીની તારીખ લંબાવાઈ
આ પણ વાંચો-
Winter 2022: રાજ્યમાં ફરી એક વાર અનુભવાશે ઠંડીનો ચમકારો, અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે