Rajkot: યુવકે આર્થિક ભીંસથી કંટાળીને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત, જો કે પરિવારજનોએ એક મહિલા પર આક્ષેપ લગાવ્યો

Rajkot: યુવકે આર્થિક ભીંસથી કંટાળીને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત, જો કે પરિવારજનોએ એક મહિલા પર આક્ષેપ લગાવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 9:04 AM

ઘટના અંગેની માહિતી મળતા રાજકોટ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા છે. પોલીસે મૃતકની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરુ કરી દીધી છે.

રાજકોટ (Rajkot)માં આર્થિક ભીંસથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત (Suicide) કર્યો છે. જો કે મહિલા ડ્રગ્સ પેડલરના ત્રાસથી તેણે આ પગલું ભર્યાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે ફરિયાદ (Police complaint)નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આર્થિક ભીંસ કે આપઘાતનું અન્ય કોઇ કારણ?

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ભીડભંજન સોસાયટીમાં રહેતા એક યુવાને આર્થિક ભીંસથી કંટાળીને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. યુવકે એક કુખ્યાત મહિલા ડ્રગ્સ પેડલરના ત્રાસથી પગલું ભરી લીધાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મૃતકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે કુખ્યાત મહિલા ડ્રગ્સ પેડલર સુધા ઘરે આવી હતી અને મૃતક યુવક જય સાથે માથાકૂટ કરતી હતી. મહિલા પેટલર સાથે માથાકૂટ થયા બાદ યુવક ચિંતામાં હતો. જે બાદ યુવક જયે વહેલી સવારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું પરિવારજનોએ જણાવ્યુ છે.

પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ શરુ કરી

ઘટના અંગેની માહિતી મળતા રાજકોટ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા છે. પોલીસે મૃતકની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરુ કરી દીધી છે. પોલીસ હવે તે દિશામાં તપાસ કરી રહી છે કે યુવાને ડ્રગ્સ પેડલર સુધાના ત્રાસથી આત્મહત્યા કરી છે કે કેમ.

આ પણ વાંચો-

Surat: કાપોદ્રામાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો, બે કર્મચારી ઇજાગ્રસ્ત

આ પણ વાંચો-

Anand: બેંકની ચેકબૂક અને પાસબૂકના સ્વરૂપની લગ્નની કંકોત્રી લોકોમાં પમાડી રહી છે અચરજ, જાણો શું છે કંકોત્રી પાછળનું કારણ

 

g clip-path="url(#clip0_868_265)">