AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : કોરોનાના કેસમાં સતત વધારો, નવા 2521 કેસ ઓમીક્રોનના 12 કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના પણ 12 નવા કેસ નોંધાયા છે. જેના પગલે અમદાવાદ શહેરમાં ઓમીક્રોનના કુલ 105 કેસ નોંધાયા છે.

Ahmedabad : કોરોનાના કેસમાં સતત વધારો, નવા 2521 કેસ ઓમીક્રોનના 12 કેસ નોંધાયા
Ahmedabad Corona Update (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 8:50 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે અમદાવાદ(Ahmedabad)  શહેર કોરોનાના એપીસેન્ટર બન્યું છે. જેમાં 08 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં 5677 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં જ નવા 2521 કેસ નોંધાયા છે. જેના લીધે તંત્રની ચિંતા વધી છે. જ્યારે કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના(Omicron)  પણ 12 નવા કેસ નોંધાયા છે. જેના પગલે અમદાવાદ શહેરમાં ઓમીક્રોનના કુલ 105 કેસ નોંધાયા છે.

જેમાં 01 જાન્યુઆરીએ  559,   02 જાન્યુઆરીએ  396, અને  03 જાન્યુઆરીએ  631 કેસ, 4 જાન્યુઆરીએ 1,290 કેસ અને 05 જાન્યુઆરીએ 1637, 06 જાન્યુઆરીએ 1835 ,  07 જાન્યુઆરીએ 2281  અને 08  જાન્યુઆરીએ  2521  કેસ નોંધાયા છે. જેના પગલે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

ગુજરાતમાં(Gujarat)સતત વધી રહેલા કોરોના(Corona)કેસોમાં પગલે રાજયના આરોગ્ય વિભાગની(Health Department) ચિંતા વધી છે. તેમજ કોરોનાના સૌથી વધારે કેસો અમદાવાદ(Ahmedabad)શહેરમાં નોંધાયા છે. જેના પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) અમદાવાદ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. તેમજ તેની બાદ કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી હતી.

તેમજ સરકારે શુક્રવારે જાહેર કરેલા નવા નિયમો ઉપરાંત બીજા નિયમો લાગુ કરવામાં આવશે કે નહિ તે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર કોઇ નવા પ્રતિબંધો મૂકવાની નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર બે ટંકનો રોટલો કમાતા લોકોનો પણ વિચાર કરે છે. લોકોએ પણ કોરોનાથી બચવા માટે કોરોના નિયમોનું પાલન કરવાનો આગ્રહ રાખે. તેમજ ભીડભાડ વાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઇએ. અમદાવાદ શહેરમાં ગમે તેવી પિક આવે તો પણ લોકોને કોઇ મુશ્કેલી નહીં પડે.

અમદાવાદમાં ગમે તેવી પિક આવશે તો પણ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી

તેમણે કહ્યું કે અમદાવાદમાં ગમે તેવી પિક આવશે તો પણ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.કારણ કે તંત્ર દ્વારા 25 હજાર 900 લોકોને દાખલ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.તો સાથે સાથે તેમણે દાવો કર્યો કે ઓમિક્રોનથી પણ લોકોએ ડરવાની જરૂર નથી.જીનોમ સિકવનસિંગ દ્વારા ઓમીક્રોનનો ભય ઓછો જાણવા મળ્યો છે.

SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર

કોરોનાના કેસ વધતા અમદાવાદ મહાનગરપાલિકાની હોસ્પિટલ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે.આ ઉપરાંત 20 હજાર લિટર ઓક્સિજનની બે ટેન્ક SVP હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો અનામત રાખ્યો

LG હોસ્પિટલમાં 140 બેડ ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવશે.LG હોસ્પિટલમાં 6 હજાર લિટર લિકવિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે.શારદાબેન હોસ્પિટલમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે..અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પણ સંગ્રહિત રાખ્યો છે, આ ઉપરાંત 3 લાખ રેપિડ ટેસ્ટ કીટ અને RT-PCR ટેસ્ટિંગ માટે 12 હજાર કીટ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : ભાવનગરમાં ધારાસભ્ય વિભાવરી દવેએ કોરોના નિયમોનું ઉલ્લંઘન કર્યું, બુથ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો

આ પણ વાંચો :  બનાસકાંઠા : થરાદમાં ભાજપના સાંસદ પરબત પટેલની હાજરીમાં જ કોરોનાના નિયમોનો ભંગ

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">