Ahmedabad: Tea Postમાં ભાગીદારી છે એમ કહીને Conman કિરણ પટેલે અનેકને છેતર્યા, ટી પોસ્ટના માલિકને 200 એકર જમીનની પણ આપી લાલચ
કિરણ પટેલ ટી-પોસ્ટ ઉપર અનેક નામી-અનામી લોકોને મળવા બોલાવતો અને વેપારીઓ સાથે બેઠકો પણ કરતો હતો. તેણે એવી વાત પણ ફેલાવી હતી કે, તે પોતે ટી-પોસ્ટમાં ભાગીદાર છે. જો કે, આ વાતની જાણ દર્શન દાસાણીની થયા બાદ તેમણે કિરણને આ અંગે ચેતવણી આપી હતી.
મહાઠગ કિરણ પટેલ પકડાયા બાદ તેના એક બાદ એક અનેક કાંડ ખુલી રહ્યા છે. જેણે સરકારી અધિકારીઓ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, નેતાઓ, વેપારીઓ, ખેડૂતોને પણ પોતાની વાતમાં ફસાવી દીધા હતા તે મહાઠગ કિરણનું વધુ એક કરસ્તાન બહાર આવ્યું છે.
કિરણ પટેલ વેપારીઓને મળવા ટી પોસ્ટ ખાતે જ બોલાવતો હતો
કિરણ પટેલે ટી-પોસ્ટના માલિક પાસે પણ તેણે છેતરપિંડી આચરવાનો પ્રયાસ કર્યો હતો. ટી-પોસ્ટના માલિક દર્શન દાસાણીએ કિરણના આ તમામ કારનામાનો પર્દાફાશ કર્યો છે. દર્શન દાસાણીના જણાવ્યા પ્રમાણે દર્શન દાસાણીને કેવડિયા પાસે 200 એકર જમીન આપવાની અને તેના રિસોર્ટ ઉભો કરવાની કિરણે લાલચ આપી હતી. તેમજ કિરણે તેમની પાસે 20 લાખ રૂપિયા પણ માગ્યા હતા. જો કે, દર્શન દાસાણી કિરણ પટેલની જાળમાં ફસાયા નહોતા.
કિરણ પટેલે ટી પોસ્ટના માલિક પાસે માગ્યા હતા 20 લાખ રૂપિયા
કિરણ પટેલે ટી-પોસ્ટને પોતાની બેઠક જ બનાવી દીધી હતી. દોઢ વર્ષ પહેલા એક એપ્લિકેશન મારફતે તે દર્શન દાસાણીના સંપર્કમાં આવ્યો હતો અને મિત્રતા કેળવી હતી. ટી-પોસ્ટ ઉપર અનેક નામી-અનામી લોકોને તે મળવા પણ બોલાવતો અને વેપારીઓ સાથે બેઠકો પણ કરતો હતો. જોકે તે જે વેપારીઓને મળવા બોલાવતો હતો તેણે એવી વાત પણ ફેલાવી હતી કે, તે પોતે ટી-પોસ્ટમાં ભાગીદાર છે. જો કે, આ વાતની જાણ દર્શન દાસાણીની થયા બાદ તેમણે કિરણને આ અંગે ચેતવણી આપી હતી અને બાદમાં કિરણ સાથે અંતર પણ વધારી દીધું હતું.
મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટથી કસ્ટડી મેળવાશે
મહાઠગ કિરણ પટેલના કેસમાં ટ્રાન્સફર વોરંટથી કસ્ટડી મેળવવામાં આવશે. અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઠગ કિરણ પટેલને લેવા માટે રોડ મારફતે જમ્મુ કશ્મીરમાં જવા રવાના થઈ છે. 7 દિવસના નોટિસ પિરિયડ પૂર્ણ થયા પછી તરત જ ક્રાઈમ બ્રાન્ચને મહાઠગની કસ્ટડી મળશે. 15 કરોડનો બંગલો પચાવવા કિરણ પટેલે PMOના અધિકારી બનીને ઠગાઈ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ઠગ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે માલિની પટેલની ધરપકડ બાદ હવે કિરણ પટેલની કસ્ટડી મેળવાશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…