AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ગાડી લે-વેચના નામે 76 લાખ રૂપિયાની છેતરપીંડીની ફરિયાદ, આરોપીઓની ધરપકડ

અમદાવાદમાં લોકોને કાર બ્રોકર પર વિશ્વાસ મૂકવો ભારે પડ્યો છે. જેમાં ગાડી-લે વેચનું કામ કરતો એક બ્રોકરે છેલ્લા બે વર્ષમાં એવું કામ કર્યું કે આ ભેજાબાજ પાસેથી ગાડી વેચનાર અને ગાડી ખરીદનારા બંને પસ્તાઈ રહ્યા છે. સામાન્ય રીતે લોકો પોતાની કાર વેચવા કે જૂની કાર ખરીદવા જે તે સ્થાનિક દલાલનો સંપર્ક કરતા હોય છે.

Ahmedabad: ગાડી લે-વેચના નામે 76 લાખ રૂપિયાની છેતરપીંડીની ફરિયાદ, આરોપીઓની ધરપકડ
Ahmedabad Police Arrest Car Fraud Accused
Harin Matravadia
| Edited By: | Updated on: Jan 03, 2023 | 9:46 PM
Share

અમદાવાદમાં લોકોને કાર બ્રોકર પર વિશ્વાસ મૂકવો ભારે પડ્યો છે. જેમાં ગાડી-લે વેચનું કામ કરતો એક બ્રોકરે છેલ્લા બે વર્ષમાં એવું કામ કર્યું કે આ ભેજાબાજ પાસેથી ગાડી વેચનાર અને ગાડી ખરીદનારા બંને પસ્તાઈ રહ્યા છે. સામાન્ય રીતે લોકો પોતાની કાર વેચવા કે જૂની કાર ખરીદવા જે તે સ્થાનિક દલાલનો સંપર્ક કરતા હોય છે. તેમાં પણ સ્થાનિક વિસ્તારમાં જ વર્ષોથી કાર લે વેચનુ કામકાજ કરતો કોઈ વ્યક્તિ હોય તો લોકો તેના પર જલ્દી વિશ્વાસ મૂકતા હોય છે. આવીજ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક કાર બ્રોકર પર લોકોએ વિશ્વાસ મૂક્યો પણ તેમને વિશ્વાસઘાત મળ્યો છે.

જેમાં પોલીસે ધરપકડ કરેલા બંને શખ્સોના નામ છે પિયુષ પટેલ અને દેવસિંહ ઉર્ફે બકો પિયુષ પટેલ વર્ષોથી અમદાવાદ અને મહેસાણા ખાતે કાર લે વેચનું કામકાજ કરતો હતો. પિયુષ પટેલ વિસનગર ખાતે એક વાળામાં કાર લે વેચનો ધંધો કરતો હતો. પિયુષ પાસે સારી કન્ડીશનમાં જૂની કાર મળી જતી હોવાથી લોકો તેના પર વિશ્વાસ કરતા હતા. થોડા સમયમાં લોકોનો વિશ્વાસ કેળવી પિયુષને વધુ પૈસા કમાવવાની લાલચ જાગી અને પિયુશે તેના માણસ બકા સાથે મળીને લોકો સાથે વિશ્વાસઘાત કરવાનું શરૂ કર્યું . પિયુષ પટેલ અમદાવાદ તથા મહેસાણા ખાતે ફોર-વ્હીલ ગાડી લે-વેચનો અગાઉ ધંધો કરતો હતો જ્યાં તેણે ગાડી લે-વેચના માર્કેટમાં વિશ્વાસ સંપાદિત કર્યો હતો.

જેમાં આજથી બે વર્ષ અગાઉ ગ્રાહકોના વિશ્વાસનો લાભ લઇ પિયુષ મુળ ગાડી માલીકને તેની ગાડીના પૈસા નહી ચુકવી અન્ય વ્યક્તિને વેચી દેતો હતો. પિયુષ ગાડી વેચનાર ગ્રાહક પાસેથી ઉંચા ભાવે ગાડી મેળવી તેને પોતાના ખાતામાં પુરતુ બેલેંસ ન હોવા છતા ચેક આપતો અને ખરીદનાર ગ્રાહકને નીચા ભાવે ગાડી વેચી મારતો હતો.OLX પર ગાડી વેચનાર અને ખરીદનાર બન્નેનુ સંકલન કરાવડાવી વેચનારને ઉંચો ભાવ જણાવી ખરીદનારને નીચો ભાવ જણાવી એકબીજાને અંધારામાં રાખી ખરીદનાર પાસેથી રૂપિયા મેળવી લેતો હતો.

પોલીસે છેતરપિંડીની ફરિયાદો બાદ પિયુષ પટેલ અને બકાની ધરપકડ કરી છે. પોલીસે પિયુષ પાસેથી મર્સિડીઝ બેન્ઝ, મારૂતી અર્ટીગા અને બીએમડબલ્યુ સહિતની ગાડીઓ મળી 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પિયુષ વિરૂદ્ધ અમદાવાદના સોલા હાઇકોર્ટ, સેટેલાઇટ, નારણપુરા, બોપલ, રાજકોટનાં એ.ડિવીઝન પોલીસ સ્ટેશન, ગાંધીનગરનાં અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે તેને કાર લે વેચમાં આશરે 76 લાખ રૂપિયાની છેતરપીંડી કરી છે.

લોકોનો વિશ્વાસ કેળવ્યા બાદ પિયુષ પટેલે અનેક કાર લે વેચ કરી હતી જે બાદ રૂપિયા ની લેતીદેતીમાં ગોટાળા કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી. હાલતો પોલીસે પિયુષ પટેલ અને બકા ની ધરપકડ કરી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ રેકેરમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ અને અન્ય કોઈ કાર માલિક ભોગ બનનાર છે કે નહિ.

સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
g clip-path="url(#clip0_868_265)">