અમદાવાદીઓએ કોવિશિલ્ડ માટે હજુ એક અઠવાડિયાની રાહ જોવી પડશે, શહેરમાં માત્ર કોવેક્સિનનો જથ્થો જ હયાત

TV9 GUJARATI

|

Updated on: Jan 03, 2023 | 3:34 PM

અમદાવાદમાં (Ahmedabad) કોરોના વિરોધી વેક્સીનનો બૂસ્ટર ડોઝ લેવા લોકો ઉત્સાહ બતાવી રહ્યા છે. જો કે અમદાવાદીઓને કોવિશિલ્ડ વેક્સિન માટે હજુ એક અઠવાડિયાની રાહ જોવી પડશે.

વિદેશમાં કોરોનાની નવી લહેર આવતા જ સરકાર સતર્ક બનીને લોકોને બુસ્ટર ડોઝ લેવા અપીલ કરી રહી છે. પરંતુ અમદાવાદના આરોગ્ય કેન્દ્રોમાં કોવિશિલ્ડ રસી પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. એક તરફ કોરોના સંકટ વચ્ચે અમદાવાદીઓ વેક્સિન લેવા માટે ઉત્સાહ દેખાડી રહ્યા છે. તો બીજી તરફ કોવિશિલ્ડ વેક્સિનની અછત સર્જાતા અમદાવાદીઓને વેક્સિન લીધા વિના જ પરત ફરવુ પડે છે.

કોવિશિલ્ડ વેક્સિન એક સપ્તાહ બાદ મળી શકશે

અમદાવાદમાં કોરોના વિરોધી વેક્સીનનો બૂસ્ટર ડોઝ લેવા લોકો ઉત્સાહ બતાવી રહ્યા છે. જો કે અમદાવાદીઓને કોવિશિલ્ડ વેક્સિન માટે હજુ એક અઠવાડિયાની રાહ જોવી પડશે. અમદાવાદ મનપાએ કોવિશિલ્ડ વેક્સિનના જથ્થાની તંત્ર સમક્ષ માગ કરી છે. તંત્ર જથ્થો પૂરો પાડશે ત્યારબાદ કોવિશિલ્ડ વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. હાલમાં શહેરીજનોને માત્ર કોવેક્સિનનો ડોઝ જ આપવામાં આવી રહ્યો છે.

દુનિયાભરમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

મહત્વનું છે કે, નવા વર્ષની ઉજવણી વિશ્વના અનેક દેશો માટે ઘાતક સાબિત થઇ છે. રીતસર કોરોના વિસ્ફોટની સ્થિતિનું નિર્માણ થયું છે. વિશ્વમાં પાછલા એક જ સપ્તાહમાં 30 લાખ નવા કેસ અને આશરે 10 હજાર લોકોના મોત થયા છે. ચીન બાદ જાપાન અને અમેરિકામાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. જાપાનમાં એક સપ્તાહમાં નવા 10 લાખ કેસ નોંધાયા, તો 2,188 લોકોના મૃત્યુ થયા છે. આ તરફ અમેરિકામાં 2.12 લાખ નવા કેસ અને 1,239થી વધુના મૃત્યુ થયા છે. તો દક્ષિણ કોરિયામાં 4.57 લાખ નવા કેસ અને 429ના મૃત્યુનો આંકડો સામે આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે પાછલા એક સપ્તાહમાં 25.45 લાખ લોકોએ કોરોના મ્હાત પણ આપી છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati