Rajkot: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું મોટું નિવેદન, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં જ યોજાશે

રાજકોટમાં સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિટમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પાટીલને ગુજરાતનો નકશો ભેટમાં આપ્યો ત્યારે પાટીલે કહ્યું હતું કે "જે રીતે નક્શો ભેટમાં આપ્યો તે રીતે જ 2022માં ગુજરાત ભેટમાં આપજો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 8:00 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) વહેલી યોજાવાની ચર્ચાઓ પર ભાજપ (BJP) ના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ઠંડુ પાણી રેડી દીધું છે. રાજકોટ (Rajkot) માં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજાશે. રાજકોટમાં સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિટમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું, ગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં યોજાય. વિધાનસભા ચૂંટણી નિયત સમયે જ યોજાશે. જ્યારે સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટે પાટીલને ગુજરાતનો નકશો ભેટમાં આપ્યો ત્યારે પાટીલે કહ્યું હતું કે “જે રીતે નક્શો ભેટમાં આપ્યો તે રીતે જ 2022માં ગુજરાત ભેટમાં આપજો.

અવી ચર્ચાઓ છે કે 1મેએ ગુજરાત સ્થાપના દિવસ બાદ વિધાનસભાનું વિસર્જન કરીને 15 જૂન સુધીમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી શકે છે. નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી ગયા છે, સાથે-સાથે અમિત શાહ પણ એપ્રિલના અંતમાં ફરીથી ગુજરાત આવી રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસના રાહુલ ગાંધી પણ 1લી મેએ દાહોદ અને 12મી મેએ બારડોલી આવી રહ્યા છે. AAPના કેજરીવાલનો પણ મેના પ્રથમ વીકમાં ગુજરાતનો પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. આ બધું જોતાં ગુજરાતમાં ચૂંટણી જૂન મહિનામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચોઃ ગુજરાતની આ સહકારી બેંક સહીત ત્રણ બેંકોને RBI એ લાખોનો દંડ ફટકાર્યો, શું ગ્રાહક તરીકે તમારા ઉપર પડશે કોઈ અસર?

આ પણ વાંચોઃ Jamnagar: આયુર્વેદિક દવાઓ અને પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોત, તો દેશમાં કોરોનાને નિયંત્રિત કરવું મુશ્કેલ સાબિત થાત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">