Ahmedabad: છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ બન્યુ લેઝર રીડર્સની પ્રથમ પસંદ, વાંચકોના મનપસંદ ઍરપોર્ટની યાદીમાં મેળવ્યુ ચોથુ સ્થાન

Ahmedabad: છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ વર્ષ 2023ના ટ્રાવેલ વાંચકોના મનપસં ઈન્ટરનેશનલ ઍરપોર્ટટની યાદીમાં ચોથુ સ્થાન મેળવી નોંધપાત્ર સિદ્દિ હાંસલ કરી છે. આ એકમાત્ર એવુ ભારતીય ઍરપોર્ટ છે જેને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.

Ahmedabad: છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ બન્યુ લેઝર રીડર્સની પ્રથમ પસંદ, વાંચકોના મનપસંદ ઍરપોર્ટની યાદીમાં મેળવ્યુ ચોથુ સ્થાન
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 16, 2023 | 4:06 PM

Ahmedabad:  છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટે (CSMIA) 2023 ના ટ્રાવેલ અને વાંચકોના મનપસંદ ઈન્ટરનેશનલ એરપોર્ટની પ્રખ્યાત યાદીમાં ચોથું સ્થાન મેળવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. CSMIA એ એકમાત્ર ભારતીય એરપોર્ટ છે જેને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ માન્યતા વિશ્વ-કક્ષાના આતિથ્યની સાથે મુસાફરોને સતત અસાધારણ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાની CSMIAની અતૂટ પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. CSMIA એ પ્રવાસીઓ પર પ્રતિષ્ઠિત સૂચિમાં સ્થાન મેળવ્યું છે.

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો ટ્રાન્ઝિટ હબથી આગળ વિકસિત થઈ ગંતવ્ય સ્થાનો તરીકે સેવા આપી રહ્યા છે. CSMIA મુસાફરો માટે આધુનિક હવાઈ મુસાફરીને પુનઃવ્યાખ્યાયિત કરતી ઑફર અને અનુભવો સાથે અગ્રેસર છે. શોપિંગ, ડાઇનિંગ અને મનોરંજનની સુવિધાઓની વિશાળ શ્રેણી સાથે તે ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરે છે. CSMIA વિશ્વભરના મુસાફરોને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરાવે છે. CSMIA એવા પ્રવાસીઓને આવકારે છે કે જેઓ લાંબા પ્રવાસ ખેડવા ઈચ્છતા ન હોય એટલે કે તેમના માટે વિશ્રામ માટેની સુવિધા પૂરી પાડે છે.

સિદ્ધિ બદલ CSMIA એ સમગ્ર ટીમની મહેનત અને સમર્પણને બિરદાવ્યુ

સૂચિમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટને એક્સેસ, ચેક-ઇન અને સુરક્ષા, રેસ્ટોરાં અને બાર, શોપિંગ અને ડિઝાઇન જેવા માપદંડો પર વિશેષરૂપે રેટ કરવામાં આવ્યા હતા. આ દરેક લાક્ષણિકતાઓના આધારે કેટલાક આંતરરાષ્ટ્રીય એરપોર્ટને રેટ કર્યા છે. અંતિમ સ્કોર્સના સરેરાશના આધારે એરપોર્ટનું રેન્કિંગ કરવામાં આવ્યું હતું. આ સન્માન માટે CSMIA તેની સમગ્ર ટીમની મહેનત અને સમર્પણને બિરદાવે છે. જેમના કારણે મુસાફરોને એરપોર્ટ પર અવિસ્મરણીય અનુભવો મળી રહ્યા છે.

હીરો Super Splendor XTEC બાઇક આપે છે 69 kmpl ની માઇલેજ
PULL-UPS કરતી આ છોકરીના વીડિયોને કારણે મચી બબાલ, જાણો કેમ
ભારતના આ રાજ્યમાં વહે છે વિશ્વની સૌથી વધુ મીઠા જળની નદી
બપોરે કે સાંજે જમ્યા પછી આ 4 ભૂલ ક્યારેય ન કરતાં, જુઓ Video
ગજબ ફાયદા, ચણાના લોટમાં કયું વિટામિન જોવા મળે છે? નિષ્ણાત પાસેથી જાણો
બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે કરો આ ઉપાય

 8500થી વધુ પ્રોપર્ટીઝ માટે કુલ 6 લાખ 85 હજારથી વધુ મત આપવામાં આવ્યા

વિશ્વના શ્રેષ્ઠ પુરસ્કારોના સર્વેક્ષણ માટે દર વર્ષે T+L વાચકોને વિશ્વભરના પ્રવાસ અનુભવોને આધારે પ્રશ્નો કરવામાં આવે છે. જેમાં ટોચની હોટેલ્સ, રિસોર્ટ્સ, શહેરો, ટાપુઓ, ક્રૂઝ શિપ, સ્પા, એરલાઇન્સ વગેરે સામેલ કરવામાં આવે છે. 2023માં લગભગ 165,000 T+L વાચકોના સર્વેક્ષણ કરવામાં આવ્યા હતા. જેમાં કોવીડ રોગચાળાના મતદાનના સ્તરો કરતાં લગભગ 25 ટકાનો વધારો નોંધાયો છે. કુલ 8,500 થી વધુ પ્રોપર્ટીઝ (હોટલો, શહેરો, ક્રુઝ લાઇન વગેરે) માટે કુલ 6,85,000 થી વધુ મત આપવામાં આવ્યા હતા.

સંપૂર્ણ સૂચિ અહીં છે. 2023ના વાચકોના મનપસંદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (travelandleisure.com)

CSMIA પ્રવાસીઓની સતત વિકસતી જરૂરિયાતો અને પસંદને આવકારી સાવચેતીભર્યા પ્રયાસો સાથે શ્રેષ્ઠ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. ઍરપોર્ટ પર ડિજિટાઈઝેશન અમલમાં આવતા વેઈટીંગ સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. સૂચિમાં CSMIA ની વિશેષતા તેની અભૂતપૂર્વ વૃદ્ધિ અને મુસાફરોને અજોડ સેવા, સલામતી અને આતિથ્ય માટેના સમર્પણનું પ્રમાણ છે.

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) વિશે:

મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) નું સંચાલન વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા કરવામાં આવે છે. MIAL એ AAHL વચ્ચેની જાહેર-ખાનગી ભાગીદારી (PPP) સાહસ છે, જેમાં બહુમતી 74%હિસ્સો AAHLનો છે, અને બાકીના 26% ભારતની એરપોર્ટ ઓથોરિટીનો છે. AAHL નો હેતુ ભારતના સૌથી મોટા શહેરોને હબમાં ફેરવવાનો છે અને જટિલ પરિવહન અને લોજિસ્ટિક્સ હબના વિકાસ અને સંચાલન માટે જૂથની ક્ષમતાઓ મુસાફરો સુધી પહોંચાડવાનો છે.

આધુનિક પરિવહનની જરૂરિયાત માટે MIAL અદાણી જૂથનું વિઝન મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને ભારતના સૌથી મોટા એરોટ્રોપોલિસ તરીકે ફરીથી વિકસાવવાનું છે. જ્યાં મુસાફરો અને કાર્ગો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરંપરાગત એરપોર્ટ ન્યુક્લિયસને વ્યાપારી અને રહેણાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરસ્પર નિર્ભર ક્લસ્ટરો દ્વારા મજબૂત બનાવવામાં આવશે તેમજ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ ઇકોસિસ્ટમ બનાવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad: દિલ્હી યમુના બ્રિજ પર પાણીનું સ્તર વધતા ટ્રેન વ્યવહારને અસર- યોગ એક્સપ્રેસ અને વારાણસી -અમદાવાદ વીકલી એક્સપ્રેસ આંશિક રૂટ પર દોડશે

MIAL હવાઈ મુસાફરી માટે વૈશ્વિક કેન્દ્રીય બિંદુ તરીકે ઉભરીને આવી રહ્યું છે જ્યાં ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય ફ્લાયર્સ સક્રિય રીતે વ્યવસાયમાં શામેલ છે. વળી તે મેટ્રોપોલિટન વિસ્તરણને પણ સહાયક હોય છે. ઉડ્ડયનથી જોડાયેલા વ્યવસાયો અને રોજગારની તકોને ઉત્તેજિત કરે છે. MIAL ઉત્કૃષ્ટ સેવાઓ સાથે તેને વિશિષ્ટ બનાવવા તેમજ મુંબઇને પ્રથમ રાખવાની નેમ ધરાવે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video
અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
g clip-path="url(#clip0_868_265)">