Ahmedabad: એર ઇન્ડિયાની ફ્લાઈટ બે કલાક મોડી પડતાં એરપોર્ટ પર મુસાફરોએ કર્યો હોબાળો, જુઓ Video

Ahmedabad: એર ઇન્ડિયાની ફ્લાઈટ બે કલાક મોડી પડતાં એરપોર્ટ પર મુસાફરોએ કર્યો હોબાળો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 10:41 PM

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ સમયસર ન ઉપડતા એરપોર્ટ પર મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એર ઇન્ડિયાની ફ્લાઈટ નિયત સમય કરતા બે કલાક મોડી ઊપડતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.

અમદાવાદ એરપોર્ટ ખાતે ફ્લાઈટ સમયસર ન ઉપડતા એરપોર્ટ પર મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરોને મુસાફરી દરમ્યાન હાલાકી પડી. એર ઇન્ડિયાની ફ્લાઈટ નિયત સમય કરતા બે કલાક મોડી હોવાને લઈ મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો : ગોધરા કાંડના આરોપીઓની હાઈકોર્ટે 15 દિવસની પેરોલ અરજી મંજૂર કરી

મુસાફરોએ ફ્લાઈટ ક્યારે ઉપડશે તે અંગે કોઈ માહિતી એરપોર્ટ ઓથોરીટી દ્વારા નહીં આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. એર ઇન્ડિયાના કર્મચારીઓએ યોગ્ય જવાબ ન આપ્યાનો આક્ષેપ મુસાફરો દ્વારા કરવામાં આવ્યો છે. વધારે  નાણાં ખર્ચીને પણ મુસાફરોને સમયસર સર્વિસ નહીં મળતી હોવાને કારણે હોબાળો થયો હતો. મહત્વનુ છે કે એરપોર્ટ ઓથોરીટી દ્વારા આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jul 15, 2023 10:38 PM
g clip-path="url(#clip0_868_265)">