Ahmedabad: દિલ્હી યમુના બ્રિજ પર પાણીનું સ્તર વધતા ટ્રેન વ્યવહારને અસર- યોગ એક્સપ્રેસ અને વારાણસી -અમદાવાદ વીકલી એક્સપ્રેસ આંશિક રૂટ પર દોડશે
Ahmedabad: દિલ્હીમાં યમુના બ્રિજ પર પાણીનું સ્તર વધવાને લઈને ટ્રેન વ્યવહારને અસર થઈ છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી યોગ એક્સપ્રેસ અને વારાણસી- અમદાવાદ વીકલી એક્સપ્રેસ આંશિક રીકે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
Ahmedabad: દિલ્હીમાં યમુના બ્રિજ પર પાણીનું સ્તર વધતા ટ્રેન વ્યવહારને અસર થઈ છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી કેટલીક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. જેમા યોગ એક્સપ્રેસ અને વારાણસી –અમદાવાદ વીકલી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જૂની દિલ્હીમાં યમુના બ્રિજ (બ્રિજ નં. 249) પર પાણીનું સ્તર વધવાને કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ અને વારાણસી-અમદાવાદ એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
ડાયવર્ટ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગનગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ તારીખ 15.07.2023 દિલ્હી-નવી દિલ્હી-સાહિબાબાદ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
- ટ્રેન નંબર 19032 યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ યોગ એક્સપ્રેસ તારીખ 15.07.2023 સાહિબાબાદ-નવી દિલ્હી-દિલ્હી થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
- ટ્રેન નંબર 19408 વારાણસી-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 15.07.2023 સાહિબાબાદ-નવી દિલ્હી-દિલ્હી થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
આ પણ વાંચો : Ahmedabad: દુબઈથી સોનાની દાણચોરી કરતી ગેંગ ઝડપાઈ, જ્વેલર્સના વેપારી અને દંપતી સહિત 4ની ધરપકડ, 80 લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીધામ-તિરુનેલવેલી હમસફર એક્સપ્રેસનું કોલ્લમ જંક્શન સ્ટેશન પર રોકાણ
રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 20924/20923 ગાંધીધામ-તિરુનેલવેલી-ગાંધીધામ હમસફર એક્સપ્રેસ ટ્રેનનું કોલ્લમ જંક્શન સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવી છે. જે આ મુજબ છે :
- ટ્રેન નંબર 20924 ગાંધીધામ-તિરુનેલવેલી હમસફર એક્સપ્રેસનું 24 જુલાઇ 2023થી કોલ્લમ જંક્શન સ્ટેશને આગમન-પ્રસ્થાનનો સમય 21:32/21:35 વાગ્યાનો રહેશે.
- ટ્રેન નંબર 20923 તિરુનેલવેલી-ગાંધીધામ હમસફર એક્સપ્રેસનું 20 જુલાઇ 2023થી કોલ્લમ જંક્શન સ્ટેશન પર આગમન-પ્રસ્તાનનો સમય 10:05/10:08 વાગ્યાનો રહેશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો