Ahmedabad: કેરળવાસીઓ માટે દિવાળી સમાન ઓણમ પર્વની કરાઈ ઉજવણી, નારાયના કોલેજમાં 13 વોર્ડના વિસ્તારની મહિલાઓએ વિવિધ ફુલોથી બનાવી નયનરમ્ય રંગોળી

|

Sep 04, 2022 | 3:51 PM

Ahmedabad: શહેરમાં વસતા કેરળવાસીઓએ તેમના સૌથી મોટા તહેવાર ઓણમ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. સાત દિવસ સુધી ચાલનારા આ પર્વની કેરળવાસીઓ દિવાળીની જેમ ઉજવણી કરે છે.

Ahmedabad: કેરળવાસીઓ માટે દિવાળી સમાન ઓણમ પર્વની કરાઈ ઉજવણી, નારાયના કોલેજમાં 13 વોર્ડના વિસ્તારની મહિલાઓએ વિવિધ ફુલોથી બનાવી નયનરમ્ય રંગોળી
ઓણમની ઉજવણી

Follow us on

હિંદુ ધર્મમાં જેમ દિવાળી પર્વ ઉજવાય છે તે જ રીતે કેરળમાં ઓણમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદ (Ahmedabad)માં રહેતા મલયાલમ લોકોએ સેટેલાઈટમાં આવેલા નારાયના કેમ્પસ ખાતે સમાજના લોકોએ ભેગા મળી ઓણમ પર્વની ઉજવણી કરી. જેમાં હાઈકોર્ટના જજ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓણમ પર્વની આજથી એટલે કે 4 સપ્ટેમ્બરથી શરૂઆત થઈ છે. કેરળ(Kerala)માં સાત દિવસ સુધી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જ્યાં કેરળવાસીઓ એક્ઠા થઈ ઓણમ પર્વની (Onam) ઉજવણી કરે છે. સાઉથ ઈન્ડિયન લોકો રંગોળીને ખાસ મહત્વ આપે છે. ત્યા સામાન્ય દિવસોમાં પણ રોજ રંગોળી કરવામાં આવે છે. ત્યારે તહેવારો દરમિયાન પણ અહીં ખાસ રંગોળીઓ કરવામાં આવે છે. સાઉથ ઈન્ડિયન  લોકો ઓણમ પર્વની દિવાળી પર્વની જેમ જ ઉજવણી કરે છે. જેમા નવા કપડા પહેરવા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા, વિવિધ સ્વાદિષ્ઠ વાનગીઓ બનાવવી, અવનવી રંગોળીઓ બનાવી તહેવારની ઉજવણી કરે છે.

13 વોર્ડના વિસ્તારની મહિલાઓએ બનાવી ફુલોની રંગોળી

અમદાવાદમાં સેટેલાઈટમાં નારાયના કોલેજમાં ઓણમ પર્વની ઉજવણી કરવામાં આવી. જેમા કેરળ સમાજના લોકોએ એક્ઠા થઈ ઓણમ પર્વની ઉજવણી કરી. જેમા જૂદા જૂદા 13 વોર્ડમાં રહેતી સાઉથ ઈન્ડિયન મહિલાઓ દ્વારા  વિવિધ ફુલોમાંથી રંગોળી બનાવી ઉજવણી કરી. આ ઉજવણીમાં ત્રણ સારી રંગોળીને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ ધોરણ 10 અને ધોરણ 12માં 70% ઉપર માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આજથી શરૂ થતા ઓણમ પર્વની એક મહિના સુધી થતી અવનવી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમા 7 દિવસની રજા અપાતી હોવાથી કેરલમાં તો દિવાળી જેવો માહોલ જોવા મળે છે. ઉજવણીમાં ભાગ લેનાર મહિલાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. આ ઉજવણીમાં કેરળના ખાસ શાકાહારી ભોજનની મજા માણવા માટે કેરળથી ખાસ રસોઈયા પણ બોલાવવામાં આવ્યા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

એક દંતકથા મુજબ કેરલમાં મહારાજા બલિને વર્ષમાં એક જ વાર તેમના ઘરે જવા માટે આશિર્વાદ અપાયા હતા. જે મહારાજ કેરલમાં જતા એક ઉત્સવ તરીકે તેમનું સ્વાગત કરવામાં આવ્યુ. બીજી દંતકથા પ્રમાણે કેરળવાસીઓ પુરા વર્ષ દરમિયાન ખેતીવાડી અને અન્ય કામમાં જોતરાયેલા હોય છે. જેઓને કામમાંથી હળવાશ મળે અને પરિવાર તથા સમાજ સાથે સમય વિતાવી શકે તે માટે ઓણમ પર્વ મનાવાય છે. અહીં ઓણમ પર્વની ઉજવણી કરતા કેરળની સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Published On - 3:48 pm, Sun, 4 September 22

Next Article