Ahmedabad : મહિલાને ધર્મપરિવર્તન માટે દબાણ કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો, ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
Ahmedabad News : મહિલાએ તેને હેરાન કરાતી હોવાની અલગ અલગ 3 જેટલી ફરિયાદ નોંધાવી છે. તપાસ દરમિયાન મહિલાના પતિ અને તેના બે પુત્રોની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં અન્ય સમાજમાં લગ્ન કરનાર મહિલાને ધર્મપરિવર્તન માટે દબાણ કરાતુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ લગ્ન કર્યા બાદ જ તેનો પતિ અને તેના પરિવાજનો સ્વીકારશે તેવુ દબાણ કરાતુ હોવાનું મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતુ. મહિલાએ તેને હેરાન કરાતી હોવાની અલગ અલગ 3 જેટલી ફરિયાદ નોંધાવી છે. તપાસ દરમિયાન મહિલાના પતિ અને તેના બે પુત્રોની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના ?
ઘટનાની વિગતવાર વાત કરીએ તો ગોમતીપુર વિસ્તારમાં રહેતી અને વકીલાત કરતી 48 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2005માં સમાજના રીતરિવાજ મુજબ થયા હતા, જે બાદ મહિલા પતિ સાથે મનમેળ ન થતા તેણે પતિને છોડીને પોતાના પરિવારજનો સાથે રહેવાનું પસંદ કર્યું હતું. જોકે વર્ષ 2017માં મહિલાના પતિનું મોત નીપજ્યું હતુ. જે બાદ આ મહિલા ભુરેખાન સાથે સંપર્કમાં આવી હતી અને 19 ફેબ્રુઆરી 2019 ના રોજ સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ મહિલાએ ભુરેખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે મુસ્લિમ ધર્મ સ્વીકારીને નિકાહ કરે તો તેને સ્વીકારવા માટે પતિ અને તેના પરિવાજનો દબાણ કરતા હતા.
મહિલાએ અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધાવી
ભોગ બનાર મહિલાએ 2019માં ભુરેખાન સાથે લગ્ન કર્યા બાદ આરોપી અને તેના પરિવાજનો સતત હેરાન કરતા હોવાથી અત્યાર સુધીમાં મહિલાએ અલગ અલગ 3 ફરિયાદો નોંધાવી છે. જેમાં 3 દિવસ પહેલા મહિલાને મારમારી તેની સાથે છેડતી કરી એસિડ નાખવાની અને વાળ નાક કાપી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ એસ.સી.એસ.ટી. સેલમાં સોંપી છે.
પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
અમદાવાદ પોલીસે રાયોટિંગ, છેડતી કેસમાં ત્રણ આરોપીમાં ભુરેખાન, તેનો દીકરો સલમાન ખાન અને સોહેલ ખાનની ધરપકડ કરી છે. આ ફરિયાદમાં આરોપી મહિલા ફરિયાદીને ધર્મપરિવર્તન માટે દબાણ કરતો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
નોંધનીય છે કે ભુરેખાન લગ્ન કર્યા બાદ તેની પત્ની સાથે રહેતો હતો, પરંતુ ભોગ બનનાર મહિલા સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ લગ્ન કરીને ધર્મપરિવત કરવાનું દબાણ કરતો હતો અને મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે સંબંધો બાંધતો હતો. મહિલા ના પાડે તો ભુરેખાન તેને માર મારતો હતો, તો બીજી તરફ ભુરેખાનના પરિવારજનો પણ તેને ત્રાસ આપતા હતા.
વધુ એક ફરિયાદ થતા આરોપીની ધરપકડ
ભોગ બનનાર મહિલાએ અગાઉ નોંધાયેલા બે ગુના કોર્ટમાં પેન્ડિગ છે, ત્યારે મહિલાએ વધુ એક ફરિયાદ નોંધાવતા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે પોલીસે અન્ય બે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. ત્યારે આ કેસમાં પોલીસ પૂછપરછ માં અનેક હક્કીત સામે આવશે.