AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: મુકબધીર યુવતી સાથે દુષ્કર્મ કરનાર કલકતાના યુવકની પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

મુકબધીર યુવતી સાથે દુષ્કર્મ કરનાર કલકતાના યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. યુવતીને ઘરમા એકલી જોઈને દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીની માતા આવી જતા આરોપી ઝડપાઈ ગયો હતો.

Ahmedabad: મુકબધીર યુવતી સાથે દુષ્કર્મ કરનાર કલકતાના યુવકની પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો
ફોટો - આરોપી
Mihir Soni
| Edited By: | Updated on: Oct 21, 2022 | 4:00 PM
Share

Ahmedabad: મુકબધીર યુવતી સાથે દુષ્કર્મ કરનાર કલકતાના યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. યુવતીને ઘરમા એકલી જોઈને દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીની માતા આવી જતા આરોપી ઝડપાઈ ગયો હતો. કોણ છે આ આરોપી જોઈએ આ અહેવાલમાં. પોલીસ કસ્ટડીમા રહેલ વિધર્મી યુવક અરશદઅલી શેખએ એક મૂકબધીર યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો છે. ધટના કઈક એવી છે કે, સાબરમતી વિસ્તારમા બપોરના સમયે મૂકબધીર યુવતીની માતા બહાર ગઈ હતી જેથી ઘરમાં મૂકબધીર યુવતી એકલી હતી અને તે સમયે સાબરમતી વિસ્તારમાં રહેતા અરશદઅલી યુવતીના ઘર નજીકથી પસાર થતો હતો. યુવતી એકલી હોવાથી તેની એકલતાનો લાભ લઈને આરોપી ઘરમા ઘુસી ગયો અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમ્યાન યુવતીના માતા ઘરે આવી જતા આરોપી ઝડપાઈ ગયો હતો.

આરોપી મૂળ કલકત્તાનો રહેવાસી છે. અને છેલ્લા 3 મહિના પહેલા જ અમદાવાદમાં મજૂરી કરવા માટે આવ્યો હતો. 21 વર્ષના આ આરોપી અરશદઅલી મુકબધીર યુવતીના ઘર નજીકથી અવાર-નવાર નીકળતો હતો. આ યુવતી માનસિક વિકલાંગ હોવાની જાણતો હતો. જેથી યુવતીને એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યુ. યુવતીની માતા આવી જતા આરોપી શર્ટ પહેરીને નાસી ગયો. યુવતીની માતાને ચોર લાગયો હોવાથી બુમાબુમ કરી અને લોકોએ પકડીને માર માર્યો હતો. પરંતુ ઘરે યુવતીને જોતા તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જેથી સાબરમતી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

સાબરમતી પોલીસે દુષ્કર્મ કેસમા આરોપી અરશદઅલી શેખની ધરપકડ કરીને કોર્ટમા રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીનો કોઈ અન્ય ગુનાહિત ઈતિહાસ છે કે નહિ તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">