Ahmedabad: ઓગસ્ટ 2022 સુધીમાં અમદાવાદીઓ કરી શકશે મેટ્રો ફેઝ-1 રુટનો પ્રવાસ, મેટ્રો રેલ વિભાગે નવી ટાઈમલાઈન જાહેર કરી
હાલ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો રેલ ચાલી રહી છે. આ પ્રોજેકટની 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 1માં વસ્ત્રાલથી થલતેજ રૂટમાં 17 સ્ટેશન આવેલા છે.
અમદાવાદીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે તેવા મેટ્રો રેલ (Metro rail)માં ઓગસ્ટ 2022 સુધીમાં મુસાફરી (Travel) શરુ થઈ જાય તેવી શક્યતા છે. મેટ્રો રેલ વિભાગે નવી ટાઈમલાઈન જાહેર કરી છે. જે પ્રમાણે અમદાવાદીઓ આવતા વર્ષે મેટ્રો રેલના ફેઝ-1 રુટ (Phase-1 route)નો પ્રવાસ કરી શકશે. જો કે હજુ પણ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો રેલ ચાલુ
મળતી માહિતી પ્રમાણે ઓગસ્ટ 2022 સુધીમાં મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 1 એટલે કે વસ્ત્રાલથી થલતેજ રૂટ પર મેટ્રો રેલ દોડતી થઈ જશે. જેમાં હાલ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો રેલ ચાલી રહી છે. આ પ્રોજેકટની 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 1માં વસ્ત્રાલથી થલતેજ રૂટમાં 17 સ્ટેશન આવેલા છે. જેમાં લગભગ 3.5 કિલોમીટ અંડર ટનલમાં 4 સ્ટેશન આવેલા છે તો કોરિડોર સ્ટેશન 13 છે.
ઓગસ્ટ 2022માં કરી શકાશે પ્રવાસ
ઘણા સમયથી મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી, જો કે હજુ સુધી તેનો એક ફેઝ પણ પુરો થયો નથી, પરંતુ હવે ટુંક સમયમાં ફેઝ 1 પુરો થઈ જશે અને અમદાવાદીઓ વસ્ત્રાલથી થલતેજ સુધીના રુટમાં મેટ્રો રેલનો પ્રવાસ કરી શકશે તેવી માહિતી મળી રહી છે. મેટ્રો રેલ વિભાગે જાહેર કરેલી નવી ટાઈમલાઈન અનુસાર અમદાવાદીઓ ઓગસ્ટ 2022માં મેટ્રો રેલમાં મુસાફરી કરી શકશે.
મહત્વનું છે કે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટની 2014માં રૂપરેખા તૈયાર કરાઈ હતી અને કામગીરી પણ શરૂ થઈ હતી. જેમાં 2018માં કામગીરી પૂર્ણ કરવાની ટાઈમલાઈન હતી. જોકે તે ન થતાં હવે ઓગસ્ટ 2022 નવી ટાઈમ લાઈન જાહેર કરી છે તો બીજા ફેઝની કામગીરી 2023માં પૂર્ણ થશે.
જે પ્રોજેક્ટનો ખર્ચ પહેલા 9 હજાર કરોડ હતો, હવે તે વધીને 10,773 કરોડ પર પહોંચ્યો છે. એટલે કે ખર્ચમાં 1,773 કરોડનો વધારો થયો છે. જોકે તમને જાણી ને નવાઈ લાગશે કે મેટ્રો રેલના કોરિડોરમાં કુલ 32 સ્ટેશન છે, જેમાં 50 ટકા સ્ટેશન પાસે પાર્કિંગ સુવિધા પણ નથી. જેના કારણે લોકો માટે પાર્કિંગ સમસ્યા સર્જાઇ શકે છે.
મહત્વનું છે અમદાવાદના આ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1,990 કરોડ કેન્દ્ર સરકાર અને 1,990 કરોડ રાજ્ય સરકાર આપશે. જ્યારે 6,793 કરોડ લોન મારફતે અને અન્ય માધ્યમથી વ્યવસ્થા કરાશે. જે મેટ્રો રેલ પ્રોજેકટ સંપૂર્ણ શરૂ થયા બાદ ચૂકવવાના શરૂ કરાશે.
આ પણ વાંચો : બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને યાદ કર્યા સંઘર્ષના દિવસો, મહાનાયક અમિતાભે આ રીતે આપી પ્રતિક્રિયા
આ પણ વાંચો : Viral : એક્ટ્રેસ અંકિતા લોખંડેના જન્મદિવસને પતિ વિકી જૈને બનાવ્યો ખાસ, શેર કરી આ સ્પેશિયલ પોસ્ટ